એડિલેડમાં શરમજનક હાર બાદ વિરાટ કોહલીએ ભર્યું મોટું પગલું, સુનીલ ગાવસ્કરની તો આંખો જ પહોળી થઈ ગઈ!

પર્થમાં રમાયેલી મેચમાં ભારતે શાનદાર જીત મેળવી હતી અને તે મેચમાં વિરાટ કોહલીએ સદી ફટકારી હતી. જ્યારે એડિલેડમાં વિરાટ નિષ્ફળ ગયો. બંને ઈનિંગમાં વિરાટ કઈ ઉકાળી શક્યો નહીં. બેટ્સમેનોના ખરાબ ફોર્મના પગલે આ મેચ હાથમાંથી ગઈ એવું કહીએ તો ખોટું નથી.  હવે વિરાટે મોટું પગલું ભર્યું છે. 

એડિલેડમાં શરમજનક હાર બાદ વિરાટ કોહલીએ ભર્યું મોટું પગલું, સુનીલ ગાવસ્કરની તો આંખો જ પહોળી થઈ ગઈ!

ભારતે ઓસ્ટ્રેલિયા સામેની 5 ટેસ્ટની સિરીઝ બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બીજી મેચમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો. આ સિરીઝ હવે 1-1ની બરાબરી પર આવી ગઈ છે. પર્થમાં રમાયેલી મેચમાં ભારતે શાનદાર જીત મેળવી હતી અને તે મેચમાં વિરાટ કોહલીએ સદી ફટકારી હતી. જ્યારે એડિલેડમાં વિરાટ નિષ્ફળ ગયો. પહેલી ઈનિંગમાં માત્ર 7 રન અને બીજી ઈનિંગમાં 11 રન બનાવીને આઉટ થઈ ગયો. 

સુનીલ ગાવસ્કર કેમ પ્રભાવિત થયા વિરાટથી?
એડિલેડમાં પિંક બોલથી રમાયેલી ટેસ્ટ મેચમાં શરમજનક હાર બાદ વિરાટ કોહલીએ તરત જ પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી. મેચ પૂરી થયા બાદ કોહલી નેટ્સમાં પાછો આવી ગયો અને તેણે ફાસ્ટ બોલરોના બોલનો સામનો કર્યો. કોહલીએ પહેલી ટેસ્ટમાં શાનદાર સદી ફટકારી પરંતુ  એડિલેડમાં સ્ટાર બેટર રન બનવવા માટે ઝૂઝતો જોવા મળ્યો. મહાન ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કર વિરાટ કોહલીના આ સમર્પણથી પ્રભાવિત થયા અને તેમણે કહ્યું કે અન્ય ખેલાડીઓએ પણ વિરાટ જોડેથી શીખવાની જરૂર છે. 

Add Zee News as a Preferred Source

શું કહ્યું ગાવસ્કરે
વિરાટ કોહલીની ઉપલબ્ધીઓ પર સુનીલ ગાવસ્કરને પહેલેથી જ ગર્વ છે અને તેઓ હવે વિરાટના સમર્પણના પણ કાયલ થઈ ગયા છે. તેમણે કહ્યું કે "આજે નેટ્સ પર જવું તેમના સમર્પણને દેખાડે છે. પરંતુ હું બાકી બધા પાસેથી એ જ જોવા માંગુ છું. તેમણે રન કર્યા નથી. તેઓ ભારત માટે જે મેળવે છે તેના પર તેમને ખુબ ગર્વ છે. જો કે તેમણે આ મેચમાં રન કર્યા નથી, આથી તેઓ નેટ્સમાં ઉતર્યા છે." અત્રે જણાવવાનું કે ઓસ્ટ્રેલિયાએ પિંક બોલ ટેસ્ટમાં પોતાનો રેકોર્ડ જાળવી રાખ્યો છે અને સંપૂર્ણ રીતે ખરાબ ફોર્મમાં રહેલા ભારતને 10 વિકેટથી હરાવ્યું.

ગાવસ્કરે વધુમાં કહ્યું કે "તેઓ આકરી મહેનત કરી રહ્યા છે, તે પરસેવો પાડી રહ્યા છે અને આ જ એ વસ્તુ છે જે તમે જોવા માંગો છો. ત્યારબાદ જો તમે આઉટ પણ થઈ જાઓ તો કોઈ સમસ્યા નથી, કારણ કે આ જ ખેલ છે. તમે એક દિવસ રન કરશો, એક દિવસ વિકેટ લેશો, બીજા દિવસે તમે આમ નહીં કરી શકો. પરંતુ તમારે પ્રયત્ન તો કરવો પડશે. તે આકરી મહેનત કરી રહ્યા છે, તેઓ પ્રયાસ કરી રહ્યા છે. આ કારણ છે કે જો તે આગામી મેચમાં ફોર્મમાં વાપસી કરશે તો મને આશ્ચર્ય નહીં થાય."

ટીમ ઈન્ડિયાને દિગ્ગજની સલાહ
સુનીલ ગાવસ્કરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પિંક બોલ ટેસ્ટ પૂરી થયા બાદ ટીમને પોતાના હોટલના રૂમમાં સમય બરબાદ ન કરવાનો અને બે વધારાના દિવસનો ઉપયોગ અભ્યાસમાં પરસેવો પાડવા માટેની સલાહ આપી છે. ગાવસ્કરે કહ્યું કે, સીરિઝની બાકીની ત્રણ મેચોને સિરીઝ તરીકે જુઓ. આ પાંચ ટેસ્ટ મેચની સિરીઝ હતી તે ભૂલી જાઓ. હું ઈચ્છુ છું કે ભારતીય ટીમ આગામી કેટલાક દિવસોનો ઉપયોગ અભ્યાસ માટે કરે. આ ખુબ મહત્વપૂર્ણ છે. તમે તમારા હોટલના રૂમમાં કે જ્યાં પણ જાઓ છો ત્યાં બેસી રહી શકો નહીં કારણ કે તમે અહીં ક્રિકેટ રમવા માટે આવ્યા છો. 

ગાવસ્કરે વધુમાં કહ્યું કે, "તમારે આખો દિવસ અભ્યાસ કરવાની જરૂર નથી. તમે સવારે કે બપોરે જે પણ સમય ઈચ્છો ત્યારે અભ્યાસ કરી શકો છો. પરંતુ આ દિવસોને બરબાદ ન કરો. જો ટેસ્ટ મેચ પાંચ દિવસ સુધી ચાલત તો તમે આ ટેસ્ટ મેચ રમતા હોત." અત્રે જણાવવાનું કે ત્રીજી  ટેસ્ટ મેચ 14 ડિસેમ્બરથી શરૂ થશે. બ્રિસ્બેનમાં આ મેચ રમાશે. આ મેદાન પર ટીમ ઈન્ડિયાએ ગત વખતે ઐતિહાસિક જીત મેળવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિ

...और पढ़ें

Trending news