મોરારીબાપુ News

મોરારી બાપુની જાહેરાત બાદ રામ મંદિર માટે 16.80 કરોડનું દાન મળ્યું
Aug 1,2020, 16:12 PM IST
મોરારીબાપુ પર હુમલાના ઘેરા પ્રત્યાઘાત, આહિર સમાજે પબુભાને માફી માંગવા કહ્યું, નહિ તો
દ્વારકાના વિવાદાસ્પદ ધારાસભ્ય પબુભા માણેકનો કથાકાર મોરારીબાપુ પર હુમલાના પ્રયાસ બાદ તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ઘટનાને પગલે જામનગરમાં આહિર સમાજની તાકિદની બેઠક બોલાવાઈ હતી. જેના બાદ નિર્ણય લેવાયો કે, આહિર સમાજ દ્વારા આવતીકાલે દ્વારકામા પબુભા વિરુદ્ધ ફરિયાદ નોંધાવાશે. જામનગર-દ્વારકા આહિર સમાજે ઘટનાને સખત શબ્દોમાં વખોડી છે. સમગ્ર ઘટનાને લઇને હાલારનો આહિર સમાજ લાલઘૂમ બન્યો છે. 15 દિવસમા મોરારીબાપુ અને આહિર સમાજની માફી માંગવા આહિર સમાજે માંગ કરી છે. આવતીકાલે આહિર સમાજ દ્વારા પબુભા વિરુદ્ધ આવેદનપત્ર આપશે. તેમજ પબુભા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરાશે. સમગ્ર આહિર સમાજમાં ભારે આક્રોશ અને આહિર સમાજ લાલઘુમ જોવા મળ્યો. હાલારના આહિર સમાજની તાકિદની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. 
Jun 19,2020, 14:54 PM IST
મોરારીબાપુના સાહિત્યનિધિ કાર્યક્રમમાં પ્રસિદ્ધ કવિ ખલીલ ધનતેજવીને ‘નરસિંહ
Oct 14,2019, 9:21 AM IST
નીલકંઠ વિવાદ બાદ કોણે કોણે સ્વામીનારાયણ સંપ્રદાયનો એવોર્ડ પરત કર્યો, જાણો
મોરારી બાપુ એ નીલકંઠ મામલે કરેલ નિવેદન અંગે સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મના સંતો વચ્ચે શાબ્દિક ટીકા ટિપ્પણી થઈ રહી હતી. જે સમગ્ર મામલે વિવાદ પણ વકર્યો હતો. જે વિવાદ મંગળવારના રોજ પૂર્ણ થયો હતો. જૂનાગઢના ઇન્દ્રભારતી આશ્રમ ખાતે બંને પક્ષો વચ્ચે સમાધાન પણ થયું હતું. પરંતુ ગુરુવારના રોજ કલાકારો એ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આપવામાં આવેલ સન્માનની રકમ અને એવોર્ડ પરત કર્યાની ઘટના સામે આવી છે. એક બાદ એક ખ્યાતનામ કલાકારોએ મોરારીબાપુના સમર્થનમાં એવોર્ડ પરત કરતા સૌરાષ્ટ્રમાં ખળભળાટ મચ્યો છે. જેમાં લોકગાયક ઓસમાણ મીર, લેખક જય વસાવડા, હાસ્ય કલાકાર સાંઈરામ દવે, જિગ્નેશ કવિરાજ, હનુભી ગઢવી તથા માયાભાઈએ આહિરે સ્વામીનારાયણ સંસ્થા દ્વારા અપાયેલ રત્નાકર એવોર્ડ પરત કર્યો છે.
Sep 13,2019, 9:42 AM IST

Trending news