રાશિફળ 15 મેઃ આ રાશિના લોકોને આજે મળશે દેવામાંથી મુક્તી, જાણો કેવું છે આજનું ભવિષ્ય

નક્ષત્રો દરેક સમયે પોતાની ચાલબદલતા રહેતા હોય છે. આ નક્ષત્રોની આપણા જીવન પર ઊંડી અસર પડતી હોય છે. જ્યોતિષ વિજ્ઞાન અનુસાર કયો ગ્રહ અને કયું નક્ષત્ર તમારી કુંડલીના કયા ઘરમાં જઈ રહ્યું છે તેના અનુસાર તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. 

May 15, 2019, 09:09 AM IST

નવી દિલ્હીઃ ગ્રહોની ચાલ દરરોજ બદલાતી રહેતી હોય છે, જેના કારણે આપણો રોજનો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળતી હોય છે તો વળી ક્યારેક સામાન્ય દિવસ પસાર થઈ જતો હોય છે. કેટલીક વખત આપણે આખો દિવસ કોઈ કામમાં એવા ગુંચવાઈ જઈએ છીએ કે સાંજ પડતા નાકે દમ આવી જાય છે. તો આવો જાણીએ, તમારો આજનો દિવસ કેવો રહેશે. 

1/12

મેષ રાશિ

મેષ રાશિ

બેરોજગારો માટે આજનો દિવસ સારો રહેશે. કારકિર્દીમાં આગળ વધવાની તક મળી શકે છે. તમારા આત્મવિશ્વાસને કારણે જોખમવાળા કાર્યોમાં પણ સફળતા મળી શકે છે. નાણા અને ધંધાની બાબતો પર ધ્યાન આપવાનું રહેશે. સામાજિક સન્માન પણ વધી શકે છે. પારિવારિક સંબંધો સુધરી શકે છે. તમારો ખર્ચ વધી શકે એટલે સાવધ રહેવું.   

2/12

વૃષ રાશિ

વૃષ રાશિ

ઓફિસમાં આજે કામ વધુ રહેશે. કેટલાક લોકો તમારી પાસે કામ કઢાવાનો પ્રયાસ કરી શકે છે. માનસિક રીતે ચિંતિત હોવાને કારણે કામ પર ધ્યાન ન આપી શકો. એટલે આજે વધુ વિચારવું નહીં. તમારા મનની વાત પાર્ટનરને જરૂર કહેશો. શારીરિક રીતે નહીં પરંતુ કેટલીક સામાન્ય મુશ્કેલીઓ આવી શકે છે. 

3/12

મિથુન રાશિ

મિથુન રાશિ

ધંધા અને નોકરીમાં પરિવારમાંથી મદદ મળશે. કામકાજના સ્થળે સમજી વિચારીને બોલવું પ્રગતિના રસ્તા ખુળશે. ધંધામાં ફાયદો થવાના યોગ બની રહ્યા છે. ઘરમાં ઉપયોગમાં આવનારી વસ્તુઓ પણ ખરીદી શકો છો. તમારા વિચારો હંમેશાં સકારાત્મક રાખો. વિશ્વસનિય વ્યક્તિનો સહયોગ મળી શકે છે. તમારો પાર્ટનર અત્યંત લાગણીશીલ મૂડમાં રહેશે. આરોગ્ય પર ખાસ ધ્યાન આપવું.

4/12

કર્ક રાશિ

કર્ક રાશિ

નવા ધંધા તરફ આકર્ષિત થશો. નોકરીમાં પણ ફેરફારના યોગ છે. આવક વધી શકે છે. કોઈ જૂની યોજના યાદ આવે અને તેમાં કામ કરવાનો પ્રયાસ કરી શકો છો. જૂના રોગ દૂર થશે. કંઈક નવું કરવાની ઈચ્છા જાગશે. તમારા અધિકારીઓ પણ તમારા કામની પ્રશંસા કરી શકે છે. 

5/12

સિંહ રાશિ

સિંહ રાશિ

ધંધામાં કેટલાક નવા આયોજન થઈ શકે છે. ફસાયેલા પૈસા પાછા મળવાના યોગ છે. કોઈની પાસેથી નાણા ઉધાર પણ લેવા પડી શકે છે. તમારા પ્રયાસો સફળ રહેશે. ઓફિસના કામથી મુસાફરીનો યોગ છે, જે તમારા માટે ફાયદાકારક થઈ શકે છે. જીવન સાથી પણ તમને ખાસ મદદ કરી શકે છે. આજે તમારી કોઈ અધુરી ઈચ્છા પુરી થઈ જશે. અપરિણીત લોકો માટે આજનો દિવસ સારો છે. વિવાહનો પ્રસ્તાવ પણ મળી શકે છે.

6/12

કન્યા રાશિ

કન્યા રાશિ

નોકરી અને ધંધામાં નિર્ણય લેતા સમયે સાવધ રહેવું. વિવાદોનો પણ સામનો કરવો પડી શકે છે. પરિવારની સમસ્યાઓ યથાવત રહેશે. માનસિક ચિંતા પણ વધી શકે છે. અંગત સંબંધોમાં કોઈ મોટો ફેરફાર થઈ શકે છે. વાહનનો ઉપયોગ સાવચેત રહીને કરવો.   

7/12

તુલા રાશિ

 તુલા રાશિ

દેવામાંથી મુક્તી મળી શકે છે. તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન રાખો. અધિકારીઓની મદદ મળશે. આજે તમારા માટે કોઈ નવું આયોજન મહેનત કરવા કરતાં પણ વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમારા માટે પરિવાર, જમીન-સંપત્તિ, મિત્રો અને સગા-સંબંધી ખાસ સાબિત થઈ શકે છે. તમારા વ્યવહારથી પાર્ટનર ખુશ થશે.

8/12

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિ

આજે ધંધો ધમધોકાર ચાલશે. તમારી તબિયત સારી રહેશે. ભૌતિક સુખ સુવિધાઓમાં વધારો થઈ શકે છે. વ્યક્તિગત સમસ્યાઓ ઉકેલાઈ શકે છે. જમીન-સંપત્તી ખરીદીના પણ યોગ છે. રોકાણની નવી યોજના બની શકે છે. દાંપત્ય જીવનમાં સુખ-શાંતિ મળશે. પ્રેમજીવનમાં વિવાદની સંભાવના.

9/12

ધનુ રાશિ

ધનુ રાશિ

નોકરીમાં બઢતીની સંભાવના છે. જો તમારો પોતાનો ધંધો છે તો તેના પર સંપૂર્ણ ધ્યાન રહેશે. ધંધા અને કામકાજ સાથે સંકળાયેલી મુશ્કેલીઓ દૂર થશે. ઘર અને ઓફિસ બંને જગ્યાએ ખુશહાલ માહોલ રહેશે. પ્રેમ જીવન અને દાંપત્ય જીવન માટે પણ સારો સમય છે. 

10/12

મકર રાશિ

મકર રાશિ

આર્થિક બાબતોમાં સુધારો થઈ શકે છે. નવા સંપર્કથી ફાયદો થઈ શકે છે. તમારા કામકાજની પણ પ્રશંસા થશે. અચાનક ક્યાંકથી ધનલાભ થઈ શકે છે. નોકરીમાં ઈચ્છિત ટ્રાન્સફર કે બઢતી મળી શકે છે. દાંપત્ય જીવન સારું રહેશે. પ્રેમી યુગલ માટે પણ આજનો દિવસ સારો રહેશે. આરોગ્ય બાબતે સાવધ રહેવું. 

11/12

કુંભ રાશિ

કુંભ રાશિ

ધંધામાં આત્મનિર્ભરતા વધશે. નવા લોકો સાથે સંપર્ક વધશે. કામકાજ પણ વધશે. બેરોજગાર લોકોને રોજગાર મળવાની સંભાવના છે. તમારા વિચારેલા કાર્યો આજે પૂરા થઈ શકે છે. જૂની સમસ્યાઓનું સમાધાન મળી શકે છે. હવામાન સંબંધિત બિમારીના ભોગ બની શકો છો. નવ દંપત્તિ માટે સારો દિવસ છે.

12/12

મીન રાશિ

મીન રાશિ

આજે તમારી વાણી પર કાબુ રાખવો. અનિયમિત દિનચર્યાના કારણે આળશ અને થાકનો અનુભવ થઈ શકે છે. કેટલાક નાના કાર્યોમાં મુશ્કેલી આવી શકે છે. આવક પ્રમાણે ખર્ચ કરશો તો સારું રહેશે. જુસ્સામાં આવીને કોઈ નવું રોકાણ ન કરવું. દાંપત્ય જીવન અને પારિવારિક જીવનમાં સુખ-શાંતિનો અનુભવ થઈ શકે છે, કોઈ અડચણ હોય તો તે દૂર થઈ શકે છે.