kevin pieterson એ ઇંગ્લેંડ માટે શેર કર્યો દ્રવિડનો તે Email, જેમાં લખ્યો છે ભારતમાં જીતનો મંત્ર

પીટરસનએ પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું, ''ઇગ્લેંડ તથા વેલ્સ ક્રિકેટ બોર્ડ, તેને પ્રિંટ કરાવી લે અને સિબલે તથા ક્રાઉલીને આપવામાં આવે. જો તે ઇચ્છે તો તેના વિશે લાંબી ચર્ચા માટે તે મને ફોન કરી શકે છે.

kevin pieterson એ ઇંગ્લેંડ માટે શેર કર્યો દ્રવિડનો તે Email, જેમાં લખ્યો છે ભારતમાં જીતનો મંત્ર

નવી દિલ્હી: ઇંગ્લેંડ (England) ની ટીમ પોતાના લાંબા પ્રવાસ પર ટેસ્ટ, વનડે અને ટી20 સીરીઝ રમવા ભારત આવવાની છે. એવામાં જ્યારે પણ ટીમ ભારત (India) નો પ્રવાસ કરે છે તો તેના માટે અહીં પીચો પર સ્પીન બોલીંગનો સામનો કરવો પડે છે. એવામાં ઇંગ્લેંડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસને ઇંગ્લેંડના બેટ્સમેન માટે કેટલીક ટિપ્સ શેર કરવામાં આવી છે. જે એક સમયે રાહુલ દ્રવિડે (Rahul Dravid)  તેમને ઇમેલ દ્રારા જણાવી હતી. એટલું જ નહી દ્રવિડ (Rahul Dravid) ની સલાહથી પીટરસનએ સ્વિકાર્યું કે તેનાથી તેમનો ખૂબ ફાયદો થયો હતો. 

જોકે, ઇંગ્લેંડ (England) ની ભારત આવનાર ટીમમાં ડોમ સિબલે અને જૈક ક્રાઉલી સામેલ છે. જે હાલ શ્રીલંકાના વિરૂદ્ધ રમાનાર ટેસ્ટ સીરીઝમાં સ્પિન બોલીંગ સામે પાણી માંગતા જોવા મળી રહ્યા છે. એવામાં પીટરસને (kevin pieterson)  યુવા બેટ્સમેનોને સ્પિન બોલીંગ કેવી રમવાની છે. તેના માટે ઇંગ્લેંડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડને આગ્રહ કર્યો છે કે તેમને દ્રવિડ (Rahul Dravid) નો આ ખાસ ઇમેલ જરૂર વંચાવે. જેમાં સ્પિન બોલરના ઉપર વિજય મેળવવા માટે કેટલાક મંત્ર લખેલા છે. 

— Kevin Pietersen🦏 (@KP24) January 23, 2021

અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2017માં રાહુલ દ્રવિડે (Rahul Dravid)  તેમને ભારતમાં સ્પિન બોલીંગ કેવી રીતે રમવી. તેના સમાધાનને દ્રવિડ (Rahul Dravid) એ બે પાનામાં લખીને ઇમેલ કર્યો હતો. જેને શેર કરતાં પીટરસનએ પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું, ''ઇગ્લેંડ તથા વેલ્સ ક્રિકેટ બોર્ડ, તેને પ્રિંટ કરાવી લે અને સિબલે તથા ક્રાઉલીને આપવામાં આવે. જો તે ઇચ્છે તો તેના વિશે લાંબી ચર્ચા માટે તે મને ફોન કરી શકે છે.''

તો બીજી તરફ ક્રાઉલી માટે પીટરસ (kevin pieterson) ને આગળ ટ્વીટ કર્યું કે આ બંનેને તે ઇમેલ જોવો જોઇએ જે મને દ્રવિડે સ્પિન રમવા વિશે મોકલ્યો હતો. તેનાથી મારી ગેમ પણ બદલાઇ ગઇ હતી. 

તમને જણાવી દઇએ કે ઓસ્ટ્રેલિયામાં ચાર ટેસ્ટ મેચોની ઐતિહાસિક સેરીઝ 2-1થી જીત બાદ ટીમ ઇન્ડીયા આત્મવિશ્વાસથી ભરપૂર છે. એવામાં હવે ભારતને ઘરેલૂ જમીન પર ઇંગ્લેંડ (England) વિરૂદ્ધ ચાર મેચોની લાંબી ટેસ્ટ સીરીઝ રમી છે. જેની પહેલી મેચ 5 ફેબ્રુઆરીથી ચેન્નઇમાં રમાશે. જ્યારે બીજી મેચ પણ પણ ચેન્નઇ અને ત્રીજી તથા ચોથી ટેસ્ટ મેચ દુનિયાના સૌથી મોટા સરદાર પટેલ સ્ટેડિયમ અમદાવાદમાં રમાશે. ત્યારબાદ 5 ટી20 અને ત્રણ વનડે મેચની સીરીઝ પણ રમાશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news