AUSvsSA: વનડે ટીમમાં ટિમ પેનના સ્થાને એરોન ફિન્ચ બન્યો કેપ્ટન
નવેમ્બરમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમાનારી વનડે શ્રેણી માટે એરોન ફિન્ચને વનડે ટીમનો કેપ્ટન નિયુક્ત કરવામાં આવ્યો છે.
Trending Photos
મેલબોર્નઃ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ)એ નવેમ્બરમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમાનારી વનડે શ્રેણી માટે વિસ્ફોટક બેટ્સમેન એરોન ફિન્ચને પોતાનો કેપ્ટન નિયુક્ત કર્યો છે, ફિન્ચને ટિમ પેનના સ્થાને વનડે ટીમનું સુકાન સોંપવામાં આવ્યું છે. પેનને બોલ ટેમ્પરિંગ બાદ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ફિન્ચ અત્યારે ટી-20માં ટીમનો કેપ્ટન છે.
તે આ પહેલા 2017માં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બે મેચો માટે ટીમનો કેપ્ટન બન્યો હતો, જોશ હેઝલવુડને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ સિવાય વિકેટકીપર એલેક્સ કેરીને પણ ટીમનો વાઇસ કેપ્ટન નિયુક્ત કરવામાં આવ્યો છે. ઓલરાઉન્ડર મિશેલ માર્શને વનડે શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે. ક્રિસ લિનની ટીમમાં વાપસી થઈ છે. ગ્લેન મેક્સવેલ અને ડી આર્શી શોર્ટને પણ ટીમમાં સ્થાન મળ્યું છે.
ફિન્સની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયાને મળી રહી છે હાર
ટી-20 શ્રેણીના બીજા મેચમાં ઓસ્ટ્રેલિયાને 11 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો જ્યારે પ્રથમ મેચમાં પાકિસ્તાન વિરુદ્ધ પોતાની ખરાબ બેટિંગને કારણે ઓસ્ટ્રેલિયાનો 66 રને પરાજય થયો હતો.
સાઉથ આફ્રિકા સામેની વનડે શ્રેણી માટે ઓસ્ટ્રેલિયન ટીમઃ એરોન ફિન્ચ (કેપ્ટન), જોશ હેઝલવુડ (વાઇસ કેપ્ટન), એલેક્સ કેરી (vs,WK), એસ્ટોન અગર, પેટ કમિન્સ, નાથન-કુલ્ટર-નાઇલ, ટ્રેવિસ હેડ, ક્રિલ લિન, શોન માર્શ, ગ્લેન મેક્સવેલ, ડી આર્સી શોર્ટ, મિશેલ સ્ટાર્ક, સ્ટોઇનિસ, એડમ ઝમ્પા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે