કોરોના દર્દી

AHMEDABAD: ખાનગી શાળાઓ દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલા દંપત્તિના બાળકોની ફી માફ

શહેર શાળા સંચાલકો સામાન્ય રીતે વિવાદિત કારણોથી જ ચર્ચામાં આવતા રહે છે. ફી માફ નહી કરવાનાં મુદ્દે કે ભણાવ્યા નહી હોવા છતા પણ ફીની પઠાણી ઉઘરાણી કરવા જેવા મુદ્દે શાળા સંચાલકો ચર્ચામાં આવતા રહે છે. જો કે હવે શાળા સંચાલકોએ ખુબ જ આવકારદાયક નિર્ણય લીધો છે. શાળા સંચાલકોએ કોરોના દરમિયાન માતા પિતા ગુમાવનારા વિદ્યાર્થીઓની બે વર્ષની ફી માફ કરવાનો નિર્ણય લીધો છે. સૌથી મહત્વનું છે કે, શાળાઓનો આ ખુબ જ આવકાર દાયકનો નિર્ણય છે. 

May 29, 2021, 06:17 PM IST

MLA અરવિંદભાઈ રાણાએ ૨૫ લાખની MLA ગ્રાન્ટ કોરોના દર્દીઓની સારવાર માટે ફાળવી દીધી

* કોરોનાના કહેર વચ્ચે સુરતના જાગૃત્ત જનપ્રતિનિધિઓ પ્રેરણાદાયી પહેલ

Apr 29, 2021, 08:53 PM IST

સરકાર બની સ્વજન: પરિવાર કોરોનાગ્રસ્ત હોવાથી વહીવટી તંત્રએ કરી અંતિમક્રિયા

કુટુંબ કોરોનાગ્રસ્ત બન્યું, ત્યારે અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રએ વડીલની અંતિમક્રિયા કરી હતી. મૂળ જમ્મુ કાશ્મીરના અને વર્ષોથી અમદાવાદમાં રહેતા પ્રફૂલ્લ ધર અને પત્નિ કોરોનાગ્રસ્ત છે. માતા બિમાર છે ત્યારે તેમના પિતાની અંતિમક્રિયા કોણ કરે એ સવાલ ઉભો થયો. ત્યારે અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર તેમનું સ્વજન બનીને અંતિમ ક્રિયા કરી હતી. જિલ્લા વહીવટીતંત્ર મારી આશા-અપેક્ષા પર ખરુ ઉતર્યું છે. 

Apr 27, 2021, 06:48 PM IST

હવે કોરોના દર્દીઓ આયુષ્માન કાર્ડ અને માં કાર્ડ દ્વારા પ્રાઇવેટ હોસ્પિટલમાં ફ્રી સારવાર લઇ શકશે

કોરોનાના સતત વધી રહેલા કેસો મુદ્દે હાઇકોર્ટની સરકારી કામગીરીથી નારાજ હોવાથી સુઓમોટો દાખલ કરી છે. કોવિડ નિયંત્રણમાં જે પ્રકારનો ઉછાળો થયો છે તે ગંભીર મુદ્દો છે. ગુજરાત સરકાર દ્વારા હાઇકોર્ટમાં રજુઆત કરી હતી કે, માં વાત્સલ્ય કાર્ડ અને આયુષ્યમાન ભારત કાર્ડમાં કોરોના સારવારનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગત્ત 15 એપ્રિલે સરકારે હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ ભાર્ગવ કારિઆ સમક્ષ સોગંદનામું રજુ કર્યું હતું. જેમાં જણાવાયું કે, હાઇકોર્ટનાં સુચન બાદથી જ સરકારે કોરોનાને રોકવા માટે તત્કાલ અસરકારક નિર્ણયો લેવાનાં શરૂ કરી દીધા હતા. આ સાથે જ આયુષ્માન ભારત તથા માં વાસ્તલ્ય કાર્ડ યોજનામાં કોવિડ 19ની સારવારનો પણ સમાવેશ કરવામાં આવી શકે તેમ જણાવ્યું હતું. 

Apr 18, 2021, 09:52 PM IST

સારવાર માટે ક્યાં જશો? એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કોરોના દર્દીઓથી ફુલ ! દર્દીઓને NO ENTRY

ગુજરાતમાં કોરોના વાયરસે ભરડો લીધો છે. હવે કોરોના નવા દર્દીઓનો આંકડો સરેરાશ 5000 ની આસપાસ પહોંચી ચુક્યો છે. ખાસ કરીને ગુજરાતના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં સ્થિતી ખુબ જ ભયાનક છે. સુરત અને અમદાવાદની સ્થિતી તો એટલી ગંભીર બની છે કે એક પછી એક હોસ્પિટલનાં બેડ પણ ફુલ થઇ રહ્યા છે. દર્દીઓને યોગ્ય સારવાર નથી મળી રહી અને કેટલાક કિસ્સામાં બહાર લોબીમાં બેસાડીને સારવાર અપાઇ રહી હોવાનું સામે આવી રહ્યું છે. તેવામાં હવે વડોદરા બાદ અમદાવાદમાં પણ બેડ ફુલ થઇ ચુક્યા છે. 

Apr 11, 2021, 09:50 PM IST

TAPI: અહીં જે કોરોના દર્દીને મૃત જાહેર કરાયો તે અચાનક ઉભો થઇ ગયો અને...

કોઇ વ્યક્તિને મૃત જાહેર કરી દેવામાં આવ્યો હોય અને તેની અંતિમ ક્રિયાની તૈયારીઓ ચાલી રહી હોય અને તે અચાનક ઉભો થઇ જાય તો? તાપીમાં એક આવી જ વિચિત્ર ઘટના સામે આવી છે

Mar 27, 2021, 05:14 PM IST

Gujarat Corona Update: રાજ્યમાં કોરોના કેસમાં સતત ઘટાડો, 799 નવા દર્દીઓ, 7ના મોત

રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણનું પ્રમાણ દિવસેને દિવસે ઘટી રહ્યુ છે. આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 799 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 834 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે 7 લોકોના કોરોનાથી મોત થયા છે

Dec 30, 2020, 07:56 PM IST

મ્યુકોરમાઈકોસીસથી વડોદરાની વૃદ્ધાના આંખના હાડકા ખવાઈ ગયા

 • મ્યુવડોદરામાં મ્યુકોરમાઇકોસીસનો શંકાસ્પદ દર્દી હોસ્પિટલમાંથી ભાગી ગયો
 • વડોદરામાં અત્યારસુધી મ્યુકોરમાઇકોસીસના 12 કેસ નોંધાયા

Dec 26, 2020, 10:17 AM IST

ZEE 24 કલાકની ઈમ્પેક્ટ : આખરે ગુજરાત સરકારે મ્યુકોરમાઈકોસીસ ફંગસ માટે એલર્ટ આપ્યું

તાજેતરમાં જ કોરોનાની આડઅસર રૂપે મ્યુકોરમાઈકોસીસ નામનું ફંગસ થતુ હોવાના અહેવાલ ઝી 24 કલાક પર રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે ઝી 24 કલાકના અહેવાલ પર રાજ્ય સરકારે મહોર મારી છે. મ્યુકોરમાઇકોસીસ ફંગસના કેસોની ગંભીરતા અંગે અહેવાલ પ્રસારિત થયા બાદ આખરે હવે રાજ્ય સરકારે મ્યુકોરમાઇકોસીસ (Mucormycosis) ફંગસને લઈ તમામ જિલ્લાઓમાં એલર્ટ આપ્યું છે. મ્યુકોરમાઇકોસીસ ફંગસ અંગે રાજ્ય સરકારે તમામ જિલ્લાઓમાં માર્ગદર્શિકા મોકલી છે અને તકેદારીના પગલા લેવાની સૂચના અપાઈ છે.

