Hyderabad Case : હૈદરાબાદ ગેંગરેપ હત્યાના આરોપીઓનું એન્કાઉન્ટર, કેવી રીતે ઠાર થયા, Graphics દ્વારા જાણો

Hyderabad Case telangana police encounter : આરોપીઓને આજે વહેલી સવારે ક્રાઈમ સીન રિક્રિએટ માટે લઈ જવામાં આવ્યાં ત્યારે પોલીસના જણાવ્યાં મુજબ આરોપીઓએ પોલીસકર્મીઓ પાસેથી હથિયાર છીનવી લીધા અને ભાગવાની  કોશિશ કરી.

હૈદરાબાદ: હૈદરાબાદ (Hyderabad) માં એક યુવા મહિલા પશુ ચિકિત્સકના ગેંગરેપ અને હત્યાના એક સપ્તાહ બાદ  પોલીસે શાદનગર પાસે એક અથડામણ (Encounter) માં ચાર આરોપીઓનો ખાતમો કર્યો. આરોપીઓને આજે વહેલી સવારે ક્રાઈમ સીન રિક્રિએટ માટે લઈ જવામાં આવ્યાં ત્યારે પોલીસના જણાવ્યાં મુજબ આરોપીઓએ પોલીસકર્મીઓ પાસેથી હથિયાર છીનવી લીધા અને ભાગવાની  કોશિશ કરી. આ દરમિયાન તેમણે પોલીસકર્મીઓ પર ફાયરિંગ પણ કર્યું. હૈદરાબાદથી લગભગ 50 કિમી દૂર શાદનગર નજીક ચટનપલ્લી પાસે તેઓ ભાગવાની કોશિશ કરી હતી. આરોપીઓએ 27 નવેમ્બરની રાતે હૈદરાબાદના બહારના વિસ્તાર શમશાબાદ પાસે પીડિતાનો ગેંગરેપ કરીને હત્યા કરી અને ત્યારબાદ મૃતદેહને બાળી મૂક્યો હતો. તપાસના ભાગ રૂપે તેમને ક્રાઈમ સીન રિક્રિએટ કરવા માટે ઘટનાસ્થળે લઈ જવાયા હતાં. જ્યાં તેમણે ભાગવાની કોશિશ કરી અને પોલીસે તેમને ઠાર કર્યાં હતાં. બધા તેલંગણાના નારાયણપેટ જિલ્લાના રહીશ હતાં. એન્કાઉન્ટરની આ સમગ્ર ઘટના ગ્રાફિક્સ દ્વારા જાણો...

હૈદરાબાદ રેપ કેસ: બચાવમાં પોલીસે કર્યુ ફાયરિંગ

1/4
image

1. આરોપીઓને પોલીસ ક્રાઈમ સીન લઈને ગઈ. વહેલી સવારે પોલીસ ક્રાઈમ સીન પર પહોંચી. આરોપીઓ બસમાં અને પોલીસ જીપમાં સવાર હતી. 

હૈદરાબાદ રેપ કેસનું રીક્રિએટ કરતાં કર્યો હુમલો

2/4
image

2. ઘટનાસ્થળ પર ક્રાઈમ સીન રીક્રિએટ કરવા માટે ઉતર્યાં. આરોપીઓએ પોલીસ પર  હુમલો કર્યો. 

હૈદરાબાદ રેપ કેસના આરોપીઓએ પોલીસ પર કર્યો હુમલો

3/4
image

3. આરોપીઓએ પોલીસકર્મીઓ પાસેથી હથિયાર છીનવીને તેમના પર હુમલો કર્યો અને ભાગવાની કોશિશ કરી. 

હૈદરાબાદ ગેંગરેપ કેસના આરોપીઓ થયા ઠાર

4/4
image

4. ભાગતા આરોપીઓનું પોલીસે એન્કાઉન્ટર કર્યું. એન્કાઉન્ટરમાં ચારેય આરોપીઓ માર્યા ગયા. (Graphics- ઝી ન્યૂઝ ગ્રાફિક્સ ટીમ)