ખેલ, રાજનીતિથી લઈને ફિલ્મ જગત, મારાડોનાના નિધન પર દુનિયાએ વ્યક્ત કર્યુ દુખ

મારાડોનાની ગણના વિશ્વના મહાન ફુટબોલરોમાં થાય છે. . "Hand of God"ના નામથી દુનિયામાં જાણીતા મારાડોનાએ 1986મા આર્જેન્ટીનાને વિશ્વ વિજેતા બનાવ્યું હતું.   

Updated By: Nov 25, 2020, 11:21 PM IST
ખેલ, રાજનીતિથી લઈને ફિલ્મ જગત, મારાડોનાના નિધન પર દુનિયાએ વ્યક્ત કર્યુ દુખ

નવી દિલ્હીઃ મહાન ફુટબોલર ડિએગો મારાડોનાનું નિધન થયું છે. તેઓ 60 વર્ષના હતા. મારાડોનાને હાર્ટ એટેક આપ્યો હતો. આર્જેન્ટીનાના આ મહાન ખેલાડીએ વિશ્વમાં પોતાની ઓળખ બનાવી હતી. તેમની રમતના દીવાના દુનિયાના દરેક ખુણામાં હતા. દરેક ક્ષેત્રમાં હતા. આ કારણે તેમના નિધન પર દરેક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોએ દુખ વ્યક્ત કર્યુ છે. 

ડિએગો મારાડોનાનું 60 વર્ષની ઉંમરે નિધન થયુ છે. તેમના નિધન પર દુનિયાના ખુણે-ખુણામાં જાણીતી હસ્તિઓ શોક વ્યક્ત કરી રહી છે. આર્જેન્ટીનાના મહાન ફુટબોલરે બાર્સિલોના સહિત ઘણી ક્લબનું પ્રતિનિધિત્વ કર્યુ હતુ.