27 વર્ષ પહેલા આજના દિવસે સચિને કરી હતી ઓપનિંગની શરૂઆત અને બનાવ્યો હતો ઇતિહાસ
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે (Sachin Tendulkar) શનિવારે સવારે આ માહિતી આપી હતી કે તે કોરોના વાયરસ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા છે. સચિને કહ્યું હતું કે તેમણે પોતાને ઘરમાં ક્વોરન્ટાઈન કર્યા છે
Trending Photos
નવી દિલ્હી: માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે (Sachin Tendulkar) શનિવારે સવારે આ માહિતી આપી હતી કે તે કોરોના વાયરસ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા છે. સચિને કહ્યું હતું કે તેમણે પોતાને ઘરમાં ક્વોરન્ટાઈન કર્યા છે. પરંતુ દિગ્ગજ બેટ્સમેને આજથી 27 વર્ષ પહેલા તેમની કારકિર્દીમાં ઇતિહાસ બનાવવાનું શરૂ કર્યું હતું.
27 માર્ચ સચિન માટે ખાસ
27 માર્ચ 1994 ના રોજ ઓકલેન્ડમાં (Auckland) ન્યૂઝીલેન્ડની (New Zealand) સામે બીજી વન ડે દરમિયાન ઓપનર નવજોત સિંહ સિદ્ધૂના ગળામાં ઈજા થવાના કારણે ઓપનિંગ કરવા માટે હાજર ન હતા અને ત્યારબાદ ટીમ મેનેજમેન્ટે સચિન તેંડુલકરને (Sachin Tendulkar) ઓપનિંગ કરવા માટે કહ્યું હતું.
સચિનની શાનદાર ઇનિંગ
સચિન તેંડુલકર તેની સ્વતંત્ર ઇચ્છાથી ઓપનિંગ કરવા ઇચ્છતા હતા, પરંતુ ટીમ મેનેજમેન્ટને ડર હતો કે તે નવા બોલથી પોતાનો શ્રેષ્ઠ બેટ્સમેન ગુમાવે નહીં. જોકે, સચિને ઇનિંગની શરૂઆત કરી હતી અને માત્ર 49 બોલમાં 82 રનની શાનદાર ઇનિંગ રમીને તેણે ન્યુઝીલેન્ડ તરફથી 143 રનના લક્ષ્યાંકને 23.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.
બદલાઈ ગયું સચિનનું ભાગ્ય
તે ઓપનિંગ ઇનિંગે સચિનના જીવનને બદલી નાખ્યું અને તે ત્યારબાદથી હંમેશા ઓપનિંગ કરવા લાગ્યા. તેંડુલકરે તેના 49 સદીમાંથી 45 સદી ઓપનર બેટ્સમેન તરીકે બનાવી છે. ઓપનિંગ કરતા પહેલા તેમણે 69 મેચમાં નંબર 3 અને નંબર 7 સુધી બેટિંગ કરી છે. જેમાં તેમણે 30.84 ની સરેરાશથી 13 અર્ધસદીની મદદથી 1758 રન બનાવ્યા છે. તેમાં સૌથી વધુ ફિફ્ટી નંબર 4 પર બેટિંગ કરતા સમયે ફટકારી છે.
આ પણ વાંચો:- હાર્દિક પંડ્યા આ કારણથી વન ડે સિરીઝમાં નથી કરી રહ્યો બોલિંગ, કોહલીએ જણાવ્યો ફ્યૂચર પ્લાન
નંબર 4 પર પણ હિટ હતા સચિન
સચિન તેંડુલકરે 35 વાર નંબર 4 પર બેટિંગ કરી છે. જેમાં તેમણે 4 સદી ફટકારી છે. આ ઉપરાંત તેમણે 9 વખત નંબર 3 અને એક એખ વખત નંબર 5 અને નંબર 6 પર બેટિંગ કરી છે. સચિને મોટાભાગે સૌરવ ગાંગુલી (Sourav Ganguly) અને વિરેન્દ્ર સેહવાગ (Virender Sehwag) સાથે ઓપનિંગ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે