ગુજરાતમાં ભયંકર વરસાદની આગાહી, અગત્યનું કામ ના હોય તો બહાર ન નીકળવું: 48 કલાક ભારે
Gujarat Flood : ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે અને વાહનવ્યવહારને અસર થઈ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ રાજ્યમાં 1 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. વલસાડ, સુરત અને નવસારીના દક્ષિણ જિલ્લાઓમાં વાપી, કપરાડા, પારડી, ઉમરપાડા અને ખેરગામમાં સૌથી વધુ 250-330 મીમી વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
સિસ્ટમ રાજસ્થાન અને ગુજરાત તરફ આગળ વધી રહી છે
હવામાન વિભાગના અનુમાન મુજબ 27 ઑગસ્ટના રોજ સૌરાષ્ટ્ર તથા કચ્છના વિસ્તારો પર સિસ્ટમ પહોચતા આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ સિસ્ટમ ગુજરાત પર આવતા રાજ્યમાં વરસાદનું જોર વધ્યું છે. હાલની સ્થિતિ પ્રમાણે આ સિસ્ટમ રાજસ્થાન અને ગુજરાત તરફ આગળ વધી રહી છે પરિણામ સ્વરૂપ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખેરગામમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર થયું છે. મુખ્યમંત્રીએ વરસાદ પ્રભાવિત જિલ્લાઓના કલેક્ટરો સાથે બેઠક કરી છે. નર્મદા ડેમના 15 દરવાજા ખોલાયા છે અને 25 ગામને એલર્ટ કરાયા છે. 4 ઈંચ વરસાદમાં અમદાવાદ પાણીમાં ડૂબ્યું છે. AMCની એક બેઠક મળી છે. પૂર્વમાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે અને અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયું છે. ચામુંડા બ્રિજ તરફ આવવાનો રસ્તો સંપૂર્ણ બંધ થઈ ગયો છે. ( તસવીર : MD, India Meteorological Department)
ભારેથી અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર
સોમવાર અને મંગળવારે વડોદરા, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગર અને આણંદ, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા અને કચ્છ જેવા કેટલાક સ્થળોએ ભારે વરસાદની અપેક્ષા છે. IMD એ આવા સ્થળો માટે ભારેથી અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. (તસવીર : windy.com)
હવામાન વિભાગે આપી છે આ આગાહી?
IMDએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિ ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશમાં ઓછા દબાણના વિસ્તારને કારણે છે, જે પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ જવાની શક્યતા છે. તે 27 ઓગસ્ટ સુધીમાં દક્ષિણ રાજસ્થાન અને અડીને આવેલા ઉત્તર ગુજરાત પર ડીપ ડિપ્રેશનમાં વધુ તીવ્ર બનશે. ત્યારપછી, તે લગભગ પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધવાનું ચાલુ રાખશે અને 29 ઓગસ્ટની આસપાસ સૌરાષ્ટ્ર અને કચ્છ અને નજીકના દક્ષિણ પાકિસ્તાનના દરિયાકાંઠે ઉત્તરપૂર્વ અરબી સમુદ્રમાં ઉભરી આવશે. (તસવીર : windy.com)
262 મીમી વરસાદ નોંધાયો હતો
નવસારીના ખેરગામમાં રવિવારે પણ ભારે વરસાદ ચાલુ રહ્યો હતો. સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં રાજ્યમાં સૌથી વધુ 262 મિમી વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રના દક્ષિણ જિલ્લા નર્મદા, વલસાડ, રાજકોટ, ડાંગ, સુરેન્દ્રનગર, છોટા ઉદેપુર, તાપી, મોરબી અને વોદરામાં પણ ભારે વરસાદ થયો હતો. (તસવીર : windy.com)
અગત્યનું કામ ના હોય તો બહાર ન નીકળવું
હવામાન વિભાગે ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, કચ્છ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં ભારે વરસાદની શક્યતાને જોતા ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. અગત્યનું કામ ના હોય તો બહાર ન નીકળવું જોઈએ. ગુજરાતમાં આજે રેડ એલર્ટ છે. જો તમે ફરવા જવાનું પ્લાનિંગ બનાવી રહ્યા હો તો સાચવજો આજે ફરવા નીકળશો તો ફસાશો. રાજ્યમાં સાંબેલાધાર વરસાદની આગાહી છે. આગામી 48 કલાક અતિભારે છે. ગુજરાતમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય છે. (તસવીર : windy.com)
નવસારીમાં 24 કલાકમાં ખેરગામ તાલુકામાં 14.83 ઇંચ વરસાદ
નવસારી જિલ્લાને મેઘો બે દિવસોથી ઘમરોળી રહ્યો છે. નવસારી જિલ્લામાં 48 કલાકથી અનરાધાર વરસેલા મેઘાને કારણે જનજીવન મોટાપાયે પ્રભાવિત થયું છે. નવસારીમાં 24 કલાકમાં ખેરગામ તાલુકામાં 14.83 ઇંચ અને વાંસદા તાલુકામાં 9.75 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ગણદેવી અને ચીખલી તાલુકામાં પાંચ ઇંચ તેમજ નવસારી અને જલાલપોર તાલુકામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જિલ્લાની નદીઓમાં અંબિકા નદી તેની ભયજનક સપાટીથી બે ફૂટ ઉપર વહી રહી છે. (તસવીર : windy.com)
મધ્યપ્રદેશ અને રાજસ્થાન કરતા પણ ગુજરાતમાં વધુ વરસાદ પડે તેવી સંભાવના
ખતરનાક વરસાદી સિસ્ટમ અમદાવાદથી માત્ર 150 કિમી દૂર છે. આવામાં ખરેખર ઈંચમાં નહીં પણ ફૂટમાં વરસાદના એંધાણ છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાન કરતા પણ ગુજરાતમાં વધુ વરસાદ પડે તેવી સંભાવના છે. જો તમારે કોઈ પણ કામ ન હોય તો 72 કલાક માટે ઘરની બહાર નીકળવાનું ટાળો. જન્માષ્ટમીના તહેવારોમાં રમણીય સ્થળોએ ફરવા ગયેલા લોકો અને ખાસ કરીને પર્વતીય વિસ્તારમાં જે લોકો ફરી રહ્યા છે તેઓને સલામતી રાખવા અપીલ છે. (તસવીર : windy.com)
અંબાલાલ પટેલની ખતરનાક આગાહી
આ સિસ્ટમ જ્યાંથી પસાર થઈ ત્યાં ભયંકર પૂર અને ઘાતક સ્થિતિ સર્જાઈ છે. રાજસ્થાન, મધ્યપ્રદેશમાં જ્યાંથી સિસ્ટમ પસાર થઈ ત્યાં ભયંકર સ્થિતિ સર્જાઇ છે. અંબાલાલ પટેલે અન્ય એક આગાહીમાં જણાવ્યુ હતુ કે, તારીખ 26 સુધી ગુજરાતના અલગ-અલગ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે. વલસાડ જિલ્લામાં ગત રોજથી ભારે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈ વલસાડની ઔરંગા નદી બે કાંઠે વહી રહી છે. ઔરંગા નદી બે કાંઠે વહેતા વલસાડ શહેરના નજીક આવેલ ભાગડાખુર્ડ ગામ સંપર્ક વિહોણું થયું છે. જેને લઈ ગામના 1500 જેટલા ગામના લોકો ગામમાં ફસાયા છે. જેને લઈ સ્થાનિકો દ્વારા ફૂડ પેકેટ બનાવી NDRF ની ટીમ સાથે ગામમાં પહોંચાડવામાં આવ્યા હતા. ગામમાં લોકોના ઘરોમાં પાણી હોવાના કારણે રસોઈ ન બની શક્તિ હોવાના કારણે સ્થાનિક યુવાનો દ્વારા NDRF ની મદદ લઇ ફૂડ પેકેટ બોટ મારફતે મોકલાવામાં આવ્યા હતા. (તસવીર : windy.com)
28 ઓગસ્ટની આસસપાસ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે
કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થતાં જન-ધનને નુકસાન થઈ શકે છે. અંબાલાલે કેટલીક સિસ્ટમ બનવાની સાથે તેની અસરથી પણ વરસાદ થવાની આગાહી કરી છે. તારીખ 28 ઓગસ્ટની આસસપાસ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે જે સિસ્ટમનો માર્ગ પણ લગભગ મધ્યપ્રદેશ સુધી અને ગુજરાત સુધી રહેવાની શક્યતાઓ છે. (તસવીર : windy.com)
Trending Photos