Asia Cup Final: ભારતીય ટીમ એશિયા કપની ફાઈનલમાં પહોંચી...પાકિસ્તાનને મળશે એન્ટ્રી? જાણો સમીકરણો
Asia Cup Final: ફાઈનલમાં એકવાર ફરીથી પાકિસ્તાન સામે ટક્કર થઈ શકે છે. એશિયા કપના સુપર 4 રાઉન્ડમાં હવે બે જ મેચ બાકી છે. ભારત-બાંગ્લાદેશ મેના બરાબર એક દિવસ પહેલા એટલે કે 14 સપ્ટેમ્બરે પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે ઘમાસાણ થશે. આ મેચ જીતનારી ટીમ ફાઈનલમાં એન્ટ્રી કરશે અને ફાઈનલમાં તેનો સામનો ભારત સામે થશે.
Trending Photos
એશિયા કપ 2023માં ભારતીય ટીમનું દમદાર પ્રદર્શન સતત ચાલુ છે. રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમે સુપર 4 રાઉન્ડમાં પાકિસ્તાન બાદ હવે શ્રીલંકાને પણ ધોબીપછાડ આપી છે. મંગળવારે શ્રીલંકા વિરુદ્ધ રમાયેલી મેચમાં ભારતે 41 રનથી જીત મેળવી. આ જીત સાથે જ ભારતીય ટીમે ફાઈનલમાં જગ્યા પાક્કી કરી લીધી છે. ફાઈનલ મેચ 17 સપ્ટેમ્બરે કોલંબોમાં જ રમાશે. પરંતુ તે પહેલા ભારતીય ટીમ સુપર 4માં પોતાની ત્રીજી અને છેલ્લી મેચ બાંગ્લાદેશ સામે રમશે. આ મેચ 15 સપ્ટેમ્બરે કોલંબોમાં જ રમાશે.
ભારત-પાકિસ્તાન વચ્ચે થઈ શકે છે ફાઈનલ
ફાઈનલમાં એકવાર ફરીથી પાકિસ્તાન સામે ટક્કર થઈ શકે છે. એશિયા કપના સુપર 4 રાઉન્ડમાં હવે બે જ મેચ બાકી છે. ભારત-બાંગ્લાદેશ મેના બરાબર એક દિવસ પહેલા એટલે કે 14 સપ્ટેમ્બરે પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે ઘમાસાણ થશે. આ મેચ જીતનારી ટીમ ફાઈનલમાં એન્ટ્રી કરશે અને ફાઈનલમાં તેનો સામનો ભારત સામે થશે. આવામાં એકવાર ફરીથી ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર જોવા મળી શકે છે.
પાકિસ્તાન-શ્રીલંકા મેચ રદ થઈ તો?
જો પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે મેચ વરસાદના કારણે રદ થઈ તો તે સ્થિતિમાં બંને ટીમને 1-1 પોઈન્ટ મળશે. જો મેચ રદ થાય તો તે સ્થિતિમાં બંને ટીમની નેટ રનરેટ જોવામાં આવશે. આ સ્થિતિમાં શ્રીલંકા બાજી મારી લેશે. અને સરળતાથી ફાઈનલમાં એન્ટ્રી કરી લેશે. કારણ કે શ્રીલંકાની નેટ રનરેટ પાકિસ્તાન કરતા સારી છે.
સુપર 4નું હાલનું પોઈન્ટ ટેબલ
ભારત 2 મેચ- 4 પોઈન્ટ- 2.690 નેટ રનરેટ
શ્રીલંકા 2 મેચ- 2 પોઈન્ટ- -0.200 નેટ રનરેટ
પાકિસ્તાન- 2 મેચ- 2 પોઈન્ટ- -1.892 નેટ રનરેટ
બાંગ્લાદેશ- 2 મેચ- 0 પોઈન્ટ- -0749 નેટ રનરેટ
ભારત પાકિસ્તાન વચ્ચે બે મેચ રમાઈ ચૂકી છે
અત્રે જણાવવાનું કે એશિયા કપમાં આ વખતે ભારત અને પાકિસ્તાન વચ્ચે બે મેચ રમાઈ ચૂકી છે. ગ્રુપ સ્ટેજમાં મેચ વરસાદના કારણે રદ થઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે પહેલા બેટિંગ કરતા 266 રન કર્યા હતા. પરંતુ પાકિસ્તાન વરસાદના કારણે બેટિંગ કરી શક્યું નહતું. ત્યારબાદ સુપર 4માં ભારતીય ટીમે પહેલી મેચ પાકિસ્તાન વિરુદ્ધ રમી હતી આ મેચમાં પણ વરસાદે વિધ્ન પાડ્યું હતું. પરંતુ રિઝર્વ ડેના દિવસે રમાઈ હતી. ભારતીય ટીમે પાકિસ્તાનને 228 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. આ મેચમાં મળેલી જીત પાકિસ્તાન વિરુદ્ધ ભારતની રનની રીતે સૌથી મોટી જીત રહી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે