હવામાન વિભાગની ખતરનાક આગાહી! સૌરાષ્ટ્ર સહિત 8 જિલ્લામાં રેડ એલર્ટ, 26 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rains : ગુજરાતના માથા પર એકસાથે ત્રણ મોટી સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહીનું ચિત્ર પલટાઈ ગયું છે. હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. ઉત્તર, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદની શક્યતા છે. રાજ્યના આઠ જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ અલર્ટ અપાયું છે. તો રાજ્યના 26 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ અલર્ટ અપાયું છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આજે વરસાદની શક્યતા છે. અમદાવાદમાં આગામી 5 દીવસ ભારે વરસાદની આગાહી છે. ગાંધીનગરમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી
આજે ક્યાં ક્યાં આવશે વરસાદ
આજે વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. તાપી, અમરેલી, ભાવનગરમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા,ગાંધીનગરમાં ભારે વરસાદ આવશે. ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદની આગાહી છે. તો જ્યારે જુનાગઢ, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને, દીવમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ અલર્ટ અપાયું છે. આવતી કાલે આણંદ, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા, કચ્છમાં વરસાદ આવશે. અમદાવાદમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે. સાથે જ ગાંધીનગરમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી છે. (Image : IMD, India Meteorological Department)
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, આગામી 6 દિવસ વરસાદની આગાહી છે. રાજ્યમાં વરસાદ ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે. તેથી 5 દિવસ માછીમારો દરિયો ન ખેડવાની સૂચના અપાઈ. આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કરાયું છે. આજે અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ અલર્ટ છે. માત્ર કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. (Image : IMD, India Meteorological Department)
26 ઓગસ્ટે ક્યાં ક્યાં વરસાદ આવશે
26 ઓગસ્ટે વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી, અમરેલી, ભાવનગરમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ છે. 26 ઓગસ્ટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા,ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને, દીવમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ અલર્ટ (Image : IMD, India Meteorological Department)
27 ઓગસ્ટે ક્યાં ક્યાં વરસાદ આવશે
27 ઓગસ્ટે આણંદ, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા, કચ્છમાં અત્યંત ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ છે. 27 ઓગસ્ટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, અને દીવમાં ભારેથી ભારે વરસાદ સાથે ઓરેન્જ અલર્ટ (Image : IMD, India Meteorological Department)
પરેશ ગોસ્વામીની નવી આગાહી
આગામી 24 કલાક રાજ્યના કેટલાક જિલ્લાઓ માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આ વચ્ચે હવામાનના નિષ્ણાત પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી છે. તેમણે કહ્યું કે, અમદાવાદ, ગાંધીનગર, આણંદમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. નડિયાદ, વડોદરામાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. છોટાઉદેપુર, દાહોદ, ગોધરામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. મહીસાગર, સુરતમાં અતિભારે વરસાદની શક્યતા છે. સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તો ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ આવી શકે છે. (Image : IMD, India Meteorological Department)
મુખ્યમંત્રીએ ગઈ મોડી રાત્રે ૭ જિલ્લા કલેકટરો સાથે વાતચીત કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈ મોડી રાત્રે રાજ્યના વધુ ૭ જિલ્લા કલેકટરો સાથે ટેલીફોનીક વાતચીત કરીને તેમના જિલ્લાની વરસાદી પરિસ્થિતીની વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્ર વિસ્તારના મોરબી, કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર તેમજ દક્ષિણ ગુજરાતના ભરૂચ અને ડાંગના કલેકટરોનો સંપર્ક સાધીને તેમને વરસાદી સ્થિતી પર સતત નજર રાખીને લોકોની સલામતી પશુધન રક્ષણ વ્યવસ્થા તેમજ આપદા પ્રબંધન માટે સતર્ક રહેવા સૂચનાઓ આપી હતી. ભારતીય હવામાન વિભાગે આગામી સમયમાં રાજ્યમાં ભારે વરસાદની કરેલી આગાહી સંદર્ભે સજજ રહેવા પણ આ જિલ્લાઓના કલેકટરોને તાકિદ કરી હતી. (Image : IMD, India Meteorological Department)
Trending Photos