SBI ના લાખો ખાતાધારકો માટે સારા સમાચાર, ATMથી પૈસા કાઢવા માટે ડેબિટ કાર્ડની જરૂર નહીં

એટીએમ મશીનથી પૈસા કાઢવા માટે એટીએમ કાર્ડની જરૂર હોય છે. પરંતુ હવે એટીએમ કાર્ડ ન હોય તો પણ ગ્રાહકો પૈસા કાઢી શકે છે. આ માટે બસ તમારી પાસે ફોન હોવો જરૂરી છે. 

SBI ના લાખો ખાતાધારકો માટે સારા સમાચાર, ATMથી પૈસા કાઢવા માટે ડેબિટ કાર્ડની જરૂર નહીં

Withdraw Cash Without ATM Card: ટેક્નોલોજી હવે દિન પ્રતિદિન એડવાન્સ્ડ થઈ રહી છે. બેંકોમાં પૈસા કાઢવા માટે લાઈનો જોવા ન મળે એટલે એટીએમ મશીન આવી ગયા. જેનાથી પરેશાન થયા વગર હવે તમે પૈસા કાઢી શકો. એટીએમ મશીનમાંથી પૈસા ઉપાડવા માટે તમને એટીએમ કાર્ડની જરૂર પડતી હતી. જે હવે નહીં પડે. હવે એટીએમથી પૈસા કાઢવા માટે તમારી પાસે ફક્ત તમારા ફોનનું હોવું જરૂરી છે. જેનાથી ફ્રોડના કેસમાં પણ ઘટાડો થઈ શકશે. 

QR કોડથી કાઢો પૈસા
અનેક બેંકોમાં પહેલેથી જ ગ્રાહકો માટે કાર્ડ વગર ઉપાડની સુવિધા આવી ચૂકી છે. પરંતુ રિઝર્વ બેંકે તેના દાયરાને વધારી દીધો છે. હવે એસબીઆઈના એટીએમમાંથી પણ પૈસા કાઢવા માટે કાર્ડની જરૂર નહીં પડે. આ માટે તમારી પાસે ફક્ત એક સ્માર્ટફોન હોવો જરૂરી છે. જેના દ્વારા યુપીઆઈથી તમે પૈસા કાઢી શકો છો. 

કેવી રીતે કાઢવા પૈસા
પૈસા કાઢવા માટે સૌથી પહેલા તમે એટીએમ પર જાઓ. એટીએમમાં તમને બે વિકલ્પ જોવા મળશે. જેમાં પહેલો UPI અને બીજો કેશનો હશે. ત્યારબાદ યુપીઆઈ પર ક્લિક કરો. પછી કેટલી કેશ કાઢવાની છે તેના વિશે તમને પૂછવામાં આવશે, તેમાં અમાઉન્ટ ભરો. ત્યારબાદ સ્ક્રીન પર ક્યુઆર કોડ ખુલીને સામે આવી જશે. તેને તમારા ફોનમાં રહેલા BHIM, Paytm, GPay, PhonePe કોઈ પણ એપથી સ્કેન કરો. ત્યારબાદ તમારી બેંકની પસંદગી કરીને પીન નાખો. પછી સક્સેસફૂલ પેમેન્ટનો મેસેજ આવશે. હવે સ્ક્રીન પર કન્ટિન્યુનું બટન દેખાશે જેના પર ક્લીક કરીને તમે તમારી ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રીની જાણકારી લઈ શકો છો. ત્યારબાદ જેટલી અમાઉન્ટ તમે નાખી હતી તે કાઢી શકાશે.

એટીએમ કાર્ડથી પૈસા કાઢવા સેફ છે પરંતુ ઘણીવાર તેમાં ગ્રાહકો સાથે ફ્રોડના કેસ  સામે આવે છે. કાર્ડ સ્કિમિંગ, કાર્ડ ક્લોનિંગ જેવા ફ્રોડથી બચી શકાય છે. 

- Enter the Amount
- Scan the QR code
- Pay via UPI App
- Collect Cash from ATM

Debit Card May Be Non Existent in Future

This is an Incredible Innovation by Digital India pic.twitter.com/blo7syiMDH

— Ravisutanjani (@Ravisutanjani) September 24, 2024

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news