ચાર્જશીટ જોયા પહેલા શમી પર કોઈ કાર્યવાહી નહિઃ બીસીસીઆઈ
મોહમ્મદ શમી વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. પરંતુ બીસીસીઆઈએ સ્પષ્ટ કર્યું કે, જ્યાં સુધી ચાર્જશીટ જોયા પહેલા કોઈપણ પ્રકારની કાર્યવાહી થશે નહીં.
Trending Photos
નવી દિલ્હીઃ કોલકત્તાની અલીપુર કોર્ટે ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમી વિરુદ્ધ ઘરેલૂ હિંસાના મામલામાં ધરપકડ વોરંટ જારી કર્યું છે. શમી વિરુદ્ધ 2018મા તેની પત્ની હસીન જહાંએ કેસ દાખલ કરાવ્યો હતો જેના સંદર્ભમાં તેની વિરુદ્ધ આ વોરંટ જારી કરવામાં આવ્યું છે.
ભારતીય ફાસ્ટ બોલરને રસેન્ડર કરવા અને જામીન માટે અરજી કરવા 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે. પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ સ્પષ્ટ કરી દીધુ છે કે જ્યાં સુધી તે ચાર્જશીટને જોશે નહીં ત્યાં સુધી શમીની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં.
બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું કે, હજુ આ મામલા પર કોઈપણ પ્રકારના પગલા ભરવા ઉતાવળ ગણાશે. એકવાર ચાર્જશીટ જોયા બાદ અમે કોઈ નિર્ણય લઈ શકીશું.
અધિકારીએ કહ્યું, 'અમે સમજી શકીએ કે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. પરંતુ અમને નથી લાગતું કે અમારે હજુ આ મામલામાં દખલ આપવાની જરૂર છે. એકવાર અમે ચાર્જશીટનો અભ્યાસ કરીશું ત્યારે નક્કી કરીશું શું બીસીસીઆઈના બંધારણ પ્રમાણે કોઈ પગલા ભરવાની જરૂર છે. પરંતુ આ સમયે તો હું તે કહી શકું કે કંઇપણ કરવુ ઉતાવળ ગણાશે.'
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે