IndvsPak: કોહલી અને રાહુલથી ગભરાયું પાકિસ્તાન! જાણો કેમ થઈ ગઈ બાબરની બોલતી બંધ
Asia Cup 2023: ભારત-પાકિસ્તાન વચ્ચેની ટક્કર હંમેશા ચર્ચાનો મુદ્દો બની જાય છે. પછી ભલે તે ટક્કર બોર્ડર પરથી હોય કે પછી ક્રિકેટના મેદાન પરની. કંઈક આવી જ ટક્કર હાલ પણ જોવા મળી રહી છે.
Trending Photos
India vs Pakistan, Squad changed for Asia Cup: ભારત અને પાકિસ્તાન વચ્ચેનો ક્રિકેટનો મુકાબલો ખુબ જ રોચક રહ્યો. જેમાં ભારતે પહેલી બેટિંગ કરીને પહાડ જેવો સ્કોર બનાવી લેતા પાકિસ્તાનને ફાંફાં પડી ગયાં. જીતવા માટે 357 રનના સ્કોરનો પીછો કરતા કરતા પાકિસ્તાન અધવચ્ચે જ ઘુંટણીએ પડી ગયું. એના બે ત્રણ ખેલાડીઓ તો ઘાયલ થઈને ડ્રેસિંગ રૂમમાં પહોંચી ગયાં. પાકિસ્તાની ફેન્સ પણ એમના કેપ્ટન બાબર આઝમને વિરાટ કોહલી કરતા પણ શ્રેષ્ઠ ક્રિકેટર માને છે. જોકે, મેદાનમાં સામનો થયો ત્યારે ફરી એકવાર ખબર પડી ગઈ કે... બેટા, બેટા હોતા હૈ, ઔર બાપ બાપ હોતા હૈ...
ઈંજરીને કારણે લાંબા સમય બાદ ટીમમાં વાપસી કરી રહેલાં કે.એલ.રાહુલને ટોસ થવાથી થોડી મિનિટો પહેલાં જ કહેવામાં આવ્યું કે, આજે તારે રમવાનું છે, આજે તું પ્લેઈંગ ઈલેવનમાં છે. જોકે, રાહુલે કયા નંબરે બેટિંગ કરવાની છે એ પણ નક્કી નહોંતું. તેમ છતાં આવી સ્થિતિમાં પણ રાહુલે શાનદાર સદી ફટકારીને પાકિસ્તાનને પડકાર ફેંક્યો. બીજી તરફ મહામુકાબલામાં મહાન ખેલાડીની મહાન ઈનિંગ જોવા મળી. અહીં વાત થઈ રહી છે વિરાટ કોહલીની. વિરાટ કોહલીએ આ મુકાબલામાં માત્ર 94 બોલમાં 122 રન કરીને પોતાના કરિઅરની 47મી સદી બનાવી. આ સાથે જ તેણે માત્ર 267 વન ડે ઈનિંગમાં સૌથી ઝડપી 13000 રન પુરા કરીને ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરનો રેકોર્ડ પણ તોડી નાંખ્યો. આ બધી સ્થિતિની વચ્ચે પાકિસ્તાન સાવ ગભરાઈ ગયું. હવે આગળનો રસ્તો કઈ રીતે કાપવો એનો વિચાર કરીને પાકિસ્તાને મોટો નિર્ણય લીધો.
ભારત સામે ખરાબ રીતે હાર્યા બાદ પાકિસ્તાન ટીમે ફોન કરીને તાત્કાલિક પોતાના બે ખેલાડીઓને પાકિસ્તાનથી શ્રીલંકા બોલાવ્યાં. હવે એમની પ્લેઈંગ-11 માં બદલાવ થશે એ વાત તો નક્કી જ છે. એશિયા કપના સુપર-4 રાઉન્ડની મેચમાં ભારતીય ટીમે પાકિસ્તાનને ખરાબ રીતે હરાવ્યું હતું. પાકિસ્તાન ટીમના બોલરો કંઈ ખાસ કરી શક્યા ન હતા અને ટીમ ઈન્ડિયાએ 2 વિકેટે 356 રન બનાવ્યા હતા. હાર બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ મોટું પગલું ભર્યું છે.
પાકિસ્તાન ક્રિકેટ ટીમ અને તેના ચાહકો 11 સપ્ટેમ્બરનો દિવસ ક્યારેય યાદ રાખવા માંગશે નહીં. મહાન બેટ્સમેન બાબર આઝમની કપ્તાનીવાળી ટીમ એશિયા કપ-2023ના સુપર-4 રાઉન્ડની મેચમાં સોમવારે ભારત સામે ખરાબ રીતે પરાજય પામી હતી. આ પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ એક મોટું પગલું ભર્યું છે. ભારતીય ક્રિકેટ ટીમે એશિયા કપ-2023ના સુપર-4 રાઉન્ડની મેચમાં પાકિસ્તાનને 228 રનના વિશાળ અંતરથી હરાવીને ઈતિહાસ રચ્યો છે. વનડેમાં રનના મામલામાં પાકિસ્તાન સામે ભારતની આ સૌથી મોટી જીત છે. રિઝર્વ ડે સુધી ચાલેલી આ મેચમાં ભારતે વિરાટ કોહલી (અણનમ 122) અને કેએલ રાહુલ (111 અણનમ)ની સદીના આધારે 2 વિકેટ ગુમાવીને 356 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. આ પછી પાકિસ્તાનનો દાવ 32 ઓવરમાં માત્ર 128 રનમાં સમેટાઈ ગયો હતો.
હાર બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ એક મોટું પગલું ભર્યું છે અને કવર તરીકે બે ખેલાડીઓને ટીમમાં સામેલ કર્યા છે. વાસ્તવમાં, હરિસ રઉફ ભારત સામેની મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. તેણે રિઝર્વ ડે પર બોલિંગ પણ કરી ન હતી. સાથે જ નસીમ શાહ પણ બેટિંગ કરવા આવ્યો ન હતો. આવી સ્થિતિમાં પાકિસ્તાને કવર તરીકે શાહનવાઝ દહાની અને જમાન ખાનને શ્રીલંકા બોલાવ્યા છે.
એશિયા કપના સુપર-4 રાઉન્ડની મેચમાં ભારતીય બેટ્સમેનોએ પાકિસ્તાનના બોલરોને ઘણી ક્લાસ આપી હતી. શાહીન શાહ આફ્રિદીએ 10 ઓવરમાં 79 રન આપ્યા અને માત્ર 1 વિકેટ લીધી. નસીમ શાહ કોઈ વિકેટ મેળવી શક્યો ન હતો અને તેણે 9.2 ઓવરમાં 53 રન આપી દીધા હતા. ફહીમ અશરફ ખૂબ જ મોંઘો હતો, તેણે 74 રન આપ્યા અને કોઈ વિકેટ લઈ શક્યો નહીં. હરિસે માત્ર 5 ઓવર નાખી અને 27 રન આપ્યા. શાદાબ ખાને 71 રન આપીને એક વિકેટ લીધી હતી. ઈફ્તિખાર અહેમદે 5.4 ઓવરમાં 52 રન આપ્યા અને વિકેટ પણ લેવામાં સફળ રહ્યો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે