બે શક્તિશાળી ગ્રહો ભેગા થઈને બનાવશે ધન રાજયોગ, આ 4 રાશિવાળાને મળશે મા લક્ષ્મીના આશીર્વાદ, માલામાલ થશે
Surya Budh Yuti Effect: જ્યોતિષ શાસ્ત્ર મુજબ ઓક્ટોબરમાં અનેક મોટા ગ્રહો ગોચર કરવા જઈ રહ્યા છે. જેની તમામ રાશિઓ પર અસર પડશે. કેટલીક રાશિવાળાના જીવનમાં ઉથલપાથલ સર્જાશે તો કેટલાકના જીવનમાં સોનેરી સમય જોવા મળશે.
Trending Photos
Surya Budh Yuti Effect: જ્યોતિષ શાસ્ત્ર મુજબ ઓક્ટોબરમાં અનેક મોટા ગ્રહો ગોચર કરવા જઈ રહ્યા છે. જેની તમામ રાશિઓ પર અસર પડશે. કેટલીક રાશિવાળાના જીવનમાં ઉથલપાથલ સર્જાશે તો કેટલાકના જીવનમાં સોનેરી સમય જોવા મળશે. તમને જણાવી દઈએ કે પહેલી ઓક્ટોબરથી બુધ ગ્રહ સ્વરાશિ કન્યામાં ગોચર કરશે. બુધના કન્યા ગોચરથી સૂર્યની સાથે બુધની યુતિ ધન રાજયોગનું નિર્માણ કરી રહી છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ ધન રાજયોગ ખુબ શુભ માનવામાં આવે છે. કન્યા રાશિમાં બુધના ગોચરથી 2 રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. એક ઓક્ટોબરે જેવો બુધ કન્યા રાશિમાં પ્રવેશ કરશે તો ભદ્ર રાજયોગનું નિર્માણ થશે. જ્યારે કન્યા રાશિમાં સૂર્ય પહેલેથી જ બિરાજમાન છે. સૂર્ય પણ ત્યા હોવાથી બુધ સાથે યુતિ કરીને બુધાદિત્ય રાજયોગનું નિર્માણ થશે. બુધાદિત્ય રાજયોગ અને ભદ્ર રાજયોગથી કેટલીક રાશિવાળાનું ભાગ્ય પલટાઈ જશે. જાણો કોણ છે તે ભાગ્યશાળી રાશિઓ....
વૃષભ રાશિ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ બુધ અને સૂર્યની યુતિથી બે યોગ બને છે જે છે બુધાદિત્ય અને ભદ્ર રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. જે વૃષભ રાશિવાળા માટે ખુબ જ ભાગ્યશાળી ગણાશે. આ બંને રાજયોગના પ્રભાવથી નોકરી અને બિઝનેસમાં શુભફળ મળશે. આ સમયગાળામાં ખુબ કમાણી કરી શકશો. આ સાથે જ માતા લક્ષ્મીના આશીર્વાદથી ધનયોગ પણ બને છે. આવામાં અચાનક ધનલાભ થશે. રોકાણ કર્યું હશે તો તેમાં પણ લાભ મળશે. આ સમયગાળા દરમિયાન મોટાભાઈનો સાથ મળશે. બધુ મળીને વૃષભ રાશિવાળા માટે આ સમય ખુબ પૈસો અને ધન મેળવવાનો રહેશે.
સિંહ રાશિ
સૂર્ય અને બુધ ભેગા થઈને ધન રાજયોગ પણ બનાવશે જે સિંહ રાશિવાળા માટે ભાગ્યોદયનું કારણ બનશે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. માતા લક્ષ્મીની મહેરબાનીથી ધન મળશે. ધન રાજયોગથી આર્થિક સમસ્યાઓ દૂર થશે. જેમના વેપાર ધંધા છે તેમને જબરદસ્ત ધનલાભ થશે. સાસરી પક્ષથી આર્થિક લાભ થશે. આ સમયગાળામાં કોઈ પણ સમયે અચાનક તમને લોટરી પણ લાગી શકે છે. કાર્યસ્થળ પર સકારાત્મક વાતાવરણ તમારા માટે લાભદાયી રહેશે.
તુલા રાશિ
ઓક્ટોબર મહિનો એ તુલા રાશિવાળા માટે ખુબ સારો રહેવાનો છે. આ સમયગાળા દરમિયાન નોકરીમાં પ્રમોશનની સાથે સાથે પગારમાં પણ વધારો થઈ શકે છે. તમને માતા પિતાથી પણ ખુબ લાભ થશે. બિઝનેસમાં કોઈ મોટી યોજના તમારા માટે સાકાર થશે જેનાથી ખુબ ધન મળશે. નોકરી શોધતા હશે તેઓને સરકારી નોકરીની ઓફર મળી શકે છે. હાલમાં કરેલું રોકાણ ખુબ લાભ કરાવશે.
ધનુ રાશિ
ઓક્ટોબરમાં બનનારો બુધાદિત્ય રાજયોગ અને ભદ્ર રાજયોગ ધનુ રાશિવાળા માટે ભાગ્ય ચમકાવનારું રહેશે. આ દરમિયાન બિઝનેસમાં ચારેબાજુથી લાભ થશે. નોકરીમાં પદોન્નતિ સાથે પગારમાં પણ વધારાના યોગ બની રહ્યા છે. આ દરમિયાન જે પણ સરકારી નોકરીની શોધમાં છે તેમને ખુશખબરી મળી શકે છે. કાર્યસ્થળ પર સીનિયરોનો સાથ મળશે. રોજગારમાં ઉન્નતિ થાય તેવા યોગ બની રહ્યા છે. બધુ મળીને ધનુરાશિ માટે 2 મોટા રાજયોગ ફાયદાકારક સાબિત થશે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે