મા લક્ષ્મીજી કેમ એક જગ્યા પર ટકતા નથી? જાણો તેના ચંચળ સ્વભાવની કહાની...

ભગવાન વિષ્ણુ ગંભીર અને ધીરજ રાખનારા દેવતા છે. તેમનો સ્વભાવ શાશ્વત અને સ્થાઇ હોવાનું કહેવામાં આવ્યું છે... પરંતુ મા લક્ષ્મી ચંચળ છે. તે અસ્થાયી હોવાનું માનવામાં આવે છે. તે કોઇ પણ જગ્યાએ વધુ સમય રહી રોકાતા નથી.

મા લક્ષ્મીજી કેમ એક જગ્યા પર ટકતા નથી? જાણો તેના ચંચળ સ્વભાવની કહાની...

Maa Lakshmi: લક્ષ્મી માતાની પૂજા સૌ કોઇ કરતા હોય છે. બધા લોકો એવું ઇચ્છતા હોય છે કે, તેમના ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય. પરંતુ લક્ષ્મીજી ક્યારેય એક ઘરમાં ટકતા નથી. શાસ્ત્રો મુજબ ધનની દેવી લક્ષ્મીજી વિષ્ણુ દેવની પત્ની છે. દેવલોકમાં ઘણા એવા દેવી અને દેવતાઓ છે. જેના સ્વભાવ અને પ્રકૃતિ એક બીજાથી ઘણા અલગ છે પરંતુ દાંપત્ય જીવન એકબીજાને પૂરક છે. 

ભગવાન વિષ્ણુ ગંભીર અને ધીરજ રાખનારા દેવતા છે. તેમનો સ્વભાવ શાશ્વત અને સ્થાઇ હોવાનું કહેવામાં આવ્યું છે... પરંતુ મા લક્ષ્મી ચંચળ છે. તે અસ્થાયી હોવાનું માનવામાં આવે છે. તે કોઇ પણ જગ્યાએ વધુ સમય રહી રોકાતા નથી. બન્નેના વિચારો ભલે એક હોય પરંતુ સ્વભાવ અલગ-અલગ છે. તમને એ પણ જણાવી દઇએ કે, લક્ષ્મીજી ચંચળ શા માટે છે. 

એક માન્યતા અનુસાર આ જ પ્રશ્ન નારદજીએ બ્રહ્માને કર્યો હતો. તેનો જવાબ આપતા બ્રહ્માજીએ કહ્યું કે, જો લક્ષ્મીજી કોઇપણ જગ્યા પર સ્થાયી થઇ જશે તો ધરતી પરનો માણસ અભિમાનથી ચૂર-ચૂર થઇ જશે અને કુકર્મો કરતો થઇ જશે. જેના કારણે દેવયોગમાંથી લક્ષ્મીજીને ચંચળ મન આપવામાં આવ્યું છે અને જો ત્રિલોકમાં લક્ષ્મીજી કોઇને આધીન હોય તો તે ફક્ત વિષ્ણું છે. એટલા માટે જો લક્ષ્મીજીને પ્રસન્ન કરવા હોય તો ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા આવશ્યક છે. જે લોકો મનોયોગથી વિષ્ણુજીની પૂજા કરે છે. તે લોકોને લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે. ભગવાન વિષ્ણુના સાધકો પર મા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news