Shani Vakri: જૂન મહિનામાં શનિ થશે વક્રી, નવેમ્બર 2024 સુધી કઈ રાશિઓ કરશે મોજ અને કઈ રાશિ થશે પરેશાન જાણો
Shani Vakri: શનિ હાલ કુંભ રાશિમાં ગોચર કરે છે અને કુંભ રાશિમાં જ 29 જૂનથી શનિ વક્રી થશે. શનિની વક્રી ચાલ 15 નવેમ્બર સુધી રહેશે. કુંભ રાશિમાં શનિના વક્રી થવાથી કેટલીક રાશિને ફાયદો થવાનો છે તો કેટલીક રાશિ માટે નવેમ્બર સુધીનો સમય કષ્ટકારી રહેશે.
Trending Photos
Shani Vakri: જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિ ગ્રહની ચાલ બદલે છે ત્યારે વ્યક્તિના જીવન પર પણ તેનો પ્રભાવ પડે છે. શનિની શુભદ્રષ્ટી રંકને પણ રાજા બનાવી શકે છે. પરંતુ શનિની કુદ્રષ્ટિ કોઈ પર હોય તો તેને ભારે નુકસાનનો સામનો પણ કરવો પડે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિ જ્યારે વક્રી થાય છે ત્યારે પણ દરેક રાશિ પર તેનો પ્રભાવ જોવા મળે છે. શનિની ચાલમાં આવો ફેરફાર જૂન મહિનામાં થવાનો છે. જૂન મહિનાના અંતે શનિ વક્રી થશે.
શનિ હાલ કુંભ રાશિમાં ગોચર કરે છે અને કુંભ રાશિમાં જ 29 જૂનથી શનિ વક્રી થશે. શનિની વક્રી ચાલ 15 નવેમ્બર સુધી રહેશે. કુંભ રાશિમાં શનિના વક્રી થવાથી કેટલીક રાશિને ફાયદો થવાનો છે તો કેટલીક રાશિ માટે નવેમ્બર સુધીનો સમય કષ્ટકારી રહેશે.
વક્રી શનિ આ રાશિઓને કરાવશે લાભ
વૃશ્ચિક રાશિ
આગામી પાંચ મહિના શનિ કુંભ રાશિમાં રહેશે. વૃશ્ચિક રાશિના લોકોને લાભ મળશે. આ સમય દરમિયાન આર્થિક લાભ થઈ શકે છે અને વેપારમાં પણ વધારો થશે. બિઝનેસને વધારવા માટે ઇન્વેસ્ટર મળી શકે છે. કરિયરમાં નવી તકો પ્રાપ્ત થશે. લવ લાઇફમાં ઉતાર ચઢાવ આવી શકે છે.
તુલા રાશિ
આ રાશિ માટે આગામી પાંચ મહિના ફાયદાકારક સાબિત થશે. આ રાશિના લોકોને કાર્યોમાં સફળતા મળશે. સોસાયટીમાં પદ વધશે. આર્થિક મામલામાં સમજી વિચારીને નિર્ણય કરવો. પૈસા રોકવા માટે સારા ઓપ્શન મળી શકે છે.
કન્યા રાશિ
આગામી પાંચ મહિના આ રાશિના લોકો માટે શુભ છે. જીવનમાં સકારાત્મકતા બની રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે. વિદ્યાર્થીઓને ખુશખબર મળી શકે છે. પરિવાર સાથે ફરવા જવાનું થઈ શકે છે. આર્થિક સ્થિતિમાં મજબૂતી આવશે.
વક્રી શનિ ચાર રાશિ માટે કષ્ટકારી
શનિની વક્રી ચાલ ચાર રાશિના લોકો પર ખરાબ અસર પાડી શકે છે. 29 જૂનથી 15 નવેમ્બર સુધી આ રાશિના લોકોને સંભાળીને રહેવાની જરૂર છે. જે રાશિઓ માટે વક્રી શનિ શુભ નથી તે રાશિઓ છે મીન, મકર, કુંભ અને મેષ. આ રાશિના લોકો માટે શનિ કષ્ટદાયક સાબિત થઈ શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે