Word Test Championshipની ડિટેઈલ સામે આવી, જાણો કેવી રીતે મળશે પોઈન્ટ, કોની સામે ટકરાશે ટીમ ઈન્ડિયા
WTC: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની સિરીઝની સાથે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના બીજા રાઉન્ડની શરૂઆત થવાની છે. આ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે પોઈન્ટ સિસ્ટમની જાહેરાત કરી છે.
Trending Photos
નવી દિલ્લી: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની બીજી સિઝન માટે ICCએ નવા નિયમો અને પોઈન્ટ સિસ્ટમ જાહેર કરી છે. આ ચેમ્પિયનશીપ 2021થી 2023 સુધી રમવામાં આવશે. આ વખતે ટેસ્ટ મેચ જીતનારી ટીમને 12 પોઈન્ટ, મેચ ડ્રો થવા પર 4 પોઈન્ટ અને કોઈ મેચ ટાઈ થશે તો 6 પોઈન્ટ મળશે. તે સિવાય ICC તરફથી રેન્કિંગમાં જીત ટકાવારી વિશેની પણ જાણકારી આપવામાં આવી છે. ટેસ્ટ ચેમ્પિયનશીપના બીજા એડિશનની શરૂઆત 4 ઓગસ્ટથી થઈ રહી છે. ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે શરૂ થઈ રહેલી ટેસ્ટ સિરીઝ આ ચેમ્પિયનશીપની પહેલી સિરીઝ હશે. આ વખતે દરેક ટીમને કુલ 6 સિરીઝ રમવાની રહેશે. જેમાંથી ત્રણ વિદેશી ધરતી પર અને ત્રણ સિરીઝ ડોમેસ્ટિક એટલે કે ઘરઆંગણે રમાશે.
ભારતીય ટીમની મેચ કોની સામે:
ઘરમાં- શ્રીલંકા, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા
વિદેશમાં- બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા
નવી ચેમ્પિયનશીપનો આખો શેડ્યૂલ:
Some cracking fixtures to look out for in the next edition of the ICC World Test Championship 🔥
The #WTC23 schedule 👇 pic.twitter.com/YXzu5lS0t1
— ICC (@ICC) July 14, 2021
આવી છે નવી પોઈન્ટ સિસ્ટમ:
ICCએ આ વખતે પોઈન્ટ સિસ્ટમમાં ફેરફાર કર્યો છે. છેલ્લી વખત કરતાં અલગથી આ પોઈન્ટ સિસ્ટમને સરળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ વખતે મેચ જીતનારી ટીમને કુલ 12 પોઈન્ટ મળશે. જ્યારે મેચ ટાઈ થાય ત્યારે 6 પોઈન્ટ, ડ્રો થાય ત્યારે 4 પોઈન્ટ મળશે અને મેચ હારનારી ટીમને 0 પોઈન્ટ મળશે. મેચ જીતવા પર 100 ટકા, ટાઈ થાય તો 50 ટકા, ડ્રો થાય તો 33.33 ટકા અને હાર પર 0 ટકા પોઈન્ટ જોડાશે. કોઈ બે મેચની સિરીઝમાં કુલ 24 પોઈન્ટ અને પાંચ મેચની સિરીઝમાં 60 પોઈન્ટ મળશે.
🔸 12 points available every match, irrespective of series length
🔸 Teams to be ranked on percentage of points won
The new points system for #WTC23 is revealed 🔢 pic.twitter.com/9IglLPKRa1
— ICC (@ICC) July 14, 2021
હાલમાં જ ICCની પહેલી ટેસ્ટ ચેમ્પિયનશીપ પૂરી થઈ છે. ન્યૂઝીલેન્ડે 2 વર્ષની આ મેરેથોન ચેમ્પિયનશીપને પોતાના નામે કરી છે. જ્યારે ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાનો પરાજય થયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે