CWG 2018 : અંકુર મિત્તલે ભારતને અપાવ્યો વધુ એક મેડલ, ટ્રેંપમાં જીત્યો કાંસ્ય
Trending Photos
ગોલ્ડ કોસ્ટ: ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા કોમનવેલ્થ રમતોમાં ભારતીય શૂટર્સનું શાનદાર પ્રદર્શન યથાવત છે. મહિલાઓના ડબલ ટ્રેપમાં શ્રેયસી સિંહના ગોલ્ડ મેડલ બાદ હવે પુરૂષોની ઇવેંટમાં પણ ભારતને 26 વર્ષીય નિશાનેબાજ અંકુર મિત્તલે 53 પોઇન્ટ સાથે બ્રોન્જ મેડલ પ્રાપ્ત કર્યો છે. આ સ્પર્ધામાં એક અન્ય ભારતીય અશમ મોહદને નિરાશા હાથ લાગી છે.
આ સ્પર્ધામાં સ્કોટલેંડના 21 વર્ષના નિશાનેબાજ ડેવિડ મેક્મેથે ગોલ્ડ મેડલ જીત્યો અને સાથે જ આ સ્પર્ધામાં રાષ્ટ્રમંડળ રમતોનો નવો રેકોર્ડ પણ બનાવ્યો. તેમણે 74 પોઇન્ટ પ્રાપ્ત કર્યા. ઓઇલ ઓફ મેનના ટિમ નીલે રજત પદક પર કબજો જમાવ્યો. તેમણે મેક્મેથથી ચાર પોઇન્ટ પાછળ રહેતાં 70 પોઇન્ટ સાથે બીજું સ્થાન પ્રાપ્ત કર્યું.
આ પહેલાં અંકુર મિત્તલે અશભ મોહદ સાથે સારું પ્રદર્શન કરતાં પુરૂષોની ડબલ ટ્રેપ સ્પર્ધાની ફાઇનલમાં પ્રવેશ કર્યો. અંકુરે આ સ્પર્ધાના ક્વોલિફિકેશન રાઉન્ડમાં પાંચમું જ્યારે અશભે બીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ સ્પર્ધાના ક્વાલિફિકેશનમાં ટોચના 6 નિશાનેબાજ જ ફાઇનલમાં પ્રવેશ કરી શકે છે અને એવામાં 27 નિશાનેબાજો વચ્ચે અશભ અને અંકુરે ફાઇનલમાં પહોંચવાની સાથે જ પોતાને પદકની દોડમાં જાળવી રાખ્યો હતો.
અંકુરે ક્વાલિફિકેશનમાં 133 પોઇન્ટ પ્રાપ્ત કરવાની સાથે જ શૂટ-ઓફમાં પાંચ પોઇન્ટ પ્રાપ્ત કર્યા, તો બીજી તરફ અશભે 137 પોઇન્ટ પ્રાપ્ત કર્યા. આ ક્વોલિફિકેશનમાં સ્કોટલેંડના ડેવિડ મેક્મેથે 137 પોઇન્ટ સાથે શૂટ-ઓફમાં છ પોઇન્ટ માટે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું.
શ્રેયસી સિંહે ભારતને અપાવ્યો 12મો ગોલ્ડ
આ પહેલાં શ્રેયસી સિંહે ભારતને 12મો ગોલ્ડ મેડલ અપાવ્યો. શ્રેયસીએ મહિલાઓની ડબલ ટ્રેપ સ્પર્ધાની ફાઇનલ્સમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ગોલ્ડ જીત્યો. શૂટિંગમાં મહિલાઓની ડબલ ટ્રેપ સ્પર્ધામાં ગોલ્ડ મેડલના શૂટ ઓફમાં ભારતની શ્રેયસી સિંહે બંને નિશાન યોગ્ય લગાવીને ગોલ્ડ મેડલ પોતાના નામ કરી દીધો.
શ્રેયસીનો મુકાબલો ખૂબ રોમાંચક રહ્યો. ઓસ્ટ્રેલિયાની શૂટર એમ્મા કોક્સ શ્રેયસીથી ત્રણ રાઉન્ડ હતી, પરંતુ ચોથા રાઉન્ડમાં તે ફક્ત 18 પોઇન્ટ જ પ્રાપ્ત કરી શકી અને તેનો સ્કોર બીજી પોઝિશન પર રહેલી ભારતની શ્રેયસી સાથે બરાબર થઇ ગયો. શૂટઓફમાં શ્રેયસીએ પોતાના બંને નિશાન પરફેક્ટ લગાવ્યા પરંતુ ઓસ્ટ્રેલાઇ શૂટર પોતાનો એક નિશાન યોગ્ય લગાવી શકી નહી. ગોલ્ડ મેડલ ભારતના નામે થઇ ગયો. શૂટિંગમાં આ ભારતનો ચોથો ગોલ્ડ મેડલ છે.
શ્રેયસીએ શૂટ-ઓફમાં ઓસ્ટ્રેલિયાની એમ્મા કોક્સને એક પોઇન્ટથી હારતાં ગોલ્ડ મેડલ જીત્યો. તેમણે કુલ 98 પોઇન્ટ પ્રાપ્ત કર્યા. બધા ચાર લેવલમાં કુલ 96 પોઇન્ટ પ્રાપ્ત કરવાની સાથે તેમણે શૂટ-ઓફમાં પોતાના બંને નિશાના બરોબર લગાવીને જીત પ્રાપ્ત કરી.
(ઇનપુટ આઇએએનએસ)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે