હાર્દિક પટેલ અંગે દિનેશ બાંભણિયાનો મોટો ઘટસ્ફોટ

હાર્દિક પટેલે જેડીયુના પ્રશાંત કિશોર સાથે સાંઠગાંઠ કરીને રાજ્યમાં ત્રીજો મોરચો ઉભો કરવા કાવતરૂં ઘડ્યું

હાર્દિક પટેલ અંગે દિનેશ બાંભણિયાનો મોટો ઘટસ્ફોટ

દિનેશ બાંભણિયાએ અમદાવાદ ખાતે એક પત્રકાર પરિષદમાં હાર્દિક પટેલ સામે ગંભીર આરોપો લગાવ્યો છે. અનામત આંદોલનને લઈને શરૂ થયેલું આંદોલન હાર્દિક ખેડૂતના મુદ્દે લઈ ગયો હતો અને અનામતની વાત ભુલાવી દીધી હતી. દિનેશ બાંભણિયાએ હાર્દિક પર લગાવેલા આરોપો નીચે મુજબ છે. 

1. ગુજરાતમાં માલવણ ખાતે પાટીદાર માહપંચાયતની જાહેરાત કરાઈ હતી. ત્યારે હાર્દિકે કોઈને પણ જાણ કર્યા વગર મહાપંચાયત બોલાવી હતી અને તેમાં જીતુ વાઘાણીને બોલાવ્યા હતા. 

2.હાર્દિકનું ઉપવાસ આંદોલન રાજકીય ષડયંત્રના ઈશારે કરાયું હતું. હાર્દિક પટેલે જેડીયુ સાથે દિલ્હી અને બેંગલોરમાં જિંદાલ હોસ્પિટલમાં મિટિંગ કર્યા બાદ ઉપવાસ આંદોલન કર્યું હતું. 

3. હાર્દિક પટેલે 25મી એ ઉપવાસની શરૂઆત કરી અને 7 સપ્ટેમ્બરે જિંદાલ નેચર કેર હોસ્પિટલમાં બુકિંગ કરાવ્યું હતું. આમરણાંત ઉપવાસનો અર્થ એવો થાય કે જ્યાં સુધી માગ ન થાય ત્યાં સુધી ઉપવાસ કરવાના હોય છે. હજુ હાર્દિકના ઉપવાસ ચાલુ હતા ત્યાં જ અધવચ્ચે હોસ્પિટલમાં એડવાન્સ બુકિંગ કરાવાયું હતું. આ હોસ્પિટલનો બુકિંગ રોજના રૂ.36 હજાર પેટે ચાર્જ 3.60 લાખ અને 50 હજાર મસાજનો ખર્ચનો સમાવેશ થાય છે. હાર્દિકનો મસાજનો ખર્ચ બ્રિજેશ નામના મિત્રએ ઉઠાવ્યો હતો. 

4. હાર્દિકના હોસ્પિટલનો ખર્ચ જેડીયુના પ્રશાંત કિશોરે ચૂકવ્યો હતો. સાંજે હાર્દિક અને પ્રશાંત કિશોર વચ્ચે બેઠક થઈ હતી. મિટિંગ કરાવનાર અને સાથે રહેનારી વ્યક્તિ ગુજરાતની વ્યક્તિ છે.

 

(ઉપવાસ બાદ દિલ્હીમાં ડાન્સ કરતા હાર્દિકનો વીડિયો પણ બહાર આવ્યો છે)

5. સોદાબાજી મુજબ ગુજરાતમાં ત્રીજો મોરચો ઊભો કરીને ભાજપ અને કોંગ્રેસને નુકસાન કરવાનું કાવતરૂં ઘડાયું હતું. એટલે કે, ત્રીજા મોરચા દ્વારા ભવિષ્યમાં જે કોઈ લોકસભા કે વિધાનસભા ચૂંટણી આવે ત્યારે પાછળથી ટેકો આપવા સોદાબાજી કરવી. 

6. જો હાર્દિક આંદોલન ચલાવી ન શક્તો હોય તો તે પાટિદાર અનામત આંદોલન સમિતિમાંથી રાજીનામું આપીને પોતાની રીતે રાજકીય ક્ષેત્રે સક્રિય થઈ શકે છે. 

7. ત્યાર બાદ તાજેતરમાં જ ત્રણથી ચાર દિવસ પહેલાં હાર્દિકે નવી દિલ્હી ખાતે હોટલ ઈરોઝ નહેરુ પેલેસમાં રૂમ નં.309માં બંધ બારણે પ્રશાંત કિશોર સાથે બેઠક કરી હતી. 

8. હાર્દિક પટેલને ભાજપના એક જાણીતા નેતાના પુત્ર હરિકેશ પટેલે પૈસા આપ્યા હતા અને એક પત્રકાર પરિષદ કરીને ભાજપના વિરોધમાં નિવેદન આપવા જણાવાયું હતું. પરંતુ તેણે એમ કરવાને બદલે રાજસ્થાન પત્રિકામાં ઈન્ટરવ્યુ આપ્યો હતો. 

9. પાટીદાર અનામત આંદોલન સમિતિનો રાજકીય હેતુઓ પાર પાડવા માટે ઉપયોગ થવા દેવામાં નહીં આવે. 

10. હાર્દિક કિડનીની સારવાર માટે દિલ્હી ગયો હતો. પરંતુ ત્યાં જઈને તેણે ભરપુર ડાન્સ કર્યો હતો, જેનો વીડિયો પોતાની પાસે હોવાની બાંભણિયાએ જણાવ્યું છે. 

11. હાર્દિકે સમાજને ભુલી જઈને રાજનિતી માટે કામ કરી રહ્યો છે. 

12. નીતિશ કુમાર ભારતીય જનતા પાર્ટીના ગઠબંધનથી સરકાર ચલાવી રહ્યા છે. પ્રશાંત કિશોરને બિહારમાં કેબિનેટ કક્ષાનો દરજ્જો આપવામાં આવેલો છે. 

13. અમારું આંદોલન અલ્પેશ કથિરિયાની મુક્તી માટે હતું. તેને બદલે હાર્દિક તેને ખેડૂતો અને બીજા મુદ્દાઓ પર લઈ ગયો હતો. 

12. પાસ સમિતિની રચના કરી ત્યારે 194 કન્વીનર હતા. અત્યારે મારી પડખે કોઈ નથી. કારણ કે, હાર્દિકની એકમાત્ર મહત્વાકાંક્ષા તેની પાછળ કામ કરી રહી છે. હાર્દિક પોતાની રાજકીય ઈચ્છા પુરી કરવા માટે પાસનો સહારો લીધો છે. 

દિનેશ બાંભણિયાએ સોગંદનામા અને પાકા પુરાવા સાથે હાર્દિક પટેલ પર આરોપો લગાવ્યા છે અને હાર્દિકને પાસ સમિતિમાંથી રાજીનામું આપી દેવા માટે માગણી કરી છે. 

દિનેશ બાંભણિયાએ ઝી24 કલાક સાથે વિશેષ વાતચીતમાં જણાવ્યું કે, હાર્દિકે 2017માં કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું હતું, પરંતુ તેમાં સફળતા ન મળતાં હવે તેણે ત્રીજો મોરચો ઊભો કરવાનું આયોજન કર્યું. હાર્દિકના કહેવા મુજબ જે લોકો કામ કરે તેને જ તેની સાથે રાખવામાં આવ્યા છે. બાકીના લોકોને દૂર રાખવામાં આવે છે. હાર્દિક જ્યારે પણ અન્ય રાજ્યોમાં પ્રવાસે જાય છે ત્યારે તે પાસ સમિતિના એક પણ સભ્યને પોતાની સાથે લઈને જતો નથી. 

દિનેશ બાંભણિયાની પત્રકાર પરિષદ અંગે મનોજ પનારાએ જણાવ્યું કે, આ બધા માત્ર આરોપો છે. તેમાં કોઈ તથ્ય નથી. 31 ઓક્ટોબરે વડા પ્રધાનનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે આયોજિત ખેડૂત આંદોલનને તોડવા માટેનો આ એક પ્રયાસ છે. અમે 31 તારીખે ખેડૂત સત્યાગ્રહ કરવા જઈ રહ્યા છીએ તેમાં હાર્દિક પટેલ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની શક્તિનો પરિચય દેખાડવાનો છે.

રેશમા પટેલે ઝી 24 કલાકને જણાવ્યું કે, હાર્દિક પટેલનો એજન્ડા રાજનીતિ કરવાનો જ છે. આ કારણે જ અમારે તેની સાથે મતભેદ થયા હતા. તે અનામતનો મુદ્દો ભુલી ગયો હતો. તે મુળ મુદ્દો ભુલી જઈને અન્ય રાજ્યોમાં જઈને મુલાકાતો કરે છે. હાર્દિકે સમાજના નામે દેખાડો કરવાને બદલે જેડીયુ, કોંગ્રેસ કે જે કોઈ પાર્ટીનો ખેસ પહેરવો હોય તે પહેરીને રાજનીતિ કરવી જોઈએ. હાર્દિકને કોઈ મુદ્દે સમાધાન નથી જોઈતું નથી, તે પોતાની મહત્વાકાંક્ષા પાર પાડવા કામ કરી રહ્યો છે. 

અલ્પેશ કથિરિયા અંગે મનોજ પનારાએ જણાવ્યું કે, અલ્પેશ કથિરિયાના નામે હાર્દિક પટેલને બદનામ કરાઈ રહ્યો છે. અલ્પેશ કથિરિયાને લઈને આ સરકાર પાસ સમિતિમાં ભાગલા પડાવી રહી છે.  અલ્પેશ કથિરિયાને નામે ષડયંત્ર રચાઈ રહ્યું છે. 

પાસના કન્વીનર ધાર્મિક માલવીયાએ દિનેશ બાંભણિયાના આરોપો અંગે જણાવ્યું કે, છેલ્લા ત્રણ વર્ષથી પાટિદાર અનામત આંદોલન ચાલી રહ્યું છે. આ આંદોલનને દબાવા માટે જાત-જાતના પ્રયાસો થતા રહ્યા છે. હાર્દિક પટેલનું વર્ચસ્વ ઘટાડવા માટે ભારતીય જનતા પાર્ટી પ્રયાસો કરતી રહી છે. આજનો ઘટનાક્રમ પણ ભાજપની એક ચાલના સ્વરૂપે જ હોઈ શકે છે. અગાઉ પણ આવા પુરાવાઓ બહાર પાડીને હાર્દિકને બદનામ કરવાના પ્રયાસો થતા રહ્યા છે. ભાજપ કે કેટલાક લોકો અલ્પેશના નામે રાજનીતિ કરી રહ્યા છે. તમામ લોકોને મારો એક જ મેસેજ છે કે અલ્પેશ માટે અમારી સિમિતિ સંપૂર્ણ રીતે ચિંતિત છે. 

દિનેશભાઈ હવે આટલે મોડેથી શા માટે બહાર આવ્યા એ સવાલના જવાબમાં તેમણે જણાવ્યું કે, અલ્પેશને જ્યારેથી જેલમાં નાખવામાં આવ્યો ત્યારેથી હું તેની મુક્તિ માટે પ્રયાસો કરી રહ્યું છે. આજે જાહેરાત કરવાનો હેતુ બે દિવસ પહેલા થયેલી ઘટના છે. હાર્દિક છેલ્લા બે દિવસથી જે ટ્વીટ કરી રહ્યો છે તેમાં અલ્પેશનું નામ કાઢી નાખવામાં આવ્યું છે. આજે, જે ટ્વીટ કરાઈ તેમાં જે બેનર છે તેમાંથી અનામત અને અલ્પેશનું નામ કાઢી નાખવાના કારણે આજે આ પુરાવા રજૂ કર્યા છે. 

હાર્દિક પટેલ અને જેડીયુની સાંઠગાંઢ અંગે જે.ડી.યુ.ના કે.સી. ત્યાગીએ જણાવ્યું કે, આ આરોપો તદ્દન ખોટા છે. અમે માત્ર હાર્દિકના અનામત આંદોલનને સમર્થન આપ્યું હતું. અત્યારે અમારે હાર્દિક સાથે કોઈ સંબંધ નથી. કેમ કે તેણે કોંગ્રેસને સમર્થનની જાહેરમાં વાત કરી હતી. હાર્દિક સાથે મુલાકાત થઈ ત્યારે અમે મહાગઠબંધનમાં હતા અને અત્યારે એનડીએમાં છીએ એટલે હાર્દિક સાથે અમારે અત્યારે કોઈ નેતા નથી. હાર્દિકને માત્ર ક્રાંતિકારી વ્યક્તિ તરીકે જ અમે સમર્થન આપી રહ્યા છીએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news