બેંગલુરુમાં મૂળ ગુજરાતી અને ક્રિકેટ જગતનો નંબર વન ઓલરાઉન્ડર માટે સુખના દ'ડા, નોંધાવશે બે મોટી સિદ્ધિ
નંબર વન ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા બેંગલુરુમાં 9 વિકેટ મેળવતાની સાથે જ સૌથી ઝડપી 250 વિકેટ પૂરી કરવામાં રવિચંદ્રન અશ્વિન અને અનિલ કુંબલે પછી ત્રીજો ખેલાડી બની જશે. તે સિવાય જાડેજાની પાસે 2500 રન અને 250 વિકેટની ડબલ રેકોર્ડ પૂરી કરવાની તક રહેશે.
Trending Photos
નવી દિલ્લી: મોહાલી ટેસ્ટમાં શાનદાર રમત બતાવીને રવીન્દ્ર જાડેજા માટે બેંગલુરુ ટેસ્ટ પણ રેકોર્ડતોડ બની શકે છે. શ્રીલંકા સામે પહેલી ટેસ્ટમાં 175 રન અને 9 વિકેટ લેનારા રવીન્દ્ર જાડેજાને ટેસ્ટ ક્રિકેટમાં 250 વિકેટ પૂરી કરવામાં માત્ર 9 વિકેટની જરૂર છે. રવીન્દ્ર જાડેજાએ ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી 58 ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેણે 2370 રન બનાવ્યા છે. અને 241 વિકેટ મેળવી છે.
જાડેજા માટે 250 વિકેટ પૂરી કરવાની તક
નંબર વન ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા બેંગલુરુમાં 9 વિકેટ મેળવતાની સાથે જ સૌથી ઝડપી 250 વિકેટ પૂરી કરવામાં રવિચંદ્રન અશ્વિન અને અનિલ કુંબલે પછી ત્રીજો ખેલાડી બની જશે. તે સિવાય જાડેજાની પાસે 2500 રન અને 250 વિકેટની ડબલ રેકોર્ડ પૂરી કરવાની તક રહેશે. જાડેજાના નામે ટેસ્ટ ક્રિકેટમાં 85 ઈનિંગ્સમાં 2370 રન છે. 2500 રન પૂરા કરવા માટે જાડેજાને 130 રનની જરૂર છે.
2500 રન અને 250 વિકેટની સિદ્ધિ
જો રવીન્દ્ર જાડેજા બેંગલુરુમાં પણ મોહાલીવાળું પ્રદર્શન કરશે તો તે પોતાના 2500 રન અને 250 વિકેટની ડબલ પૂરી કરી લેશે. જાડેજાએ મોહાલીમાં પહેલા દાવમાં 175 રન બનાવ્યા હતા. જ્યારે બોલિંગમાં પહેલા દાવમાં 41 રન આપીને 5 વિકેટ ઝડપી અને બીજા દાવમાં 46 રન આપીને 4 વિકેટ ઝડપી. જાડેજાએ પોતાના પ્રદર્શનના કારણે આઈસીસી ટેસ્ટ ઓલરાઉન્ડરમાં નંબર વનનું સ્થાન મેળવી લીધું છે.
શ્રીલંકા સામે બીજી ટેસ્ટમાં રમશે અક્ષર પટેલ
પહેલી ટેસ્ટમાં ભવ્ય જીત પછી ટીમ ઈન્ડિયા હવે શ્રીલંકા સામે બીજી ટેસ્ટમાં એક ફેરફાર કરી શકે છે. ટીમ ઈન્ડિયા જયંત યાદવની જગ્યાએ અક્ષર પટેલની તક આપી શકે છે. અક્ષરને તેની ફિટનેસ રિપોર્ટ પછી ટીમમાં કુલદીપ યાદવની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. અક્ષર ભારતમાં અમદાવાદમાં રમાયેલી છેલ્લી પિંક બોલ ટેસ્ટમાં પ્લેયર ઓફ ધ મેચ પણ બન્યો હતો. ઈંગ્લેન્ડ સામે તેણે મેચમાં 11 વિકેટ ઝડપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે