LPG સિલેન્ડર પર સબસિડીની સાથે કેશબેક પણ મળશે, બસ કરો આટલું

LPG ગેસ સિલેન્ડર પર સરકાર સબસીડી આપે છે. પરંતુ સબસિડી ઉપરાંત પણ તમે ગેસ બુકિંગ પર એકસ્ટ્રા ફાયદો ઉઠાવી શકો છો. તમને ગેસના બુકિંગ પર કેશબેક મળી શકે છે. તેના માટે તમારે Amazon થી તમારા LPG ગેસ સિલેન્ડરની બુકિંગ કરવી પડશે.  

ઝી મીડિયા/બ્યૂરો :LPG ગેસ સિલેન્ડર પર સરકાર સબસીડી આપે છે. પરંતુ સબસિડી ઉપરાંત પણ તમે ગેસ બુકિંગ પર એકસ્ટ્રા ફાયદો ઉઠાવી શકો છો. તમને ગેસના બુકિંગ પર કેશબેક મળી શકે છે. તેના માટે તમારે Amazon થી તમારા LPG ગેસ સિલેન્ડરની બુકિંગ કરવી પડશે.  

કેવી રીતે કરશો ગેસ બુકિંગ

1/4
image

સૌથી પહેલા Amazon મોબાઈલ એપને ડાઉનલોડ કરવી પડશે. જો તમારા મોબાઈલમાં પહેલેથી જ આ એપ હશે, તો તેના Amazon Pay ઓપ્શનમાં જાઓ. પછી Bill Payments ઓપ્શન પર ક્લિક કરો. તેમાં ગેસ સિલેન્ડરના વિકલ્પને પસંદ કરો. તેના બાદ ઓપરેટરને પસંદ કરો. Bharat Gas, HP Gas, Indane Gas માંથી કોઈ એકને પસંદ કરો. મોબાઈલ નંબર કે  LPG ID નાંખો. ગેસ બુકિંગ પ્રોસેસ શરૂ થઈ જશે અને તમારી બુકિંગ ડિટેઈલ્સ પણ આવી જશે. 

LPG ગેસ બુકિંગ પર કેશબેક

2/4
image

જો તમે  Amazon થી ગેસ બુકિંગ કરાવો છો તો તમને 50 રૂપિયાનુ કેશબેક મળે છે. આ કેશબેક સરકારની મળનારી સબસિડીથી અલગ છે. તમારી જાણકારી માટે બતાવીએ કે, Amazon Pay તમે Indane, Bharat Gas અને HP ગેસના સિલેન્ડર બૂક કરાવી શકો છો. જો તમે ત્રણમાંથી કોઈ કંપનીના ગ્રાહક છો તો તમે Amazon પર ગેસ બુકિંગ કરાવીને ફાયદો મેળવી શકો છો. 

કેવી રીતે પેમેન્ટ કરશો

3/4
image

Amazon થી જે સમયે તમે બુકિંગ કરશો તો તે સમેય પેમેન્ટ પણ કરવાનું રહેશે. પેમેન્ટ કરવા માટે તમારી પાસે જે ઓપ્શન હશે, તેમાં ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને યુપીઆઈ સામેલ છે. જો તમારી પાસે Amazon pay ખાતામાં રૂપિયા છે તો તમે ગેસ બુકિંગમાં તેનો ઉપયોગ કરી શકો છો. 

માત્ર 1 ડિસેમ્બર સુધીની તક

4/4
image

Amazon ના માધ્યમથી પેમેન્ટ કરતા જ તમને કન્ફર્મેશન મળી જશે. ગેસ બુકિંગ થવાથી ગેસ ડિસ્ટ્રીબ્યૂટર ગ્રાહકને બુકિંગ આઈટી મોકલે છે. આ રીતે ગેસ સિલેન્ડરના બુકિંગ બાદ તમને કેશબેક મળશે. તેના માટે 3 દિવસની રાહ જોવી પડી શકે છે. તમે 1 ડિસેમ્બર સુધી જ આ કેશબેક સ્કીમનો ફાયદો ઉઠાવી શકો છો.