PHOTO : દેશભરમાં સ્વતંત્રતા દિવસની સાથે રક્ષાબંધન પર્વની ઉલ્લાસભેર ઉજવણી

આજે દેશમાં સ્વતંત્રતા દિવસ અને રક્ષાબંધન એમ બે પર્વ એક જ દિવસે ઉજવાઈ રહ્યા છે. બહેનો દ્વારા ભાઈને રાખડી બાંધીને પોતાની સુરક્ષાનું વચન લેવાની વર્ષો જૂની પરંપરા દેશમાં ચાલી આવી રહી છે. 
 

નવી દિલ્હીઃ આજે સમગ્ર દેશમાં રક્ષાબંધનનો તહેવાર ઉલ્લાસપૂર્વક ઉજવાયો હતો. સોશિયલ મીડિયામાં ભાઈ-બહેનની રાખડી બાંધેલી તસવીરો આજે ખુબ જ વાયરલ થઈ રહી છે. સમગ્ર દેશમાં આજે એક જ દિવસે બે તહેવાર હોવાના કારણે એક અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે. (તમામ તસવીરો સાભારઃ ANI/Twitter)

સામુહિક જનોઈ કાર્યક્રમ

1/13
image

રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણો જનોઈ બદલતા હોય છે. પ્રયાગરાજ ખાતે જનોઈ બદલવાનો સામુહિક કાર્યક્રમ આયોજિત કરાયો હતો. 

ભાઈની અનોખી ગિફ્ટ

2/13
image

રક્ષાબંધનના આ પાવન પર્વ પર બિહારમાં એક ભાઈએ તેની બહેનને શૌચાલયની અનોખી ભેટ આપી હતી. 

અટારી-વાઘા બોર્ડર પર રક્ષાબંધન

3/13
image

અટારી-વાઘા બોર્ડર પર ફરજ બજાવતા બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોને રાખડી બાંધવા માટે અનેક બહેનો પહોંચી હતી. 

મુખ્તાર અબ્બાસ નકવીએ રક્ષાબંધન ઉજવી

4/13
image

કેન્દ્રીય મંત્રી સાધવી નિરંજન જ્યોતિએ કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીને રાખડી બાંધી હતી. 

આનંદીબેને યોગી આદિત્યનાથને બાંધી રાખડી

5/13
image

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વ ઉજવ્યું હતું. 

અર્ધલશ્કરી દળના જવાનોને રાખડી બાંધી

6/13
image

પ્રયાગરાજમાં બહેનોએ અર્ધલશ્કરી દળોના જવાનોને રાખડી બાંધીને દેશની સુરક્ષાનું વચન લીધું હતું. 

અટારી-વાઘા બોર્ડર પર રક્ષાબંધન

7/13
image

અટારી-વાઘા બોર્ડર પર ફરજ બજાવતા જવાનોને અહીં આવેલી બહેનોએ રાખડી બાંધી હતી. જવાનોએ પણ બહેનો સાથે સેલ્ફી ખેંચાવી હતી. 

વડાપ્રધાન પણ બંધાવી રાખડી

8/13
image

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશની બહેનો પાસે રાખડી બંધાવી હતી. 

સ્પેશિયલ રાખી મોમેન્ટ

9/13
image

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાખડી બાંધવા માટે દિવ્યાંગ બાળકો પણ પહોંચ્યા હતા. વડાપ્રધાન આ બાળકોને જોઈને ભાવવિભોર થઈ ગયા હતા અને તેમણે ખુબ જ હર્ષ સાથે રાખડી બંધાવી હતી. 

ભાઈચારાનો તહેવાર

10/13
image

પ્રયાગરાજમાં હિન્દુ બહેનોએ મુસ્લિમ ભાઈઓને રાખડી બાંધીને ભાઈચારાનો સંદેશો ફેલાવ્યો હતો. 

હરસિમરત કૌર બાદલે ઘરે ઉજવી રક્ષાબંધન

11/13
image

કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌરે પોતાના ઘરે રક્ષાબંધન ઉજવી હતી. તેમણે ઘરે સુરક્ષામાં તૈનાત જવાનોને રાખડી બાંધી હતી. 

નાના બાળકો પહોંચ્યા પીએમ હાઉસ

12/13
image

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાખડી બાંધવા માટે નાના ભુલકાઓ પણ પીએમ હાઉસ પહોંચ્યા હતા.

જમ્મુ-કાશ્મીરમાં રક્ષાબંધન પર્વ

13/13
image

જમ્મુ-કાશ્મીરના પૂરા સેક્ટરમાં સેનાના જવાનોને અહીં રહેતી બહેનોએ રાખડી બાંધી હતી. સેનાના જવાનોએ એક-બીજાને મીઠાઈ ખવડાવીને સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરી હતી.