Relationship: રૂપરૂપના અંબાર સમી ઘરમાં પત્ની હોય છતાં પારકી કેમ લાગે છે વ્હાલી, આ છે 5 કારણો
Relationship: પુરૂષનો સ્વભાવ જ છે કે પડોશીની પત્ની જ વ્હાલી લાગે છે. ઘરમાં રૂપરૂપના અંબાર સમી પત્ની હોય તો પણ દરેકને પારકી જ કેમ વ્હાલી લાગે છે. આ બાબતે કોઈની પાસે જવાબ નથી છતાં પણ ઘણા કારણો બહાર આવ્યા છે. જાણીને તમને પણ નવાઈ લાગશે. રિલેશનશીપના સંબંધો કાચા તાંતણે બંધાયેલા હોય છે એમાં ખેંચતાણ કરવી નકામી છે. આ માટેના કારણો પણ છે જે તમને વિગતવાર સમજાવશે..
Trending Photos
Relationship : આ ઘર ઘરની કહાની છે. પુરૂષની નજર હંમેશાં ખૂબસુરત છોકરીઓને શોધતી હોય છે. જો અરેન્જ મેરેજ કર્યા હોય તો ઠીક છે પરંતુ લવ મેરેજ કર્યા હોય તો પણ આવી સમસ્યાઓ તેમાં પણ જોવા મળતી હોય છે. કારણ કે જે યુવતી કે યુવક સાથે તમે લગ્ન કર્યા હોય તેની સાથે પહેલા તો જાણે સ્વર્ગ જેવો અનુભવ થતો હોય છે. પરંતુ પછી જેમ જેમ સમય જાય તેમ તેમ તેમા કંટાળો પણ ઉદભવતો હોય છે. આ જ કારણોસર રિલેશનશીપ ખતરામાં આવી જાય છે. તમે પણ આ જ સ્થિતિમાં હો તો સાચવજો નહીં તો લગ્ન જીવન બરબાદ થતાં વાર નહીં લાગે... આમ છતાં આ માટે કેટલાક કારણો છે જે અમે તમને જણાવી રહ્યાં છીએ...
પુરૂશનું મન એક જગ્યાએ ટકતું નથી એ હકિકત છે
ભૂલથી પણ તમે રિલેશનશીપમાં એકબીજા પર આરોપો મૂકશો તો આ સંબંધો કેટલો લાંબો સમય ચાલશે એનું કોઈ નક્કી નથી. સંબંધોમાં આજકાલ આ સમસ્યાઓ જોવા મળતી હોય છે. ત્યારે એમ થાય આવું કેમ થાય છે.આમ પણ પુરૂશનું મન એક જગ્યાએ ટકતું નથી એ હકિકત છે. તમને આ હકિકતો જાણીને નવાઈ પણ લાગશે.
મનમાં રહેલી અધૂરી ઈચ્છાઓ
દરેક વ્યક્તિના મનમાં તેના જીવનસાથી અંગે એક છબી બનેલી હોય છે. જેને પામવાની તેને હંમેશા ઈચ્છા હોય છે. પરંતુ રિયલ લાઈફમાં આવી જ વ્યક્તિ મળે તે જરૂરી નથી હોતું. આવામાં વ્યક્તિ જે પણ મળે તેમાં સંતોષ મેળવવાનું શીખી જાય છે. પરંતુ જ્યારે તે કોઈ બીજામાં આ ગુણો જુએ તો તે તેના તરફ ખેંચાતો જાય છે. આવામાં જો તમારા પતિ કોઈ અન્ય મહિલાના બહુ વખાણ કરે તો શકય છે કે તેઓ હંમેશાથી એવી સ્ત્રીને પોતાની પત્ની તરીકે ઈચ્છતા હોય તેવું પણ હોઈ શકે.
પત્ની સાથે વાત વાતમાં ઝઘડો થવો
મિત્રો ભેગા થાય ત્યારે આ જ ચર્ચાઓ હોય છે. દરેકને પોતાની કરતાં બીજાની પત્નીના સારા ગુણો દેખાય છે. તારી લાઈફ સારી યાર...તારી પત્ની કેટલી સીધી છે...દરેક વ્યક્તિ ઈચ્છે કે તે હંમેશા તેની ઈચ્છા મુજબ જીવે. તેણે કોઈને જવાબ ન આપવો પડે. પરંતુ જ્યારે પત્ની તેજ હોય તો પુરુષોની સુખ શાંતિ જાણે છીનવાઈ ગયું એવું તેમને ફીલ થાય છે. તેમને એવા લોકોની પત્ની ગમતી હોય છે કે જે તેમના પતિથી દબાઈને રહેતી હોય. તેમના ખોટા કામો વિશે પૂછવાની હિંમત સુદ્ધા ન હોય.
ઘણાને બારીઓમાંથી પણ ડોકિયાં કરવાની ટેવ
ઘરમાં રૂપરૂપના અંબાર સમી પત્ની હોય તો પણ દરેકને પારકી જ કેમ વ્હાલી લાગે છે. આ બાબતે કોઈની પાસે જવાબ નથી છતાં પણ ઘણા કારણો બહાર આવ્યા છે. ઘરમાં ગમે તેવી પત્ની હોય પણ પડોશીની ઝલક જોવા મળે તો પણ ઘણાનું દિલ ખુશ થઈ જતું હોય છે. ઘણાને બારીઓમાંથી પણ ડોકિયાં કરવાની ટેવ હોય છે પણ આ કારણો પાછળ પણ કારણો જવાબદાર છે.
આદતો સુધારવામાં મુશ્કેલી..
લગ્ન બાદ પુરુષ અને સ્ત્રીના જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જતા હોય છે. બંનેએ પોતાની એ આદતોમાં સુધાર કરવો પડે છે જે જીવનસાથીને દુખી કરી શકે છે. આ ચીજને કરવામાં સૌથી વધુ પરેશાની પુરુષોને થતી હોય છે. કારણ કે લગ્ન પહેલા તેઓ કોઈ પણ રોકટોક પહેલા રહેતા હોય છે. આવામાં અચાનક લગ્ન થઈ જાય પછી આદતો સુધારવામાં મુશ્કેલી પડતી હોય છે. આજે અમે તેમને એવા જ કેટલાક કારણો વિશે જણાવીશું કે પત્ની ગમે તેટલી સુંદર, સુશીલ હોય પરંતુ પતિને કેમ બીજાની પત્ની કે પારકી મહિલા પાછળ મન લાગતું હોય છે.
પત્ની પરવા ન કરતી હોય
દરેક પતિ ઈચ્છે છે કે તેની પત્ની તેની દરેક પસંદ નાપસંદનું ધ્યાન રાખે. પરંતુ જ્યારે એવું ન થાય ત્યારે તે પત્નીથી ઈમોશનલી દૂર થવા લાગે છે અને જ્યારે તે બીજાની પત્નીમાં આ વસ્તુ જુએ તો તે બીજાની પત્નીના વખાણ કરતા પોતાને રોકી શકતો નથી.
મજા ન આવે તો દૂર થાય છે
પુરુષનું મન ખુબ ચંચળ હોય છે. જો તેમને કોઈ ચીજમાં મજા ન આવે તો તેઓ તરત તે વસ્તુથી અંતર જાળવી લે છે. પરંતુ લગ્નના સંબંધમાં રહેવાની મજબૂરીના કારણે તેઓ પોતાના જીવનસાથી સાથે આમ કરી શકતા નથી. પણ એ વાત તેમને હંમેશા એવો અહેસાસ કરાવતો રહે છે કે તેઓ તેમના લગ્નમાં ખુશ નથી. આ પોઈન્ટ પર તેમને તેમની પત્ની નહીં પરંતુ બીજાની પત્ની કે પારકી મહિલા સારી લાગતી હોય છે.
આઝાદી છીનવાઈ જવાનો ડર
મહિલા કરતાં પુરષનું મન હંમેશાં ચંચળ હોય છે. એક જગ્યાએ સ્થિર થઈ શકતું નથી. તમને યકીન નહીં થાય પણ લવ મેરેજ કરનાર કપલમાં પણ છૂટાછેડાનું પ્રમાણ વધારે હોય છે. ક્યાંકને ક્યાંક તેઓ પોતાની આઝાદી છીનવાઈ જવા બદલ પત્નીને પણ જવાબદાર ગણી લેતા હોય છે. પછી તો સ્થિતિ એવી પણ પેદા થઈ જતી હોય છેકે તેઓ તેમની પત્નીને બાજુ પર હડસેલી દુનિયાની બીજી મહિલાઓને સારી ગણવા લાગતા હોય છે. પતિનું આમ કરવા પાછળ બીજા પણ અનેક કારણો હોય છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે