Shani Rashi Parivartan 2023: મંગળવારે વર્ષનું સૌથી મોટું રાશિ પરિવર્તન, જાણો કઈ રાશિને થશે ફાયદો, કોને નુકસાન
Shani Gochar 2023: ન્યાયના દેવતા અને દંડાધિકારી શનિ 17 જાન્યુઆરીએ રાશિ પરિવર્તન કરવાના છે. આવો જાણીએ આ વર્ષના સૌથી મોટા રાશિ પરિવર્તનની દરેક રાશિઓ પર શું અસર પડશે?
Trending Photos
નવી દિલ્હીઃ Shani Gochar 2023, Shani Transit Effect: મૃત્યુલોકના દંડાધિકારી અને ગ્રહોમાં સર્વોચ્ચ સ્થાન રાખનાર શનિ આવતીકાલ એટલે કે 17 જાન્યુઆરીના સાંજે 8 કલાક 2 મિનિટ પર મકર રાશિથી નિકળીને કુંભ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે.
તેમના કુંભ રાશિમાં ગોચરથી મીન રાશિ પર શનિની સાડાસાતી તથા વૃશ્ચિક તથા કર્ક રાશિ પર શનિની પનોતી શરૂ થઈ જશે. જ્યોતિષ પ્રમાણે શનિની સાડાસાતી અને પનોતી ખુબ કષ્ટકારી હોય છે. કુંભ રાશિમાં શનિના પ્રવેશની અન્ય દરેક રાશિઓ પર કેવી અસર થશે? આવો જાણીએ તેનું જ્યોતિષીય વિશ્લેષણ.
કુંભમાં શનિ ગોચર 2023ની રાશિઓ પર અસર
મેષ રાશિઃ તમારી કુંડળીના એકાદશ લાભ ભાવમાં શનિનું ગોચર તમારા માટે વરદાન સમાન રહેશે. દરેક યોજનાઓ પૂરી થશે. કાર્ય વેપારમાં પ્રગતિ થશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સમય સારો રહેશે. પ્રેમ સંબંધ નબળો પડી શકે છે.
વૃષભ રાશિઃ માતા-પિતાના સ્વાસ્થ્યથી ચિંતિત રહેશો. કાર્યક્ષેત્રમાં કોઈ ષડયંત્રનો શિકાર થઈ શકો છો. ટેન્ડર અને રોકાણ માટે સારો સમય છે. કોઈ મોટું કાર્ય કરવાની યોજના છે તો તેને શરૂ કરી શકો છો. ગ્રહ ગોચર તમારા હિતમાં છે.
મિથુન રાશિઃ તમારા સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે. તમારા કાર્યની ગતિ ધીમી હશે પરંતુ સફળતા મળશે. અપેક્ષિત પરિણામ સકારાત્મક રહેશે. નોકરીમાં સમય અનુકૂળ રહેશે.
કર્ક રાશિઃ આ દરમિયાન તમારૂ સ્વાસ્થ્ય સૌથી વધુ પ્રભાવિત થશે. પારિવારિક સમસ્ાઓને કારણે તણાવ પર રહેશે. કાર્યક્ષેત્રમાં વિઘ્નો આવશે. આર્થિક મામલામાં સમસ્યા આવી શકે છે. કોર્ટ-કચેરીના મામલાનો ઉકેલ બહાર લાવી દેવો સમજદારી રહેશે.
સિંહ રાશિઃ શનિ ગોચરના પ્રભાવથી તમારે અણધાર્યા ઉતાર-ચઢાવનો સામનો કરવો પડશે. દાંપત્ય જીવન સુખી થશે. લગ્ન સંબંધી વાર્તા સફળ રહેશે. નવો વેપાર શરૂ કરવા માટે સારો સમય છે. સામાજિક પ્રતિષ્ઠા વધશે.
કન્યા રાશિઃ લાંબા સમયથી રાહ જોવાતા કામ પૂર્ણ થશે. શત્રુઓનો પરાજય થશે. કોર્ટ સંબંધિત મામલા તમારા પક્ષમાં આવશે. પૈતૃક સંપત્તિ સંબંધિત વિવાદોનો ઉકેલ આવશે. ખર્ચમાં વધારો થવાને કારણે આર્થિક સંકટ આવી શકે છે.
તુલા રાશિઃ આ દરમિયાન તમે છળ કપટ અને પ્રપંચોથી દૂર રહો બાકી નુકસાન થશે. પ્રેમ સંબંધી મામલા મજબૂત થશે. આવકના સાધન વધશે. ઉચ્ચાધિકારીઓનો સહયોગ રહેશે. જૂનુ ધન પરત મળશે. નવદંપતિ માટે સંતાન પ્રાપ્તિનો યોગ છે.
વૃશ્ચિક રાશિઃ વૃશ્ચિક અને કર્ક રાશિના જાતકો પર શનિની પનોતી શરૂ થશે. આ દરમિયાન તમારૂ સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. ઘર પરિવારમાં અશાંતિ રહેશે. આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે. સંપત્તિને લઈને કોઈ વિવાદ ન કરો.
ધન રાશિઃ ધન રાશિમાંથી શનિની સાડાસાતીનો પ્રભાવ ખતમ થશે. વેપારમાં તેજી આવશે. આવકમાં વધારો થશે. મોટી બીમારીમાંથી મુક્તિ મળશે. દરેક કામમાં સફળતા મળશે.
મકર રાશિઃ તમારા પર શનિની સાડાસાતીનો છેલ્લો તબક્કો હશે. આ દરમિયાન માન-સન્માન પ્રત્યે વધુ સતર્ક રહેવું પડશે. સ્વાસ્થ્ય સાથે જોડાયેલી નાની-મોટી મુશ્કેલી બની રહેશે. બેદરકારી સાથે કોઈ કામ ન કરો.
કુંભ રાશિઃ કુંભ રાશિમાં શનિ 30 વર્ષ બાદ પ્રવેશ કરશે. તેવામાં કુંભ રાશિ પર સાડા સાતીનો બીજો તબક્કો શરૂ થશે. આ દરમિયાન તમને શારીરિક અને માનસિક બંને પ્રકારની તકલીફ થશે. ગૃહ ક્લેશ અને કરિયર સંબંધિત સમસ્યાઓ થશે. આર્થિક સ્થિતિ પ્રભાવિત રહેશે. ખર્ચમાં વધારો થશે. સ્વાસ્થ્ય સારૂ રહેશે.
મીન રાશિઃ મીન રાશિ પર શનિની સાડાસાતીનો પહેલો તબક્કો શરૂ થશે. આ દરમિયાન વેપારમાં નુકસાન થશે. બિનજરૂરી યાત્રા કરવી પડી શકે છે. સ્વાસ્થ્યની બાબતે સતર્ક રહેવું પડશે. ક્રોધ પર નિયંત્રણ કરવું પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે