World cup 2019 NZvsEGN: ન્યૂઝીલેન્ડ 186 રનમાં ઓલઆઉટ, ઈંગ્લેન્ડ સેમિમાં

ટાઇટલની દાવેદાર યજમાન ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને 119 રને પરાજય આપીને આઈસીસી વિશ્વકપ-2019ની સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. 
 

 World cup 2019 NZvsEGN:  ન્યૂઝીલેન્ડ 186 રનમાં ઓલઆઉટ, ઈંગ્લેન્ડ સેમિમાં

ચેસ્ટર લી સ્ટ્રીટઃ  આઈસીસી વિશ્વ કપ-2019ની 41મી મેચમાં યજમાન ઈંગ્લેન્ડે શાનદાર પ્રદર્શન કરતા ન્યૂઝીલેન્ડને 119 રને પરાજય આપીને સેમિફાઇનલની ટિકિટ મેળવી લીધી છે. ઈંગ્લેન્ડ વિશ્વકપ-2019ની સેમિફાઇનલમાં પહોંચનારી ત્રીજી ટીમ છે. આ પહેલા ઓસ્ટ્રેલિયા અને ભારત સેમિફાઇનલમાં પહોંચી ગયા છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે જોની બેયરસ્ટોની સદીની મદદથી 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 305 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 45 ઓવરમાં 186 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. 

આ જીત સાથે ઈંગ્લેન્ડ 9 મેચોમાં 6 જીત અને 3 હાર સાથે કુલ 12 પોઈન્ટ લઈને સેમિફાઇનલમાં પહોંચી ગયું છે. જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ 9 મેચોમાં 5 જીત અને 3 હાર સાથે કુલ 11 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પહોંચી ગઈ છે. ન્યૂઝીલેન્ડની એક મેચ વરસાદને કારણે રદ્દ થઈ હતી. પાકિસ્તાન જો તેના અંતિમ મેચમાં બાંગ્લાદેશને હરાવે તો તે 11 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. આ સ્થિતિમાં ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાનમાંથી જે ટીમની નેટ રન રેટ સારી હશે તે ટીમ સેમિફાઇનલમાં પહોંચશે.

રોય-બેયરસ્ટોની ધમાકેદાર શરૂઆત
ઈંગ્લેન્ડને બંન્ને ઓપનરોએ શાનદાર શરૂઆત અપાવી હતી. બંન્નેએ પ્રથમ પાવરપ્લેમાં 67 રન જોડ્યા હતા. બંન્નેએ પ્રથમ વિકેટ માટે 123 રનની ભાગીદારી કરી હતી. જેસન રોય (60) રન બનાવી જિમી નીશમનો શિકાર બન્યો હતો. તેણે 61 બોલનો સામનો કરતા 8 ચોગ્ગા ફટકાર્યા હતા. ત્યારબાદ જો રૂટ અને બેયરસ્ટોએ બીજી વિકેટ માટે 69 રનની ભાગીદારી કરી હતી. જો રૂટ 24 રન બનાવી બોલ્ટનો શિકાર બન્યો હતો. 

જોની બેયરસ્ટોની સતત બીજી સદી
ભારત સામે સદી ફટકાર્યા બાદ જોની બેયરસ્ટોએ ન્યૂઝીલેન્ડ સામે પણ સદી ફટકારી હતી. વિશ્વકપમાં તેની બીજી અને વનડે કરિયરમાં 9મી સદી છે. બેયરસ્ટોએ 95 બોલમાં 14 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે પોતાની સદી પૂરી કરી હતી. બેયરસ્ટો 99 બોલમાં 15 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 106 રન બનાવી હેનરીનો શિકાર બન્યો હતો. 

ઈંગ્લેન્ડઃ જેસન રોય, જોની બેયરસ્ટો, જો રૂટ, ઈયોન મોર્ગન, બેન સ્ટોક્સ, જોસ બટલર, ક્રિસ વોક્સ, લિયામ પ્લંકેટ, માર્ક વુડ, જોફ્રા આર્ચર, આદિલ રાશિદ. 

ન્યૂઝીલેન્ડઃ માર્ટિન ગુપ્ટિલ, હેનરી નિકોલ્સ, કેન વિલિયમસન, રોસ ટેલર, ટોમ લાથમ, કોલિન ડિ ગ્રાન્ડહોમ, જિમી નીશમ, મેટ હેનરી, મિશેલ સેન્ટનર, ટ્રેન્ટ બોલ્ટ, ટીમ સાઉદી.

ઈંગ્લેન્ડના 10 પોઈન્ટ છે અને ન્યૂઝીલેન્ડ પર જીતથી તે સેમિફાઇનલમાં પહોંચી જશે. ઈંગ્લેન્ડની ટીમ છેલ્લી મેચમાં ભારત પર 31 રનથી વિજય બાદ આત્મવિશ્વાસથી ભરેલી છે. આ જીત તેને શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સતત બે હાર બાદ મળી હતી. જોની બોયરસ્ટો (111) અને જેસન રોય (66)એ પ્રથમ વિકેટ માટે 160 રન જોડ્યા ત્યારબાદ બેન સ્ટોક્સે 79 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. જેની મદદથી ઈંગ્લેન્ડે સાત વિકેટ પર 337 રન બનાવ્યા. પ્રથમ વખત વિશ્વકપનું ટાઇટલ જીતવાની ફેવરિટ ઈંગ્લેન્ડે ત્યારબાદ સારી બોલિંગ અને ફીલ્ડિંગ કરી હતી. 

બીજીતરફ ન્યૂઝીલેન્ડ સતત બે મેચોમાં હાર બાદ આ મેચ રમવા માટે મેદાનમાં ઉતરશે. તેણે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ હેટ્રિક ઝડપનાર ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ડ અને તોફાની બેટ્સમેન લોકી ફર્ગ્યુસનનો સામનો કરવો પોઈપણ ટીમ માટે પડકાર હશે. ન્યૂઝીલેન્ડ સ્પિનર ઈશ સોઢીના સ્થાન પર અન્ય એક ફાસ્ટ બોલર મેટ હેનરીને ટીમમાં સામેલ કરી શકે છે કારણ કે રિવરસાઇડની પિચથી સ્પિનરોને વધુ મદદ મળતી નથી. પરંતુ જ્યાં ઈંગ્લેન્ડના બેટ્સમેન સારા ફોર્મમાં છે તો ન્યૂઝીલેન્ડ કેપ્ટન કેન વિલિયમસન અને સીનિયર બેટ્સમેન રોસ ટેલર પર વધુ નિર્ભર છે. કોલિન મુનરોએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટીમની બહાર કરી દેવામાં આવ્યો હતો. ઓપનિંગ બેટ્સમેન માર્ટિન ગુપ્ટેલિ શ્રીલંકા વિરુદ્ધ અણનમ 73 રન બનાવ્યા બાદ આગામી છ ઈનિંગમાં માત્ર 85 રન બનાવ્યા છે. વિકેટકીપર બેટ્સમેન ટોમ લાથમ પણ સારી બેટિંગ કરી શક્યો નથી. તેણે અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં 8.2ની એવરેજથી રન બનાવ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news