સંપર્ક ફોર સમર્થન: મહેન્દ્રસિંહ ધોનીને મળવા પહોંચ્યા અમિત શાહ, જાણો વિગતો

સંપર્ક ફોર સમર્થન અભિયાન હેઠળ ભાજપના તમામ નેતાઓ પોત -પોતાના સંસદીય ક્ષેત્રના વ્યક્તિઓ સાથે મુલાકાત કરી રહ્યા છે

સંપર્ક ફોર સમર્થન: મહેન્દ્રસિંહ ધોનીને મળવા પહોંચ્યા અમિત શાહ, જાણો વિગતો

નવી દિલ્હી : સંપર્ક ફોર સમર્થન અભિયાન હેઠળ ભારતીય જનતા પાર્ટીના તમામ દિગ્ગજ નેતા દેશની નામચીન હસ્તિઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. આ ક્રમમાં રવિવારે ભાજપ અધ્યક્ષ અમિત શાહે ક્રિકેટની દુનિયામાં કેપ્ટન કુલ તરીકે ઓળખાતા ક્રિકેટર મહેન્દ્ર સિંહ ઘોની સાથે મુલાકાત યોજી હતી. ખાસ વાત છે કે આ મુલાકાત દિલ્હીમાં યોજાઇ હતી. જ્યારે અત્યાર સુધી મોટે ભાગે નેતાએ સેલેબ્રિટીના ઘરે જઇને મુલાકાત યોજી છે. ધોનીને મળીને શાહે તેમને કેન્દ્ર સરકારના કામકાજ ગણાવ્યા હતા અને એવા જ પ્રકારનું એક પુસ્તક પણ ભેટ આપ્યું હતું. આ મુલાકાતમાં અમિત શાહ ઉપરાંત ઝારખંડના ભાજપ સાંસદ સરોજ પાંડે અને કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ પણ હાજર રહ્યા હતા. 

આ અગાઉ અમિત શાહે મુંબઇ જઇને 22 જુલાઇના રોજ સુર સામ્રાજ્ઞી લતા મંગેશકરની તેમના ઘરે જ મુલાકાત લીધી હતી. અમિત શાહે સંપર્ક ફોર સમર્થન અભિયાન હેઠળ યોગ ગુરૂ બાબા રામદેવ, માધુરી દીક્ષિત, પુર્વ સેના અધ્યક્ષ દલબીર સુહાગ, પુર્વ ક્રિકેટર કપિલ દેવ, સંવિધાન વિશેષજ્ઞ સુભાષ કશ્યપ, પુર્વ મુખ્ય ન્યાયાધીશ આરસી લાહોટી અને સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલ સાથે પણ મુલાકાત કરી છે. 

અમિત શાહ સાથે મુલાકાતનો આ દોર મેના અંતિમ અઠવાડીયામાં ચાલુ થયો હતો. અને તેમણે 50 લોકો સાથે સંપર્ક સ્થાપિત કરવાનો ટાર્ગેટ નિશ્ચિત કર્યો છે. આ અભિયાન હેઠળ ભાજપના તમામ નેતા પોત - પોતાના પસંદગીના લોકો સાથે મુલાકાત કરી રહ્યા છે. આ અભિયાન આગામી લોકસભા ચૂંટણી માટે લોકોનું સમર્થન પ્રાપ્ત કરવા માટે ચાલુ કર્યું હતું. ભાજપ પોતાના સહયોગીઓ સાથે મળીને રૂઠેલા સાથીઓને મનાવવા માટે સંપર્ક ફોર સમર્થન અભિયાન ચાલુ કર્યુ હોવાનું પણ ઘણા નિષ્ણાંતો માની રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news