Janmashtami 2022: શું છે શ્રી કૃષ્ણના નામનો સાચો અર્થ? જાણો કૃષ્ણના એવા નામ જે તમે પણ નહીં જાણતા હોવ

Janmashtami 2022: હાથીઘોડા પાલખી... જય કનૈયા લાલકી...આ નાદ સાથે આજે સૌ કોઈ કૃષ્ણમય બની ગયું છે. કારણકે, આજે જગતના પાલનહાર, જગદિશ, જગતપતિ, જગતના નાથ, વાસુદેવ, લીલાધર, મુરલીધર, ગીરધર, રણછોડ, દ્વારિકાધીશ અને ભગવાન શ્રીકૃષ્ણ સહિત અનેક નામોથી જાણીતા કનૈયાનો જન્મ દિવસ છે. દરેકના મનમાં એક કૃષ્ણ, એક કનૈયો એક મુરલીધર વસેલો છે. નામો ભલે અલગ હોય પણ ભક્તિનો ભાવ એક જ છે. ત્યારે જાણીએ શ્રીકૃષ્ણ ભગવાનના વિવિધ નામો અને તેના અર્થ વિશે...

Janmashtami 2022: શું છે શ્રી કૃષ્ણના નામનો સાચો અર્થ? જાણો કૃષ્ણના એવા નામ જે તમે પણ નહીં જાણતા હોવ

રાજન મોદી, અમદાવાદઃ શું છે શ્રી કૃષ્ણનો અર્થ? કેટલા છે ભગવાન કૃષ્ણના નામ? કયા નામનો કયો છે અર્થ? કેમ નિરંજન કહેવાયા શ્રી કૃષ્ણ? શ્રીકાંત નામ કેમ ભગવાને ધારણ કર્યું? જાણવા જેવો છે ભગવાનના 108 નામનો અર્થ. આજે જન્માષ્ટમીના પવિત્ર પર્વ પર દેશ અને દુનિયામાં વસતા કરોડો હિન્દુ કૃષ્ણ ભક્તિમય બની જશે. ગુજરાતીમાં તમે એક ભજન સાંભળ્યું હશે કે 'હરિ તારા નામ છે હજાર..કયા નામે લખવી કંકોત્રી?'. ભગવાનના અનેક નામ છે  અને આ દરેક નામનો કંઈક વિશે અર્થ છે તેની સાથે કંઈક અલગ-અલગ કથાઓ જોડાયેલી છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના 108 નામ અને તેના અર્થ વિશે જાણીશું. ભગવાન શ્રીકૃષ્ણના તમે કેટલાંક નામથી પરચિત હશો અને કેટલાક નામ તમે નહીં જાણતા હોવ, અહીં અમે આપને ભગવાનના 108 નામ વિશે સંપૂર્ણ જાણકારી આપીશું. એટલું જ નહીં તે નામનો અર્થ પણ જણાવીશું. ભગવાનના 108 નામોમાંથી એક નામ શ્રી કૃષ્ણ પણ છે. શું થાય છે શ્રી કૃષ્ણનો અર્થ શું તમે જાણો છો? રોચક માહિતી

શું છે શ્રી કૃષ્ણનો અર્થ?

  • શ્રીકૃષ્ણના નામનો સાચો અર્થ જાણવા જેવો છે. એક શબ્દમાં કહીએ તો કૃષ્ણએ ધરતી પર આપણાં સૌના મિત્ર છે. કૃષ્ણએ સખા છે સાથી છે. ​કૃષ્ણએ મિત્રતાનું પ્રતિક છે. ભગવાને હંમેશા કહ્યું છેકે, મને હંમેશા મિત્ર તરીકે જુઓ.
  • કર્મ+મર્મ+ધર્મ= કૃષ્ણ. ધર્મની સ્થાપના, કર્મનું જ્ઞાન અને મર્મની શીખ એટલે કૃષ્ણ.
  • કૃષ્ણએ સર્જક છે, કૃષ્ણએ સર્જનહાર છે. કૃષ્ણએ પાલનહાર છે. કૃષ્ણએ પાલક પિતા છે.
  • કૃષ્ણએ દરેક સમસ્યાઓનું સમાધાન છે.
  • કૃષ્ણએ ત્યાગનું ઉત્તમ પ્રતિક છે. જેણે પોતાના જીવનમાં પોતાની ગમતી દરેક વ્યક્તિ-વસ્તુઓનો હસતા મુખે ત્યાગ કર્યો.
  • શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુના 8માં અવતાર માનો એક અવતાર છે, અને તેમના દ્વારા શ્રીમદ્ ભાગવત ગીતાનો ઉપદેશ આખા વિશ્વમાં મળ્યો. શ્રી કૃષ્ણના એક નહીં પણ ઘણાં નામ છે, જેના વિષે તમને કદાચ ખબર નહિ હોય. લોકો નું એવું પણ માનવું છે, કે કોઈ પણ ચંદ્રગ્રહણ દરમિયાન શ્રી કૃષ્ણના 108 નામનો જાપ કરવાથી તમારા જીવનની બધી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે.

108 નામ અને તેનો અર્થઃ-
1-    આદિત્ય
અદિતિ દેવીનો પુત્ર

2-    નિરંજન 
સૌથી શ્રેષ્ઠ

3-    મોહન
તે જે બધાને આકર્ષિત કરે છે

4-    વિશ્વામૂર્તિ
સંપૂર્ણ બ્રહ્માંડનું સ્વરૂપ

5-    વૃષ્પર્વ
ધર્મના ભગવાન

6-    શ્રીકાંત
અદભૂત સૌન્દર્યનો સ્વામી

7-    જ્યોતિરાદિત્ય
જેની પાસે સૂર્યનું તેજ છે

8-    અર્ધચંદ્રાકાર
જેનો આકાર નથી

9-    સ્વર્ગપતિ
સ્વર્ગનો રાજા

10-    કેશવ
જેની પાસે લાંબા, કાળા વાળ છે

11-    હરિ
પ્રકૃતિના ભગવાન

12-    આદેવ
દેવતાઓના દેવ

13-    સુમેધ
સર્વ

14-    અનંતા
અનંત દેવ

15-    જગતગુરુ
બ્રહ્માંડના ગુરુ

16-    સદ્ગુણ
શુદ્ધ વ્યક્તિત્વ

17-    શ્યામસુંદર
શ્યામ રંગમાં પણ સુંદર દેખાતો

18-    સુદર્શન
રૂપ વાન

19-    બાલ ગોપાલ
ભગવાન શ્રીકૃષ્ણનું બાળ સ્વરૂપ

20-    જયંતા
બધા દુશ્મનોને પરાજિત કરનાર

21-    માધવ
જ્ઞાનનો ભંડાર

22-    નારાયણ
બધાંને શરણ આપનાર

23-    જ્ઞાનેશ્વર
સર્વ જ્ઞાની દેવ

24-    વિશ્વરૂપ
બ્રહ્માંડના લાભ માટે સ્વરૂપ ધારણ કરનાર એક દેવ

25-    લક્ષ્મીકાંત
દેવી લક્ષ્મીના દેવતા

26-    શાંતાહ
શાંત ભાવના ધરાવનાર દેવ

27-    પ્રજાપતિ
સર્વ જીવોનો ભગવાન

28-    પરબ્રહ્મ
સંપૂર્ણ સત્ય

29-    વિશ્વદક્ષિણા
કુશળ અને કાર્યક્ષમ દેવ

30-    વૈકુંથનાથ
સ્વર્ગનો રહેવાસી

31-    જગન્નાથ
આખા બ્રહ્માંડના દેવ

32-    ત્રિવિક્રમા
ત્રણેય વિશ્વનો વિજેતા

33-    મદન
પ્રેમનું પ્રતીક

34-    કૃષ્ણ
શ્યામ રંગ

35-    અનાયા
જે દેવનો કોઈ માલિક નથી

36-    પુરુષોત્તમ
સૌથી શ્રેષ્ઠ માણસ

37-    ગોવિંદા
ગાય, પ્રકૃતિ, જમીનનો પ્રેમી દેવ.

38-    પદ્મનાભ
જેની પાસે કમળ આકારની નાભિ છે

39-    સુરેશમ
બધા જીવોનો ભગવાન

40-    સહસ્ત્ર પ્રકાશ
હજાર આંખોવાળા દેવ

41-    મનમોહન
એક દેવ જે બધાને મોહિત કરે છે

42-    અનંતજિત
હંમેશા વિજયી દેવ

43-    પદ્મહસ્તા
જેની પાસે કમળ જેવા હાથ છે

44-    સનાતન
જેઓ ક્યારેય સમાપ્ત થવાના નથી

45-    અમૃત
જેનું સ્વરૂપ અમૃત જેવું છે

46-    સત્યના શબ્દો 
જેઓ હંમેશા સત્ય કહે છે

47-    યોગીનપતિ
યોગીઓનો ભગવાન

48-    વિશ્વાત્મા
બ્રહ્માંડનો આત્મા

49-    જગદીશા
સર્વનો રક્ષક

50-    પરમાત્મા
સર્વ જીવોનો દેવ

51-    કરુણાત્મક
કરુણા નો ભંડાર

52-    મનોહર
ખૂબ જ સુંદર દેખાવવાળા દેવ

53-    ચતુર્ભુજ
ચાર ભુજા સાથેના દેવ

54-    કંજલોચન
જેની આંખો કમળ જેવી હોય છે

55-    આનંદ સાગર
જે એક દયાળુ દેવ છે

56-    જનાર્દન
એક દેવ જે બધાને વરદાન આપે છે

57-    યાદવેન્દ્ર
યદવ વંશનો વડા

58-    મધુસુદન
જેણે મધ રાક્ષસોનો વધ કર્યો

59-    વિશ્વકર્મા
બ્રહ્માંડનો સર્જક

60-    અદભુત
અદભુત ભગવાન શ્રી કૃષ્ણ

61-    સર્વેશ્વર
બધા દેવતાઓ થી ઉચ્ચ દેવ

62-    દ્વારકાધિશ
દ્વારકાના શાસક

63-    દાનવેન્દ્રો
વરદાન આપનાર દેવ

64-    લોકધ્યક્ષ
ત્રણ જગતનો સ્વામી

65-    બાલી
સર્વ શક્તિમાન

66-    અજય
જીવન અને મૃત્યુના અંતરનો વિજેતા

67-    રવિલોચન
જેની આંખ સૂર્ય જેવું તેજ ધરાવે છે

68-    અચ્યુત
અચૂક ભગવાન કે જેણે ક્યારેય ભૂલ કરી નથી

69-    દયાનિધિ
એક દેવ જે સર્વ પર દયાળુ છે

70-    કામસંતાક
જેણે કંસનો વધ કર્યો

71-    અનાદિહ
જે પ્રથમ દેવ છે

72-    યોગી
સૌના મુખ્ય ગુરુ

73-    અક્ષરા
અવિનાશી દેવ

74-    પાર્થસારથિ
અર્જુનનો સારથિ

75-    શ્રેષ્ટ
મહાન

76-    મહેન્દ્ર
ઇન્દ્રના દેવ

77-    મોર
દેવ જે તાજ પર મોરના પીંછા પહેરે છે

78-    નિર્ગુણ
જેમાં કોઈ ગુણ નથી

79-    સહસ્રપત
જેની પાસે હજારો પગ છે

80-    અવયુક્ત
રૂબી જેવા સાફ વર્ણ વાળા દેવ

81-    મુરલી
વાંસળી વગાડનાર દેવ

82-    અજન્મ
જેની શક્તિ અમર્યાદિત અને અનંત છે

83-    બિશપ
ધર્મના દેવ

84-    અનિરુદ્ધ
જેને રોકી શકાતો નથી

85-    ગોપાલ
ગાયો ચારતો ગોવાળ

86-    વાસુદેવ
જે વિશ્વમાં બધી જ જગ્યા એ હાજર છે

87-    મુરલીધર 
જે મુરલી વગાડે છે

88-    ઉપેન્દ્ર
ઇન્દ્રના ભાઈ

89-    ગોપાલપ્રિયા
ગૌરક્ષકોનો પ્રિય

90-    શ્યામ
જેઓ શ્યામ રંગ ધરાવે છે

91-    સાક્ષી
બધા દેવતાઓનો સાક્ષી

92-    મુરલી મનોહર
એક જે મુરલી વગાડી સૌને મોહિત કરે છે

93-    દેવાધિદેવ
દેવતાઓનો દેવ

94-    કમલનાથ
દેવી લક્ષ્મીના દેવ

95-    નંદ ગોપાલ
નંદના પુત્ર

96-    સર્વજન
બધુ જાણવું

97-    અચલા 
પૃથ્વી

98-    સત્યવત
શ્રેષ્ઠ વ્યક્તિત્વ ધરાવતા દેવ

99-    હિરણ્યગર્ભ
સૌથી શક્તિશાળી સર્જક

100-    ઋષિકેશ
બધી ઇન્દ્રિયો આપનાર

101-    દેવકીનંદન
દેવકીના પુત્ર

102-    વિષ્ણુ
ભગવાન વિષ્ણુનું સ્વરૂપ

103-    સહસ્રજિત
હજારો પર વિજેતા હાસિલ કરનાર

104-    કમલનાયણ
જેની આંખો કમળ જેવી હોય છે.

105-    પરમ પુરુષ
શ્રેષ્ઠ વ્યક્તિત્વ સાથેનો એક દેવ

106-    દેવેશ
દેવનો પણ ભગવાન

107-    અપરાજિત
જેને પરાજિત કરી શકાતા નથી

108-    સર્વપાલક
જે બધાને પાળે છે

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news