આ રાશિવાળાને 2025માં મળશે શનિની સાડા સાતીમાંથી રાહત, જાણો કોણે જોવી પડશે 2028 સુધી રાહ?

એવું કહેવાય છે કે શનિના વિપરિત ગતિ કરવાથી શનિ કેટલીક રાશિઓ માટે મુશ્કેલ સમય લાવશે. શનિ કુંભ રાશિમાં વક્રી ચાલ પર સવાર થઈ રહ્યા છે અને તમામ સાડા સાતીવાળી રાશિઓએ તેનો પ્રભાવ ઝેલવો પડશે. આવા લોકોની જિંદગીમાં કઈંક ને કઈંક ફેરફારનો અહેસાસ થવા લાગશે. 

આ રાશિવાળાને 2025માં મળશે શનિની સાડા સાતીમાંથી રાહત, જાણો કોણે જોવી પડશે 2028 સુધી રાહ?

જૂનમાં શનિ વક્રી થઈ રહ્યા છે અને તેનો અર્થ એ છે કે શનિ ઉલ્ટી દિશામાં ગતિ કરશે. તે પહેલા શનિ હાલ માર્ગી છે. એવું કહેવાય છે કે શનિના વિપરિત ગતિ કરવાથી શનિ કેટલીક રાશિઓ માટે મુશ્કેલ સમય લાવશે. શનિ કુંભ રાશિમાં વક્રી ચાલ પર સવાર થઈ રહ્યા છે અને તમામ સાડા સાતીવાળી રાશિઓએ તેનો પ્રભાવ ઝેલવો પડશે. આવા લોકોની જિંદગીમાં કઈંક ને કઈંક ફેરફારનો અહેસાસ થવા લાગશે. 

અત્રે જણાવવાનું કે શનિદેવને ન્યાયપ્રિય દેવતા કહે છે. તેઓ ન્યાય આપવાનું કામ કરે છે. શનિ સૌથી ધીમી ગતિથી ચાલતો ગ્રહ છે. એક રાશિમાં તેઓ અઢી વર્ષ સુધી રહે છે અને જે રાશિમાં તેઓ રહે છે તેની ગળ અને પાછળની રાશિ પર ઢૈયા રહે છે. શનિની મહાદશા, સાડા સાતી, અને ઢૈયા શનિની ખાસ દશાઓ છે. અત્રે જણાવવાનું કે વર્ષ 2025માં શનિદેવ રાશિ બદલીને મીનમાં પ્રવેશ કરશે. વર્ષ 2025માં મકર રાશિ પરથી શનિની સાડા સાતીનો પ્રભાવ ખતમ થઈ જશે. શનિ જ્યારે મીન રાશિમાં ગોચર કરશે ત્યારે મકર રાશિના જાતકોને શનિની સાડા સાતીના પ્રભાવમાંથી મુક્તિ મળશે. કુંભ રાશિ પર સાડા સાતી હોવાના કારણે અનેક પ્રકારની પરેશાનીઓ પીછો કરે છે. કુંભ રાશિથી સંપૂર્ણ રીતે શનિની સાડા સાતી 23 જાન્યુઆરી 2028ના રોજ હટશે. 

શનિના વક્રી થવાથી આ રાશિઓ પર થશે અસર, ઉપાય પણ જાણો

મેષ- આ રાશિના લોકો થોડું સંભાળીને રહે, દાન કરે. ઘમંડ બિલકુલ ન કરે. 
વૃષભ- નોકરીમાં સમસ્યાઓ આવી શકે છે. એટલે વાણી પર કાબૂ રાખો. 
મિથુન- આ રાશિના લોકોએ પૈસા ક્યાય પણ લગાવતા પહેલા એલર્ટ રહેવું જોઈએ. 
કર્ક- આ સમય દરમિયાન સ્ટ્રેસ થઈ શકે છે, મહેનત કરો, અને થોડા એલર્ટ રહો. 
સિંહ- વેપારમાં ફાયદો થઈ શકે છે. 
વૃશ્ચિક- અચાનક લાભ થઈ શકે છે. કોઈને પણ શરમિંદા ન કરો. 
ધનુ- સાડા સાતીવાળાએ હેલ્થને લઈને ખાસ સાવધાની રાખવી જોઈએ. 
મકર- મહેનત કરો અને કામને ટાળો નહીં. 
કુંભ- સાડા સાતીમાં શનિનો ઉપાય કરો, કોઈનું પણ મન ન દુખાઓ. 
મીન- નોકરીમાં ટ્રાન્સફરના એંધાણ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news