Video: ડેવિડ વોર્નરે સુપરમેન બનીને પકડ્યો અદ્ભુત કેચ, તમે પણ જોઈને ચોંકી જશો

ચોથા દિવસે જો રૂટ અને સ્ટોક્સ બેટિંગ કરવા આવ્યા હતા. બંન્નેએ ઈનિંગને સંભાળવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કાંગારૂ ટીમે ઝટકો આપ્યો હતો. 
 

Video: ડેવિડ વોર્નરે સુપરમેન બનીને પકડ્યો અદ્ભુત કેચ, તમે પણ જોઈને ચોંકી જશો

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયન ટીમના ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરે લીડ્સ ટેસ્ટના ચોથા દિવસે સુપરમેન બનીને એક કમાલનો કેચ ઝટપ્યો અને વિપક્ષી ટીમ ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટને આઉટ કર્યો હતો. ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એશિઝ સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચ રોમાંચક બની ગઈ છે. 

લીડ્સના હેડિંગ્લેમાં રમાઇ રહેલી આ મેચની ચોથી ઈનિંગમાં ઈંગ્લેન્ડની ટીમને 359 રન બનાવવાના હતા. મેચના ત્રીજા દિવસે કેપ્ટન જો રૂટ 75 અને બેન સ્ટોક્સ 2 રન બનાવી અણનમ હતા. ચોથા દિવસે જો રૂટ અને સ્ટોક્સ બેટિંગ કરવા આવ્યા હતા. બંન્નેએ ઈનિંગને સંભાળવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કાંગારૂ ટીમે ઝટકો આપ્યો હતો. 

હકીકતમાં ઓસ્ટ્રેલિયાને મેચ જીતવા માટે 7 વિકેટની જરૂર હતી, પરંતુ જો રૂટના રહેતા તે અસંભવ લાગી રહ્યું હતું. તેવામાં જો રૂટને ફસાવવા ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટને જાળ બિછાવી અને તેને ફસાવી લીધો હતો. જો રૂટ જે રીતે આઉટ થયો તે ચોંકવનારૂ હતું. 

ઈંગ્લેન્ડની ટીમને જીત માટે ત્યારે 200 રનની જરૂર હતી. તેવામાં ઓસ્ટ્રેલિયાએ બોલિંગ કરવા માટે નાથન લાયનને બોલાવ્યો અને તેણે જો રૂટને ઓન સાઇડમાં રમાડવાનો પ્રયત્ન કર્યો હતો. બોલ બેટનો કિનારો લઈ થાઈ પેડ પર લાગી અને કીપરની ઉપરથી નિકળી ગઈ હતી. ત્યારબાદ જે થયું તે અદ્ભુત હતું. 

હકીકતમાં ડેવિડ વોર્નર પહેલી સ્લિપમાં હતો. વોર્નરે બોલ પર નજર રાખી તેણે પોતાની ડાબી બાજુ છલાંગ લગાવી અને કેચ ઝડપી લીધો હતો. સુપરમેનની જેમ હવામાં ઉડીને આ કેચની કોમેન્ટ્રેટરોએ પણ પ્રશંસા કરી હતી. જુઓ આ કેચનો વીડિયો....

— England Cricket (@englandcricket) August 25, 2019

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news