Dec 22, 2020, 08:18 AM IST

કોરોના કરતા પણ વધુ ખતરનાક છે મ્યુકોરમાઈકોસીસ, નાસ લેવાને લઈને થયો મોટો ખુલાસો 

 • વધુ નાસ લેવાથી પણ આ ફંગસને લાભ મળી રહ્યો છે. તેથી જો તમે નાસ લેતા હોય તો ચેતી જવા જેવું છે
 • મ્યુકોરમાઇકોસીસ થાય છે તેવા દર્દીઓનું એક જ અઠવાડિયામાં મૃત્યુ થઈ રહ્યા હોય તેવા પણ કિસ્સા બન્યા છે
 • કોરોનામાં મૃત્યુ દર 2 ટકા હતો, મ્યુકોરમાઇકોસીસમાં 50 ટકા છે

Dec 19, 2020, 01:52 PM IST

વડોદરામાં મ્યૂકોરમાઈકોસિસ બીમારીની એન્ટ્રી, 7 કેસ આવ્યા

 • આ બીમારીમાં એક પ્રકારનું ફંગસ જોવા મળે છે જે નાકમાં રહેલા હાડકાને કોતરી ખાય છે
 • વડોદરાના સાતમાંથી બે દર્દીઓને સારવાર માટે અમદાવાદમાં મોકલાયા

Dec 19, 2020, 09:37 AM IST

કોરોનાથી સાજા થવાનો હરખ લેવા જેવો નથી, મ્યુકોરમાઈકોસીસ નામની નવી બીમારી આવી

 • એન્ટી બોડી જનરેટ થઈ ગયાની ખુશી મનાવનારા લોકો સામે એક નવી બીમારીની ચેલેન્જ આવી ગઈ
 • આ બીમારીમાં એક પ્રકારનું ફંગસ જોવા મળે છે જે નાકમાં રહેલા હાડકાને કોતરી ખાય છે

Dec 16, 2020, 03:29 PM IST

કોરોના પણ સાપની જેમ લિસોટા છોડતો જાય છે, આ અમદાવાદી પિતા-પુત્રીની તકલીફોનું લિસ્ટ લાંબું છે

 • જેમ સાપ પાછળ લિસોટા છોડતો જાય છે, તેમ કોરોના પણ દર્દીને અનેક તકલીફો આપતો જાય છે 
 • અમદાવાદના પિતાપુત્રી કોરોના બાદ રિકવર થયા, પરંતુ તેમના શરીરમાં અન્ય સમસ્યાઓ શરૂ થઈ

Dec 13, 2020, 02:08 PM IST

મોત વચ્ચે માત્ર 20 મિનીટનું અંતર, ગોંડલના વૃદ્ધ દંપતીએ એકસાથે અનંતની વાટ પકડી

માત્ર 20 મિનીટમાં પરિવારના બંને વડીલોએ એકસાથે અણધારી વિદાય લેતા ગોંડલના બૂચ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો

Dec 13, 2020, 12:52 PM IST

કોરોના દર્દીઓને ગંભીર સ્થિતિમાંથી બહાર કાઢવામાં સિવિલ બ્લડ બેંકનો મોટો રોલ

સિવિલ હોસ્પિટલના તબીબો, નિષ્ણાત તબીબો, મેડિકલ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ, સફાઇ કર્મીઓ, ટેકનિશિયનો, ખડેપગે કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા સુશ્રુષામાં 24 કલાક ફરજ બજાવી રહ્યા છે. આ લડતમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલની બ્લડ બેંક (I.H.B.T.) દ્વારા પણ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. બ્લડ બેંક દ્વારા થેરાપ્યુટિક પ્લાઝમા ફેરેસીસની પ્રક્રિયા હાથ ધરીને કોરોનાગ્રસ્ત અને સામાન્ય દર્દીઓ કે જેવો અતિ ગંભીર સ્વાસ્થ્ય અવસ્થામાંથી પસાર થઈ રહ્યા હોય તેવા દર્દીઓને સાજા કરવાની, સ્વસ્થ કરવાની અતિમહત્વની ભૂમિકા નિભાવવામાં આવી રહી છે.

Dec 8, 2020, 04:03 PM IST

અમદાવાદ: CORONA દેશ માટે સંકટ પણ તપન (ખાનગી) હોસ્પિટલ માટે સુવર્ણકાળ લઇને આવ્યો

- કોવિડ ડેજીગ્નેટેડ તપન હોસ્પિટલ ની ઉઘાડી લૂંટ 
- દર્દી ને 14 તારીખે દાખલ કર્યા અને બિલ 4 તારીખ થી બનાવમાં આવ્યું 
- એક દિવસ ના 18 હજાર કહી રૂ 37000 લેખે બિલ આપવામાં આવ્યું 
- AMCના નિયમને નેવે મૂકી ફરી તપન હોસ્પિટલ દર્દીઓ પાસેથી કરી રહી છે ઉઘાડી લૂંટ 

Dec 3, 2020, 06:04 PM IST

રાજકોટમાં કોરોના કેસ વધતા તંત્ર એક્શનમાં આવ્યું, સુપરસ્પ્રેડર શોધવાનું શરૂ કર્યું

 • લક્ષ્મી નગર એરિયામાં ફેરિયાનું ચેકિંગ હાથ ધરાયુ. આ વિસ્તારના અનેક ફેરિયાઓનું કોરોના ટેસ્ટીંગ કરાશે.
 • આ વિસ્તારમાં શાકભાજી વેચતા ફરિયાઓ સુપરસ્પ્રેડ ન બને તે માટે મનપા દ્વારા ટેસ્ટિંગ હાથ ધરાયું હતું

Nov 24, 2020, 04:04 PM IST

અમદાવાદના પોશ વિસ્તારમાં કોરોનાનો પગપેસારો, વસ્ત્રાપુરનું આ એપાર્ટમેન્ટ બન્યું સુપરસ્પ્રેડર

 • દર્દીઓ અને ઉપલબ્ધ બેડની સંખ્યા મામલે તંત્રના દાવા શંકાના દાયરામાં આવ્યા
 • શા માટે અમદાવાદના દર્દીઓને ખેડા, આણંદ કે કરમસદ મોકલાઇ રહ્યા છે? 
 • હાલ આ મામલે તંત્રના એકેય અધિકારીઓ કશું પણ કહેવા તૈયાર નથી.

Nov 24, 2020, 01:26 PM IST

લેટેસ્ટ અપડેટ : હવે અમદાવાદના કોરોના દર્દીઓને સારવાર માટે વડોદરા સુધી લંબાવવુ પડશે

 • અમદાવાદમાં વધી રહેલા કોરોના કેસ મામલે વડોદરામાં 100 બેડની હોસ્પિટલ તૈયાર કરાઈ.
 •  વડોદરામા રોજના 4 હજાર ટેસ્ટના બદલે હવે 5 હજાર ટેસ્ટ કરવામા આવશે.
 • વડોદરામાં કોરોનાના કારણે પાલિકા સંચાલિત બગીચાઓના સમયમાં ઘટાડો કરાયો 

Nov 24, 2020, 08:50 AM IST

5 માપદંડ મુજબ જ ખાનગી હોસ્પિટલમાં દર્દીને સારવાર માટે પ્રાથમિકતા આપવામાં આવશે: ડૉ. ભરત ગઢવી

અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ ડોક્ટર ભરત ગઢવી સાથે ZEE 24 કલાકની ખાસ વાતચીત દરમિયાન ડોક્ટર ભરતે જણાવ્યું હતું કે, હાલ ખાનગી કોવિડ હોસ્પિટલમાં માત્ર 10 ટકા જ બેડ ખાલી છે

Nov 23, 2020, 11:45 AM IST