અભિનેત્રીમાંથી સાંસદ બનેલી મિમી ચક્રવર્તી અને નુસરત જહાં વિશેષ સ્ટાઈલમાં પહોંચી સંસદ, ફોટા થયા વાયરલ

લોકસભા ચૂંટણી 2019માં આ વખતે અનેક નવા સાંસદો ચૂંટાઈને આવ્યા છે, કેમ કે પાર્ટીઓ દ્વારા આ વખતે અનેક જૂના સાંસદોની ટિકિટ કાપવામાં આવી હતી. સંસદમાં આ વખતે ગ્લેમર પણ જોવા મળશે, કેમ કે આ વખતે ફિલ્મ અભિનેતા-અભિનેત્રીઓની ચૂંટાવાની સંખ્યા વધુ છે અને સાથે જ અનેક નવી પેઢીના યુવા સાંસદો પણ ચૂંટાઈને આવ્યા છે 
 

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019ના પરિણામ પછી હવે યુવા સાંસદો અને ચૂંટાયેલી ફિલ્મ અભિનેત્રીઓની ચર્ચા ખૂબ થઈ રહી છે. આ વખતે પશ્ચિમ બંગાળમાંથી પણ કેટલાક અભિનેતા-અભિનેત્રીઓ આવી છે. તેમાંથી તૃણમુલ કોંગ્રેસની મિમી ચક્રવર્તી અને નુસરત જહાંની આજકાલ ખુબ જ ચર્ચા છે. સંસદમાં તેઓ જ્યારે પ્રથમ વખત પહોંચી ત્યારે તેમણે પહેરેલા ડ્રેસને કારણે તેમની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ છે અને લોકો તેમની ચર્ચા પણ કરી રહ્યા છે. 
 

ટીએમસીમાંથી ચૂંટણી લડી પહોંચી છે સંસદ

1/4
image

પશ્ચિમ બંગાળમાં સત્તામાં રહેલી તૃણમુલ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાયેલી નુસરત જહાં અને મિમિ ચક્રવર્તીની આજકાલ સોશિયલ મીડિયા પર ખુબ જ ચર્ચા થઈ રહી છે. તેમના અગાઉ બનાવેલા વીડિયો અને ફિલ્મોની તસવીરો પણ વાયરલ થઈ રહી છે. 

વેસ્ટર્ન ડ્રેસમાં પહોંચી હતી સંસદ

2/4
image

મિમી ચક્રવર્તી પશ્ચિમ બંગાળની જાધવપુર સીટ પરથી ચુંટાઈ છે, જ્યારે નુસરત જહાં બશીરહાટ સીટ પરથી ચૂંટાઈને સંસદ પહોંચી છે. તેમણે સંસદ ભવન પહોંચીને પોતાના આઈડન્ટીટી કાર્ડ સાથે ફોટો ખેંચાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. આ બંને અભિનેત્રીને સંસદ ભવનમાં વેસ્ટર્ન ડ્રેસમાં પહોંચવા અંગે ટ્રોલ કરવામાં આવી રહી છે. 

કોઈ પરવાહ નથી

3/4
image

મિમીને લોકો દ્વારા કરવામાં આવેલી આ ટીકાની કોઈ ચિંતા નથી. મિમીની મેનેજર રુદ્રદીપ બેનરજીએ જણાવ્યું કે, મિમી આવી ટીકાઓને કોઈ મહત્વ આપતી નથી. નુસરત જહાંનો ફોન પર સંપર્ક કરાયો, પરંતુ તેણે કોઈ જવાબ આપ્યો ન હતો.   

કોણ છે મિમી ચક્રવર્તી

4/4
image

મિમી ચક્રવર્તી બંગાળી ફિલ્મો અને ટેલિવીઝનનું જાણીતું નામ છે. ફિલ્મોમાં આવતા પહેલાં તેણે મોડેલિંગ પણ કર્યું છે. મિમી ચક્રવર્તીની ડેબ્યુ ફિલ્મ 'બપી બારી જા' હતી, જે 2012માં રિલીઝ થઈ હતી.