વડાપ્રધાન મોદીએ આપી મેટ્રોને લીલીઝંડી, જુઓ તસવીરો

14 વર્ષથી અમદાવાદની જનતા જેની રાહ જોઈ રહી હતી, તે મેટ્રો પ્રોજેક્ટ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુલ્લી મુકી છે . આજે વસ્ત્રાલથી એપેરલ પાર્ક સુધીના રુટ પર પહેલી મેટ્રો ટ્રેન દોડશે. તેઓ ગુજરાતનો સૌથી મોટા એવા મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી હતી. સૌથી રોમાંચક માહિતી એ છે કે, 10 દિવસ સુધી અમદાવાદીઓ મેટ્રો ટ્રેનની મફત મુસાફરી કરી શકશે.

14 વર્ષથી અમદાવાદની જનતા જેની રાહ જોઈ રહી હતી, તે મેટ્રો પ્રોજેક્ટ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુલ્લી મુકી છે . આજે વસ્ત્રાલથી એપેરલ પાર્ક સુધીના રુટ પર પહેલી મેટ્રો ટ્રેન દોડશે. તેઓ ગુજરાતનો સૌથી મોટા એવા મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી હતી. સૌથી રોમાંચક માહિતી એ છે કે, 10 દિવસ સુધી અમદાવાદીઓ મેટ્રો ટ્રેનની મફત મુસાફરી કરી શકશે.

સામાન્ય લોકો માટે 6 માર્ચથી મેટ્રો ટ્રેન શરૂ કરાશે

1/6
image

પીએમ મોદી વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધીના 6.5 કિલોમીટરના મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહ્યા હતા.

ઉત્તર દક્ષિણ અને પૂર્વ પશ્ચિમ કોરીડોર મળી કુલ 40 કીલોમીટરનો રૂટ

2/6
image

પૂર્વ-પશ્ચિમ કોરિડોરનું અંતર 20.73 કિલોમીટર છે. જ્યારે ઉત્તર-દક્ષિણ કોરિડોરનું અંતર 18.25 કિલોમીટર છે.

ઇસ્ટ-વેસ્ટ કોરીડોરના 7 કીમીમાં કુલ 4 અંડરગ્રાઉન્ટ સ્ટેશન

3/6
image

શહેર સહિત ગુજરાતની પ્રજાની મેટ્રો ટ્રેનની સવારી માટેની રાહ હવે પૂર્ણ થઇ ગઇ છે. આખરે પ્રધાનમંત્રી મોદીના હસ્તે અમદાવાદ મેટ્રોના ફેઝ-1 ના સાડા છ કીલોમીટર રૂટનું લોકાપર્ણ કરવામાં આવ્યુ. વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક સુધીના રૂટ પર ટ્રેનને ફ્લેગઓફ કરાવ્યા બાદ મોદી સહીતના મહાનુભાવોએ નિરાંત ચોકડી સુધી મેટ્રો ટ્રેનની મુસાફરી પણ માણી હતી. 

ડ્રાઇવર લેસ પધ્ધતીથી ચાલશે ટ્રેન

4/6
image

લોકસભા ચૂંટણીના આ વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વધુ એક ડ્રીમપ્રોજેક્ટ સાકાર થઇ ગયો છે. અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટના ફેઝ-1 અંતર્ગત ઇસ્ટવેસ્ટ કોરીડોર પર આવેલા વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક સુધીના 6.5 કીલોમીટર રૂટનો પ્રધાનમંત્રી મોદીએ લોકાપર્ણ કર્યુ.

3 કોચમાં મળી 1017 મુસાફરો સમાવવાની ક્ષમતા

5/6
image

ઉલ્લેખનીય છે કે, તંત્રએ મેટ્રોનો ઉપયોગથી 63 લાખની વસ્તીને લાભ થવાની શક્યતા વ્યક્ત કરી છે. આ ઉપરાંત ગાંધીનગર સુધી મેટ્રો રૂટ લંબાવવાથી ગાંધીનગરની વિવિધ મહત્વની શૈક્ષણિક સંસ્થાઓ ઉપરાંત સરકારી કચેરીઓને પણ જોડી શકાશે.

અંડરગ્રાઉન્ડ ટનલનું કામ શરૂ થયું

6/6
image

જે રીતે એપરલ પાર્ક થી કાલુપુર સુધીનું અન્ડરગ્રાઉન્ડ ટનલનું કામ પૂર્ણ થયું છે. તેવી જ રીતે અન્ય બે ટીબીએમ મશીનો દ્વારા કાલુપુર થી રીવરફ્રન્ટ સુધીનું કામ પણ પુરજોશમાં ચાલી રહ્યું છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનનાં સત્તાધીશોની માનીએ તો, તેમના મુજબ 60 ટકા જેટલુ અન્ડરગ્રાઉન્ડ ટનલનું કામ પૂર્ણ થઈ ગયું છે. અન્ડરગ્રાઉન્ડ ટનલમાં ક્રોસ પેસેજ, ફર્સ્ટ સ્ટેજ કોન્ક્રીટ પ્લીન્થનું કામ ચાલી રહ્યું છે.