BCCI સચિવે અધ્યક્ષ સીકે ખન્ના પર લગાવ્યો કામચોરીનો આરોપ
બીસીસીઆઈના કાર્યવાહક સચિવ અમિતાભ ચૌધરીએ ખન્ના પર હુમલો કરતા કહ્યું કે, વારંવાર ફોટો ખેંચાવવા સિવાય કાર્યવાહક અધ્યક્ષે કેટલું કામ કર્યું છે. ચૌધરીએ ખન્ના પર આરોપ લગાવતા કહ્યું કે, તે કામને ઓછું મહત્વ આપે છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને પ્રશાસકોની સમિતિ (CoA)ની વચ્ચે આઈપીએલ વિજેતાને ટ્રોફી આપવા મુદ્દે થયેલા વિવાદમાં એક નવો વળાંક આવ્યો છે. બીસીસીઆઈના કાર્યવાહક સચિન અમિતાભ ચૌધરીએ સીકે ખન્ના પર હુમલો કરતા કહ્યું કે, વારંવાર ફોટો ખેંચાવવા સિવાય કાર્યવાહક અધ્યક્ષે કેટલું કામ કર્યું છે. ચૌધરીએ ખન્ના પર આરોપ લગાવતા કહ્યું કે, તે કામને ઓછું મહત્વ આપે છે. ચૌધરીએ એક પત્ર લખીને ખન્નાને આડે હાથ લીધા છે.
ચૌધરીએ પત્રમાં ખન્નાના કાર્યવાહક અધ્યક્ષ તરીકે કરવામાં આવેલા કામ પર સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું કે, તેણે લોકો સાથે મુલાકાત અને બધા પાસેથી પાસ લેવા સિવાય કશું કર્યું નથી. તેમણે સાથે જણાવ્યું કે, ખન્નાએ મહત્વની બેઠકોમાં પણ એક શબ્દ કહ્યો નથી. ચૌધરીએ પત્રમાં લખ્યું, 'આ લગભગ ભાગ્ય હશે.' સુપ્રીમ કોર્ટે બે જાન્યુઆરી 2017ના બોર્ડના અધ્યક્ષને હટાવી દીધા હતા અને તેમની પાસે પાંચ ઉપાધ્યક્ષોમાંથી કોઈ એકને અધ્યક્ષ બનાવવા સિવાય કોઈ વિકલ્પ નહતો.
ત્યારબાદ તમને તે પદ મળ્યું જેના પર ગ્રાંટ ગોવન, સર સિકંદર હયાત ખાન, વિજિનાગ્રામ, એમ.એ ચિદમ્બરમ, જેડ. આર. ઈરાની, એન.કે. પી સાલ્વે, રાજ સિંહ ડુંગરપુરા, જગમોહન ડાલમિયા, શરદ પવાર અને શશાંક મમનોહર જેવા લોકો બેઠા. આ બધાએ શાનદાર કામ રપ્યું અને ક્રિકેટ જેવી મહાન રમતમાં પોતાનું યોગદાન આપતા સન્માન મેળવ્યું.
ચૌધરીએ આગળ લખ્યું, જ્યારે તમે આ પદ પર બેઠા હતા ત્યારે તમામને આશા હતી કે જે સ્થિતિમાં તમને જે પ્રગતિ, પદ અને જવાબદારી મળી છે જે પહેલા ઘણા દિગ્ગજો પાસે રહી છે, તે તમને આગળ લઈ જવામાં મદદ કરશે અને અત્યાર સુધીના કાર્યકાળમાં તમને એક અલગ સ્થાને ઉભા કરી દેશે. ચૌધરીએ લખ્યું, તમે પદ સંભાળ્યા બાદ શું કર્યું છે? માત્ર પાસ લેવા, નવું વર્ષ, દિવાળી, ક્રિસમસની શુભેચ્છા આપવા સિવાય. તમે ફોટો ખેંચાવાની એકપણ તક છોડી નથી. તમે તે પણ વિચાર્યું નથી કે તેનાથી તમે બીસીસીઆઈની સાખ અને ગરિમાને કેટલું નુકસાન પહોંચાડ્યું છે.
તેમણે કહ્યું, 'મને યાદ આવતું નથી કે તમે ક્યારે મહત્વની બેઠકોમાં એક પણ શબ્દ કહ્યો હોય કે મહત્વના મુદ્દાને લઈને ઈ-મેલ કર્યો હોય, ભલે તે લોઢા સમિતિની ભલામણ હોય કે, સુપ્રીમ કોર્ટ દ્વારા 18 જુલાઈ 2016ના આપવામાં આવેલો નિર્ણય હોય, યૌન શોષણનો મામલો કે પછી હાલમાં ફેમાના મામલામાં પણ તમે ચુપ રહ્યાં.' સચિવે ફરી એકવાર ખન્નાને સવાલ કર્યો કે કેમ તેણે દિલ્હીના ફિરોઝ શાહ કોટલા મેદાન પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી અંતિમ મેચમાં ટ્રોફી ન આપી અને એક રાજ્ય સંઘના અધ્યક્ષને કેમ ટ્રોફી આપાવાની મંજૂરી આપી.
તેમણે લખ્યું, 'તમે ભારત અને ઓસ્ટ્રેલિયા મેચના પુરસ્કાર વિતરણ પર સવાલનો જવાબ ન આપ્યો.' લગભગ એટલું ઘણું નહતું, હવે તમે આઈપીએલની ફાઇનલમાં ટ્રોફી આપવાને લઈને વિવાદ ઉભો કર્યો અને વિશ્વને તેના વિશે જાણકારી મળી. તેવો ખ્યાલ આવે છે કે તે દિવસે તમારા મજગમાં ઘણા સમયથી તે વાત ચાલી રહી હતી કે, તમે તે દિવસે વિજેતા ટીમને ટ્રોફી આપશો.
ચૌધરીએ ખન્નાને યાદ અપાવતા જણાવ્યું કે, તેમને ચૂંટવામાં આવ્યા નથી પરંતુ સ્થિતિ એવી હતી કે તે આ પદ પર આવી ગયા અને તેમનું મુખ્ય કામ બોર્ડના ઉપાધ્યક્ષ પદનું હતું. ચૌધરીએ લખ્યું, 'BCCIની છેલ્લી ચૂંટણી 2015માં થઈ હતી.' ચાર અધિકારીઓને નિયુક્ત કરવામાં આવ્યા અને તેમાં તમે નહતા. તમે ત્યાં સુધી કે અધિકારીના રૂપમાં ચૂંટાયા પણ નહતા કારણ કે તે સમય બોર્ડનું બંધારણ પાંચ ઉપાધ્યક્ષોને અધિકારી પણ ન માનતું હતું.
ચૌધરીએ લખ્યું, 'હું તમને જણાવી દઉં, તે સમયની જોગવાઈ માત્ર સંયોગ નહતી.' તે સમયના નિયમ પ્રમાણે, દરેક ઝોનથી એક ઉપાધ્યક્ષ હોવા જરૂરી હતા અને તેથી પાંચ ઉપાધ્યક્ષ હતા, પરંતુ તેને પાસ કરવા સિવાય વધુ કામ નહતું. તમે તેમાંથી એક ચૂંટાયા હતા અને તે પણ સીમિત અધિકારો સાથે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે