શ્રાવણ પહેલા ચમત્કાર! કડાણા ડેમનું પાણી ઓછું થતા જળમગ્ન થયેલા નદીનાથ મહાદેવના દર્શન થયા

Nadinath Mahadev Kadana Dam : ગુજરાતમાં ભગવાન શિવનું એક એવું પૌરાણિક મંદિર આવેલું છે, જ્યાં જવા માટે કડાણા ડેમની અંદર 2 કિમી જેટલું અંદર કાપવું પડે છે. પંરતુ આ મંદિરે જળસમાધિ લીધી છે

શ્રાવણ પહેલા ચમત્કાર! કડાણા ડેમનું પાણી ઓછું થતા જળમગ્ન થયેલા નદીનાથ મહાદેવના દર્શન થયા

Mahisagar News : દેવાધિદેવ મહાદેવના કડાણા ડેમમા પાણીનું સ્તર ઓછું થતા દર્શન થયા છે. શ્રાવણ મહિનાને શરૂ થવામાં થોડા દિવસ છે, તે પહેલા કડાણા ડેમના નદીનાથ મહાદેવના દર્શન થયા છે. 1000 વર્ષ જૂનું મંદિર કડાણા ડેમની જળ સપાટીમાં ઘટાડો થતા ખૂલ્યુ છે. જ્યારે જ્યારે કડાણા ડેમની જળ સપાટીમાં ઘટાડો થાય છે, ત્યારે ડેમમાં આવેલ મહાદેવના દર્શન થાય છે. અલૌકિક શિવજીની ગુફામાં પાણીનું સ્તર ઓછું થતા મહાદેવના દર્શન થતા હોય છે. ત્યારે ગત વર્ષની જેમ આ વર્ષે પણ શ્રદ્ધાળુઓ નાવડીમાં બેસીને મહાદેવનાં દર્શનાર્થે નીકળી ગયા છે.

ગુજરાતનું જળસમાધિ લીધેલું મહાદેવનું મંદિર
ગુજરાતમાં ભગવાન શિવનું એક એવું પૌરાણિક મંદિર આવેલું છે, જ્યાં જવા માટે કડાણા ડેમની અંદર 2 કિમી જેટલું અંદર કાપવું પડે છે. પંરતુ આ મંદિરે જળસમાધિ લીધી છે. તેની ખાસિયત છે કે, કડામા ડેમમાં ડૂબાણમાં ગયેલુ આ 1000 વર્ષ જૂનુ પૌરાણિક મંદિર પાણીના સ્તર ઘટે ત્યારે જ દેખાય છે. આખુ વર્ષ પાણીમાં ડૂબેલા રહેતા આ શિવાલયમાં ભક્તો સામાન્ય દિવસોમાં દર્શન કરી શકતા નથી. પરંતુ કડાણા ડેમની સપાટી ઉતરતાં જ સ્ત્રાવ વિસ્તારમાં આવેલા આ શિવાલયના દ્વારા ખુલે છે. મહીસાગર જીલ્લાના કડાણા જળાશય પાછલા ભાગમાં ચારેકોર પાણી અને ડુંગરોની હારમાળા વચ્ચે ગુફામાં આવેલ અલૌકિક અને પોરાણિક નદીનાથ મહાદેવ મંદિરના દ્વાર પુનઃ ખુલ્લા થતા ભક્તો ભાવવિભોર બની પાણીના માર્ગે દર્શન માટે જઇ રહ્યાં છે. 

નદીમાં સમાઈ ગયુ હતું આ મહાદેવ મંદિર, ડેમના પાણી ઉતરતા જ ભોળેનાથ ફરી પ્રકટ થયા

ડેમ બાંધતા મંદિર ડૂબાણમાં ગયુ હતું
કડાણા ડેમની તળેટીમાં ભગવાન શિવનું નદીનાથ મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે. આ મંદિર 1000 વર્ષો પુરાણું છે. કહેવાય છે કે શિવજીનું આ અલૌકિક મંદિર 1000 વર્ષ જુનું છે. કડાણા ડેમમાં પાણીની સપાટી ઘટતાં પાણીની અંદર ગુફામાં આવેલ મંદિર ખુલ્લુ થયું છે. પરંતુ કડાણા ડેમ બંધાવાથી પાણીમાં ડુબાણમાં ગયું હતું. હાલ જળસપાટી નીચી જતા નદીનાથ મહાદેવના દ્વાર ખુલ્લા થયા છે. ત્યારે ડુંગર વચ્ચે આવેલી ગુફામાં નાવડીઓ લઈને શિવભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા છે અને ભક્તોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે.

image

એક સમયે હતી આ મંદિરની જાહોજલાલી
1973 માં કડાણા ડેમના બાંધકામ થતા આ મંદિર પાણીમાં સમાયુ હતું. જોકે, કડાણા ડેમના નિર્માણ પહેલા અહીંયા મહિપૂનમ, ભાદરવી પૂનમે મેળો ભરાતો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો આવતા હતા. પરંતુ ત્યાર બાદ ડેમના નિર્માણ થતાં ગુફામાં આવેલું નદીનાથ મહાદેવ મંદિર પાણીમાં વર્ષો સુધી ડૂબેલું રહે છે. કડાણા જળાશયમાંથી ગુજરાત રાજ્યના 9 જિલ્લા માટે સિંચાઈના પાણીથી લઈને 156 ગામને પીવાના પાણી પૂરું પાડવામાં આવે છે. હાલ પાણીની સપાટી ફરી નીચી આવતા ડૂબાણમાં ગયેલુ મંદિર બહાર આવ્યું છે. વર્ષો બાદ કડાણા ડેમમાં પાણીની સ્તર નીચું જતાં આ અલૌકિક અને પૌરાણિક પત્થરોની ગુફામાં આવેલ મહાદેવ મંદિર ફરી એકવાર ખુલતાં દર્શનઘેલા ભક્તો આનંદવિભોર બની શિવ દર્શન માટે ઉમટી પડ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news