આંગળી તૂટી, કાનનો પડદો ફાટ્યો, શરીર લોહીલુહાણ.. છતાં ના છોડ્યું મેદાન, દ્રવિડ પહેલાં આ હતા ધ વોલ

Anshuman Gaekwad Bravery : એવું કહેવાય છે કે જો તમે દિલથી જે વસ્તુ પામવા ઈચ્છો તો કુદરત પણ તમને મદદ કરે છે અને તમે એક દિવસ ચોક્કસ સફળતા મળે છે. ભલે ગમે તે પ્રકારનો સંઘર્ષ હોય, સમય બદલાતા વધુ સમય નથી લાગતો અને સફળતા એક દિવસ તમારા પગ ચૂમે છે.

આંગળી તૂટી, કાનનો પડદો ફાટ્યો, શરીર લોહીલુહાણ.. છતાં ના છોડ્યું મેદાન, દ્રવિડ પહેલાં આ હતા ધ વોલ

Anshuman Gaekwad Kingston Match 1976 : અંશુમન ગાયકવાડ આજે આપણી વચ્ચે નથી. ગાયકવાડનું બ્લડ કેન્સરથી નિધન થયું છે. આજે અંશુમને ભલે દુનિયા છોડી દીધી હોય પરંતુ તેમની હિંમત અને ઉત્સાહની સ્ટોરીઓ હંમેશા અમર રહેશે. અંશુમન એ ભારતીય ટીમના એ ખેલાડીનું નામ છે જેણે ક્યારેય હાર ન માની અને હિંમતભેર મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. જેઓ કેન્સર સામે હારી ગયા છે. આજે એમની વડોદરામાં અંતિમયાત્રા નીકળી હતી. જે સમયે બીસીસીઆઈના પ્રમુખ રોજર બિનન્ની, કિરણ મોરે અને નયન મોંગિયાએ મિત્રની ચિતા પર લાકડા મૂક્યા હતા. આજે એમના વડોદરમાં અંતિમ સંસ્કાર કરાયા છે. 

આપણે ક્રિકેટના મેદાન પર પણ આવી ઘણી સ્ટોરીઓ જોતા રહીએ છીએ, જ્યાં ક્રિકેટર્સ સખત મહેનત અને ઉત્સાહના આધારે અચાનક ચમકતા હોય છે. ભારતીય ટીમમાં એવા ઘણા દિગ્ગજ હતા, જેમણે પોતાના કરતાં ટીમને વધારે પ્રાધાન્ય આપ્યું હતું જેમાંથી એક અંશુમન ગાયકવાડ હતા, જેમની હિંમત અને જુસ્સાની વાતો આજે દરેકને પ્રેરણા આપે છે.

અંશુમનની બહાદુરીને આજે પણ યાદ કરાય છે એક ટેસ્ટ સીરિઝમાં તેમણે તેમની નજર સામે સાથી ખેલાડીને ઘાયલ થતા જોયો, પરંતુ તેમ છતાં તેમણે હિંમત હારી નહીં અને એક યોદ્ધાની જેમ એકલા લડતા રહ્યા. તેમના સંઘર્ષનું ઉદાહરણ ભૂલી શકાય તેમ નથી.

તે વર્ષ 1976 હતું, જ્યારે અંશુમાન ગાયકવાડ અને સુનીલ ગાવસ્કરની શાનદાર ભાગીદારીની મદદથી (Anshuman Gaekwad Kingston Match 1976) તેઓએ વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાં તબાહી મચાવી હતી. તે સમયે વેસ્ટ ઈન્ડિઝની ટીમ વિશ્વ ક્રિકેટની સૌથી શક્તિશાળી ટીમોમાંની એક ગણાતી હતી. ખાસ કરીને ક્લાઇવ લોયડની આગેવાની હેઠળની તેમની પેસ બેટરીએ વિરોધી ટીમોને પરેશાન કરી નાખી હતી.

1976ની કિંગ્સ્ટન ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝે ભારતીય બેટ્સમેનો સામે શોર્ટ બોલની ઝડી વરસાવી હતી. પરંતુ ગાયકવાડ અને ગાવસ્કર આ બોલનો સામનો કરી રહ્યા હતા અને પ્રથમ વિકેટ માટે 136 રન ઉમેર્યા હતા. આ ભાગીદારી ભારતીય ક્રિકેટ માટે મહત્વની ક્ષણ હતી અને ગાયકવાડ-ગાવસ્કરની આ ઇનિંગ હંમેશા યાદ રાખવામાં આવે છે.

શરીર પર ઘણી ઈજાઓ, આંગળીમાંથી લોહી નીકળતું હતું; કાનનો પડદો પણ ફાટી ગયો. 1976ની કિંગ્સ્ટન ટેસ્ટ મેચમાં જ્યારે વેસ્ટ ઈન્ડિઝના બોલરો સતત ભારતીય બેટ્સમેનોને શોટ બોલ ફેંકી રહ્યા હતા, ત્યારે તેઓએ પણ બેટ્સમેનોના શરીરને નિશાન બનાવવાનો વ્યૂહ અપનાવ્યો હતો. જેથી ડરની સ્થિતિ પેદા કરી શકાય

વિન્ડિઝના બોલરોએ એવો ખતરનાક બાઉન્સર ફેંક્યો, જે ગુંડપ્પા વિશ્વનાથને વાગ્યો અને ઈજાગ્રસ્ત થતાં તેમને હોસ્પિટલમાં જવું પડ્યું. અંશુમન ગાયકવાડે પોતાના સાથી ખેલાડીને ઈજાગ્રસ્ત થતા જોયા છતાં આ મુશ્કેલ સમયમાં પણ હિંમત જાળવી રાખી અને રમત ચાલુ રાખી.

આ દરમિયાન એક બાઉન્સર તેમના કાનમાં વાગ્યો જેના કારણે તેમના કાનનો પડદો ફાટી ગયો અને તેમણે પાછળથી સર્જરી પણ કરાવવી પડી હતી. આમ છતાં ગાયકવાડે તે મેચમાં 81 રન બનાવીને ભારતીય દાવને સંભાળ્યો હતો.

જોકે, આ ટેસ્ટના બીજા દિવસે ભારતીય ટીમને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અને ઘણા મુખ્ય ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા હતા. કેપ્ટન બિશન સિંહ બેદીએ ઇનિંગ ડિકલેર કરી અને ભારતને મેચ હારવી પડી. પરંતુ ગાયકવાડની 81 રનની ઇનિંગ્સ હજુ પણ તેની હિંમત દર્શાવે છે. જેઓ રાહુલ દ્રવિડ પહેલાં ધ વોલ ગણાતા હતા. ગાયકવાડ અને સુનિલ ગાવસ્કારની જોડીએ ઘણી કમાલની ઈનિંગ રમી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news