સીઓએ સાથે બેઠક છોડી કોહલીને મળવા પહોંચ્યા સીકે ખન્ના

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના કાર્યવાહક અધ્યક્ષ સીકે ખન્ના શનિવારે રાષ્ટ્રીય રાજધાનીમાં યોજાયેલી પ્રશાસકોની સમિતિ (CoA)ની બેઠકથી દૂર રહ્યાં હતા. આ વચ્ચે તેમણે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી સાથે મુલાકાત કરી તેને 30 મેથી શરૂ થઈ રહેલા વિશ્વ કપ માટે શુભકામના જરૂર આપી હતી.

સીઓએ સાથે બેઠક છોડી કોહલીને મળવા પહોંચ્યા સીકે ખન્ના

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના કાર્યવાહક અધ્યક્ષ સીકે ખન્ના શનિવારે રાષ્ટ્રીય રાજધાનીમાં યોજાયેલી પ્રશાસકોની સમિતિ (CoA)ની બેઠકથી દૂર રહ્યાં હતા. આ વચ્ચે તેમણે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી સાથે મુલાકાત કરી તેને 30 મેથી શરૂ થઈ રહેલા વિશ્વ કપ માટે શુભકામના જરૂર આપી હતી. કોહલી આ સમયે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરનું નેતૃત્વ કરી રહ્યો છે. 

રવિવારે ફિરોઝશાહ કોટલામાં દિલ્હી કેપિટલ્સ અને કોહલીની બેંગલોર વચ્ચે મેચ રમાશે. આ કારણે કોહલી આ સમયે દિલ્હીમાં છે. ખન્નાએ બેઠકમાં ન જવા અને કોહલી સાથે મુલાકાત કરવાના સવાલ પર કહ્યું, હું આ તકે કોહલી અને તેની ટીમને વિશ્વ કપ માટે શુભકામના આપવા ઈચ્છતો હતો. 

ખન્નાએ સવારે સીઓએને એક મેલ કર્યો હતો, જેમાં તેમણે બેઠકમાં ન આવવા માટે પારિવારિક કારણોનો હવાલો આપ્યો હતો. આ મેલની કોપી મીડિયાની પાસે છે. ખન્નાએ આ મેચ સવારે 10.14 કલાકે મોકલ્યો હતો, જ્યારે બેઠક 10 કલાકે શરૂ થઈ ગઈ હતી. બીસીસીઆઈના મુખ્ય કાર્યકારી અધિકારી રાહુલ જૌહરીએ 21 એપ્રિલે જ ત્રણેય અધિકારીઓને બેઠક વિશે જણાવી દીધું હતું. 

— C.K Khanna (@CkKhannaBCCI) April 27, 2019

બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું કે, કોષાધ્યક્ષ અનિરૂદ્ધ ચૌધરીએ સીઓએને પહેલાજ જણાવી દીધું હતું કે, તે બેઠકમાં આવશે નહીં, જ્યારે ખન્નાએ છેલ્લી ઘડીએ પારિવારિક કારણોનો હવાલો આપીને બેઠકને નજરઅંદાજ કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news