કરતારપુર કોરિડોર દ્વારા હિન્દુસ્તાનને જખમ આપવાનું PAKનું ષડયંત્ર, ભારતે આપ્યો જડબાતોડ જવાબ

કરતારપુર કોરિડોર (Kartarpur Corridor) નો ઉપયોગ નાપાક ઈરાદાઓને અંજામ આપવા માટે  પાકિસ્તાન (Pakistan)  ઈચ્છુક હોવાના મુદ્દે દેશના ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે (Nityanand Rai)  નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ડેરાબાબા નાનક પર કરતારપુર સાહિબ કોરિડોર બીએસએફના હાથે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. તેમણે કહ્યું કે આપણા જવાનોની મહેનતના કારણે દુશ્મનોએ ઘૂસણખોરી કે કોઈ અપરાધને અંજામ આપતા પહેલા અનેકવાર વિચારવું પડશે. ગૃહ રાજ્યમંત્રી બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના 55માં સ્થાપના દિવસ પર આયોજિત કાર્યક્રમમાં બોલી રહ્યાં હતાં. 
કરતારપુર કોરિડોર દ્વારા હિન્દુસ્તાનને જખમ આપવાનું PAKનું ષડયંત્ર, ભારતે આપ્યો જડબાતોડ જવાબ

નવી દિલ્હી: કરતારપુર કોરિડોર (Kartarpur Corridor) નો ઉપયોગ નાપાક ઈરાદાઓને અંજામ આપવા માટે  પાકિસ્તાન (Pakistan)  ઈચ્છુક હોવાના મુદ્દે દેશના ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે (Nityanand Rai)  નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ડેરાબાબા નાનક પર કરતારપુર સાહિબ કોરિડોર બીએસએફના હાથે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. તેમણે કહ્યું કે આપણા જવાનોની મહેનતના કારણે દુશ્મનોએ ઘૂસણખોરી કે કોઈ અપરાધને અંજામ આપતા પહેલા અનેકવાર વિચારવું પડશે. ગૃહ રાજ્યમંત્રી બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના 55માં સ્થાપના દિવસ પર આયોજિત કાર્યક્રમમાં બોલી રહ્યાં હતાં. 

નોંધનીય છે કે એક દિવસ પહેલા જ પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રશીદ અહેમદે (Sheikh Rasheed) કબુલ્યું હતું કે કોરિડોર પાકિસ્તાની આર્મી ચીફ બાજવાના મગજની ઉપજ હતી. કોરિડોરના આ ઘાવને હિન્દુસ્તાન હંમેશા યાદ રાખશે. જ્યારે તેનાથી  બિલકુલ ઉલટુ પાકિસ્તાન (Pakistan) સરકાર અત્યાર સુધી એ દાવો કરી રહી હતી કે કોરિડોર ખોલવો એ વડાપ્રધાન ઈમરાન ખાનની સોચ છે. 

પાકિસ્તાની મંત્રીએ કહ્યું કે જનરલ કમર બાજવાએ કરતારપુર કોરિડોર (Kartarpur Corridor) નો એવો જખમ આપ્યો છે કે હિન્દુસ્તાન હંમેશા યાદ રાખશે. આ પ્રોજેક્ટ દ્વારા શીખોની અંદર પાકિસ્તાન માટે મહોબ્બત પેદા કરવામાં આવી. અત્રે જણાવવાનું કે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ પહેલા જ ચેતવણી ઉચ્ચારી ચૂક્યા છે કે કરતારપુર કોરિડોર પાછળ પાકિસ્તાનનો એક છૂપો એજન્ડા છે. 

પાકિસ્તાનમાં અમેરિકા, ઈંગ્લેન્ડ અને કેનેડા જેવા દેશોથી પહોંચેલા અલગતાવાદીઓ અને ખાલિસ્તાની તત્વોની હાજરી તથા ભારતથી કરતારપુર જનારા શ્રદ્ધાળુઓ સાથે તેમની સંભવિત મુલાકાત ભારત માટે ચિંતાનો વિષય છે. ગુપ્તચર એજન્સીઓએ ચેતવણી ઉચ્ચારી છે કે શીખ ફોર જસ્ટિસ (એસએફજે) જેવા શીખ કટ્ટરપથી સંગઠનોની  તેમના વિભાજનકારી એજન્ડાને આગળ વધારવા માટે કરતારપુર કોરિડોરનો ઉપયોગ કરવાની યોજના છે. 

શીખ રેફરેન્ડરમ 2020
ભારતે આ અંગે ચિંતા વ્યક્ત કરી છે કે પાકિસ્તાનમાં અનેક ગુરુદ્વારાનો ઉપયોગ ખાલિસ્તાન સમર્થક વિચારોને પ્રોત્સાહન આપવા માટે થઈ રહ્યો છે અને કથિત શીખ રેફરેન્ડમ 2020થી સંબંધિત પેમ્ફલેટ્સના વિતરણ સંબંધિત જાણકારી શેર કરી છે. એસએફજેના પ્રમુખ અવતાર સિંહ પન્નુ અને ગુરપતવંત સિંહ પન્નુ છે જે પૃથક ખાલિસ્તાન રાજ્યની માગણી કરે છે. 

પાકિસ્તાન દ્વારા ખાલિસ્તાન લિબરેશન ફોર્સ (કેએલએફ), બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (બીકેઆઈ), ખાલિસ્તાન કમાન્ડો ફોર્સ (કેજેકેએફ), અને ઈન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશન (આઈએસવાયએફ) જેવા અન્ય પ્રતિબંધિત સંગઠનોને પુર્નજીવિત કરાયાને લઈને ભારત ચિંતિત છે. જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370ને પાંચ ઓગસ્ટના રોજ નાબુદ કરાયા બાદથી પાકિસ્તાનના કેટલાક આતંકી સંગઠનો ભારતમાં હથિયારોની તસ્કરીમાં સંડોવાયેલા મળ્યાં. 

આ VIDEO પણ જુઓ...

પાકિસ્તાનથી હથિયારોની તસ્કરી
ગુપ્તચર એજન્સીઓ પાકિસ્તાનથી ડ્રોન્સના માધ્યમથી હથિયારો ભારત મોકલવાને લઈને પણ ચિંતિત છે. ભારત-પાકિસ્તાન સરહદ પર પાકિસ્તાનથી હથિયારોની તસ્કરીને લઈને આવતા બે ડ્રોન્સ હાલમાં જ પકડાયા હતાં. 

ભારતે વ્યક્ત કરી ચિંતા
આતંકવાદી હાફિઝ સઈદના સહયોગી અને કુખ્યાત અલગતાવાદી ગોપાલ સિંહ ચાવલાને કરતારપુર સાહિબ કોરિડોરની 10 સભ્યોની સમિતિના સભ્ય બનાવવાને લઈને પણ પાકિસ્તાન સમક્ષ ભારતે ચિંતા વ્યક્ત કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news