Hardik Pandya આ કારણથી વન ડે સિરીઝમાં નથી કરી રહ્યો બોલિંગ, કોહલીએ જણાવ્યો ફ્યૂચર પ્લાન

ભારત અને ઇંગ્લેન્ડ (IND vs ENG) વચ્ચે બીજી વન ડેમાં ટીમ ઇન્ડિયાને (Team India) 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો. આ મેચમાં ભારતીય બોલરોએ ઇંગ્લિશ બેટ્સમેન સામે ઘૂંટણીયા ટેકી દીધા

Updated By: Mar 27, 2021, 01:28 PM IST
Hardik Pandya આ કારણથી વન ડે સિરીઝમાં નથી કરી રહ્યો બોલિંગ, કોહલીએ જણાવ્યો ફ્યૂચર પ્લાન

પુણે: ભારત અને ઇંગ્લેન્ડ (IND vs ENG) વચ્ચે બીજી વન ડેમાં ટીમ ઇન્ડિયાને (Team India) 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો. આ મેચમાં ભારતીય બોલરોએ ઇંગ્લિશ બેટ્સમેન સામે ઘૂંટણીયા ટેકી દીધા. તેમ છતાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ (Virat Kohli) છઠ્ઠા બોલર તરીકે હાર્દિક પંડ્યાને (Hardik Pandya) મેદાનમાં ઉતાર્યો નહીં.

બીજી વન ડેમાં હાર્દિકે ન કરી બોલિંગ
હાર્દિક પંડ્યાને (Hardik Pandya) ટી20 સિરીઝમાં બોલિંગ કરાવવામાં આવી હતી પરંતુ કોહલીએ (Virat Kohli) તેને બીજી વન ડે મેચમાં બોલિંગ આપી નહીં. કોહલીએ કહ્યું કે, આગળના વ્યસ્ત શેડ્યૂલને જોતા આ ઓલરાઉન્ડરને ફિટ રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો:- Sachin Tendulkar થયા કોરોના પોઝિટિવ, ઘરમાં જ થયા ક્વોરન્ટાઈન

કોહલીએ જણાવ્યું વાસ્તવિક કારણ
કોહલીએ (Virat Kohli) કહ્યું, અમારે તેની યોગ્ય રીતે કાળજી લેવાની જરૂર છે. તે જાણવું જરૂરી છે કે, ક્યાં અમને તેના કઈ કુશળતાની જરૂરિયાત છે. ટી20 માં બોલિંગમાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો પરંતુ વન ડેમાં તેનું વર્કલોડનું આયોજન કરવું જરૂરી છે. અમારે ઇંગ્લેન્ડમાં ટેસ્ટ મેચ રમવાની છે અને તેથી તેનું ફિટ રહેવું મહત્વપૂર્ણ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube