ટ્રાફિક પોલીસે અશ્વિન-બટલરનો ફોટો શેર કરી લખ્યું- લાઇન ક્રોસ કરી તો પસ્તાવુ પડશે
કોલકત્તા પોલીસનું આ ટ્વીટ તે સમયે આવ્યું છે, જ્યારે પંજાબની ટીમ તેના શહેરમાં મેચ રમવા પહોંચી છે. બુધવારે પંજાબ અને કોલકત્તા નાઈટરાઇડર્સ વચ્ચે મેચ છે.
Trending Photos
કોલકત્તાઃ રાજસ્થાન રોયલ્સના જોસ બટલરને માંકડિંગ રનઆઉટ કર્યા બાદ કિંગ્સ ઈલેવન પંજાબના કેપ્ટન રવિચંદ્રન અશ્વિનને ભલે કેટલાક પૂર્વ ક્રિકેટરો આલોચના કરી રહ્યાં હોય, પરંતુ કોલકત્તા પોલીસે તેના માધ્યમથી સકારાત્મક સંદેશ આપ્યો છે. તેણે ટ્રાફિક નિયમો પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે આ રનઆઉટનો ઉપયોગ કર્યો છે. કોલકત્તા પોલીસે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક તસ્વીર પોસ્ટ કરી છે.
તેમાં એક તરફ અશ્વિન રન આઉટ કરી રહ્યો છે, તો બીજી તરફ ટ્રાફિલ નિયમોનો ભંગ કરતા ગાડીઓ લાઇન ક્રોસ કરી રહી છે. ફોટોની ઉપર લખ્યું છે- ક્રીઝ હોય કે સડક, તમને બંન્ને જગ્યાએ પસ્તાવો થશે, જો તમે લાઇન પાર કરો છો.
— Kolkata Police (@KolkataPolice) March 26, 2019
બુધવારે પંજાબની ટક્કર કોલકત્તા સામે
કોલકત્તા પોલીસનું આ ટ્વીટ તે સમયે આવ્યું છે, જ્યારે પંજાબની ટીમ તેના શહેરમાં મેચ રમવા પહોંચી છે. બુધવારે પંજાબ અને કોલકત્તા નાઈટરાઇડર્સ વચ્ચે મેચ છે. આ પહેલા 2017માં જયપુર પોલીસે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન વિરુદ્ધ જસપ્રીત બુમરાહના નો-બોલનો આમ ઉપયોગ કર્યો હતો. પરંતુ બાદમાં જયપુર પોલીસે માફી માગવી પડી હતી.
13મી ઓવરમાં અશ્વિને બટલરને કર્યો હતો રન આઉટ
રાજસ્થાન-પંજાબ વચ્ચે મેચ દરમિયાન 184 રનના લક્ષ્યનો પીછો કરી રહેલા રોયલ્સની ટીમ 69 રને રમી રહેલા બટલરની ક્રીઝ પર હાજરીને કારણે મજબૂત જોવા મળી રહી હતી. અશ્વિન ઈનિંગની 13મી ઓવરમાં ફેંકવા આવ્યો હતો. તે 5મો બોલ ફેંકતા-ફેંકતા રોકાઈ ગયો અને આ દરમિયાન બટલર ક્રીઝની આગળ નીકળી ગયો હતો. અશ્વિને તેને રન આઉટ કરી દીધો હતો. આમ રોયલ્સ આ મેચ હારી ગઈ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે