વિરાટ કોહલીને ક્લીન બોલ્ડ કરવા ઈચ્છે છે બાંગ્લાદેશની સુંદર મહિલા ક્રિકેટર

વિરાટ કોહલી આ સમયે આઈસીસી વનડે રેન્કિંગમાં વિશ્વનો નંબર વન બેટ્સમેન છે અને તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ તથા ઈન્ડિયન પ્રીમિયર લીગમાં વધુ રન બનાવનાર બેટ્સમેન પણ છે. 31 વર્ષીય વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો સૌથી સફળ કેપ્ટન પણ છે. 

Updated By: Aug 11, 2020, 03:01 PM IST
વિરાટ કોહલીને ક્લીન બોલ્ડ કરવા ઈચ્છે છે બાંગ્લાદેશની સુંદર મહિલા ક્રિકેટર

નવી દિલ્હીઃ જહાંઆરા આલમ લગભગ છેલ્લા એક દાયકાથી બાંગ્લાદેશ મહિલા ક્રિકેટ ટીમની સભ્ય છે. તેણે પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત વર્ષ 2011મા કરી હતી અને તે વનડે તથા ટી20 ક્રિકેટમાં પોતાની ટીમ માટે સૌથી વધુ વિકેટ ઝડપનાર ક્રિકેટરોમાં સામેલ છે. હવે 27 વર્ષની આ ખેલાડીએ પોતાની ઈચ્છા જાહેર કરતા કહ્યું કે, તે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને આઉટ કરવા ઈચ્છે છે. 

વિરાટ કોહલી આ સમયે આઈસીસી વનડે રેન્કિંગમાં વિશ્વનો નંબર વન બેટ્સમેન છે અને તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ તથા ઈન્ડિયન પ્રીમિયર લીગમાં વધુ રન બનાવનાર બેટ્સમેન પણ છે. 31 વર્ષીય વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો સૌથી સફળ કેપ્ટન પણ છે. 

વિશ્વના ઘણા બોલરોએ ઈચ્છા વ્યક્ત કરી છે કે તે વિરાટ કોહલી વિરુદ્ધ બોલિંગ કરીને પોતાની ક્ષમતાને ચકાસવા ઈચ્છે છે તો જહાંઆરાની પણ કંઇક આવી ઈચ્છા છે. હવે જહાંઆરાએ કહ્યું કે, હું વિરાટ કોહલીને આઉટ કરવા ઈચ્છુ છું. એટલું જ નહીં તેણે આઈપીએલમાં પોતાની ફેવરિટ ટીમ વિશે જણાવ્યું અને કહ્યું કે, કોલકત્તા નાઇટ રાઇડર્સ આ લીગમાં મારી સૌથી પસંદગીની ટીમ છે. જહાંઆરા આ દિવસોમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમને ખુબ ફોલો કરે છે કારણ કે શાકિબ અલ હસન આ ટીમ માટે રમે છે. શાકિબ હૈદરાબાદ સાથે જોડાયા પહેલા કોલકત્તા માટે રમતો હતો. 

IPL 2020ના ખેલાડીઓનું લિસ્ટ, જાણો કઈ ટીમમાં ક્યા-ક્યા ખેલાડી સામેલ  

જહાંઆરાએ જણાવ્યું કે, કેકેઆર તેની ફેવરિટ ટીમ છે, જ્યારે તે એસઆરએચને સપોર્ટ કરે છે, કારણ કે શાકિબ ભાઈ તે ટીમ માટે રમે છે. આઈપીએલની આ સીઝનમાં શાકિબ નહીં રમે એટલે કેકેઆરને સપોર્ટ કરીશ. હું તે નથી જણાવી શકતી કે કેકેઆરને કેમ આટલી પસંદ કરુ છું, પરંતુ આ લીગની શરૂઆતથી તે ટીમને ખુબ પસંદ કરુ છું. 

બાંગ્લાદેશનો પૂર્વ કેપ્ટન મુશરફે મુર્તજા પણ નાઇટ રાઇડર્સ માટે રમ્યો હતો. મોહમ્મદ અશરફુલ, મુસ્તાફિઝુર રહમાન અને અબ્દુર રઝાક આઈપીએલમાં રમનાર બાંગ્લાદેશના અન્ય ખેલાડી છે. તમીમ ઇકબાલ પણ પુણે વોરિયર્સની ટીમમાં હતા, પરંતુ તે મેદાન પર ન ઉતરી શક્યો. જહાંઆરાએ કહ્યું કે, મારૂ સપનું ઈડન ગાર્ડનમાં રમવાનું છે, પરંતુ અત્યાર સુધી ત્યાં રમી શકી નથી. આશા છે કે એક દિવસ કોલકત્તા અને લોર્ડ્સમાં રમી શકીશ. ક્રિકેટના મોટા લેજેન્ડ આ મેદાનો પર રમ્યા છે અને હું પણ ત્યાં રમવા ઈચ્છુ છું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર