Mahalaxmi Rajyog 2023: થોડા કલાકો પછી રચાશે આ 'મહાલક્ષ્મી યોગ', આ રાશિના જાતકોને થશે ધનલાભ

Chandra-Mangal Yuti 2023: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ તેના નિશ્ચિત સમયે એક ગ્રહથી બીજા ગ્રહમાં ગોચર કરે છે. આ દરમિયાન તમામ રાશિના લોકો પ્રભાવિત થાય છે. જણાવી દઈએ કે 24 મેના રોજ ચંદ્ર અને મંગળના સંયોગથી મહાલક્ષ્મી રાજયોગ બની રહ્યો છે. જાણો કઇ રાશિના લોકોના જીવનમાં આના ફાયદા થશે.

Mahalaxmi Rajyog 2023: થોડા કલાકો પછી રચાશે આ 'મહાલક્ષ્મી યોગ', આ રાશિના જાતકોને થશે ધનલાભ

નવી દિલ્હીઃ Mahalaxmi Rajyog Effect 2023: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કોઈપણ ગ્રહનું એક રાશિથી બીજી રાશિમાં ગોચર કરવાથી દરેક 12 રાશિઓના જીવન પર શુભ અને અશુભ અસર પડે છે. જ્યોતિષ અનુસાર જ્યારે પણ કોઈ ગ્રહ રાશિ પરિવર્તન કરે છે તો ઘણા પ્રકારના યોગ અને રાજયોગોનું નિર્માણ થાય છે. જે કેટલાક જાતકો માટે લાભકારી હોય છે. બુધવાર 24 મેના દિવસે ચંદ્ર કર્ક રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે. 

ચંદ્રના કર્ક રાશિમાં પ્રવેશ કરવા દરમિયાન ચંદ્રનું મિલન મંગળથી થશે. મંગળ પહેલાથી કર્ક રાશિમાં બિરાજમાન છે. તેવામાં ચંદ્ર અને મંગળની યુતિ ખુબ શુભ મહાલક્ષ્મી રાજયોગ બનાવી રહી છે. 24 મેએ બનવા જઈ રહેલાં મહાલક્ષ્મી રાજયોગનો શુભ પ્રભાવ આમ તો દરેક રાશિના જીવન પર પડશે, પરંતુ ત્રણ જાતકો માટે તે લાભદાયી રહેશે. 

મેષ રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચંદ્ર અને મંગળની યુતિથી મહાલક્ષ્મી રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. તેવામાં મેષ રાશિના જાતકો પર અનુકૂળ પ્રભાવ પડશે. આ દરમિયાન મેષ રાશિના લોકો આર્થિક ક્ષેત્રમાં પ્રગતિ કરતા જોવા મળશે. આ દરમિયાન જૂના નાણા પરત મળવાની સંભાવના છે. પ્રમોશનના સંકેત આ દરમિયાન બની રહ્યાં છે. નોકરીના ક્ષેત્રમાં નવા અવસર મળવાની સંભાવના છે.

મિથુન રાશિ
ચંદ્ર અને મંગળની યુતિથિ બનનાર રાજયોગ મિથુન રાશિના જાતકોને અનુકૂળ પરિણામ આપશે. કાર્યક્ષેત્રમાં પ્રગતિ નજર આવશે. આ સમયમાં વેપારમાં લાભના સંકેત જોવા મળી રહ્યાં છે. આ દરમિયાન વાહન, ઘર કે અન્ય સંપત્તિ ખરીદવાની સંભાવના છે. પરિવારના સભ્યો સાથે સમય પસાર કરવાની તક મળશે અને ભૌતિક સુખોની પ્રાપ્તિ થશે. 

તુલા રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તુલા રાશિના લોકો માટે પણ આ યોગ ખાસ રહેવાનો છે. આ સમયમાં આર્થિક વૃદ્ધિની સંભાવના છે. સાથે ખર્ચ પર કામ મુકી શકાય છે. આ સમયે આવકના નવા સ્ત્રોત પ્રાપ્ત થશે. પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર કરશો. નોકરી શોધી રહેલાં લોકોને પણ સફળતા મળી શકે છે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news