ENG vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટ હાર્યા બાદ ઈંગ્લેન્ડની ટીમને લાગ્યો મોટો ઝટકો
એશિઝ સિરીઝની પ્રથમ ટેસ્ટ ગુમાવ્યા બાદ ઈંગ્લેન્ડની ટીમની મુશ્કેલી ઘટી રહી નથી. સ્લો ઓવર રેટને કારણે આઈસીસીએ તેને દંડ ફટકાર્યો છે. આ સાથે પાંચ પોઈન્ટ પણ કાપી લીધા છે.
Trending Photos
દુબઈઃ એશિઝ સિરીઝની પ્રથમ ટેસ્ટમાં હારનારી ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમને આઈસીસીએ મોટો ઝટકો આપ્યો છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બ્રિસ્બેન ટેસ્ટમાં સ્લો ઓવર રેટ માટે ઈંગ્લેન્ડ પર મેચ ફીના 10 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના તેના 5 પોઈન્ટ કાપી લેવામાં આવ્યાં છે. ઈંગ્લેન્ડ 9 પોઈન્ટ સાથે હવે છઠ્ઠા નંબરે છે. આ સાથે તેના પરસેન્ટેઝ ઓફ પોઈન્ટ 15 થી ગયા છે. શ્રીલંકા બે જીત સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે, જ્યારે ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને હરાવી બીજું સ્થાન હાસિલ કરી લીધું છે. પાકિસ્તાન ત્રીજા, ભારત ચોથા અને વેસ્ટ ઈન્ડિઝ પાંચમાં સ્થાને છે.
આઈસીસીની જાહેરાત અનુસાર, 'આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની રમતોની શરતોના આર્ટિકલ 16.11.2 અનુસાર, કોઈપણ ટીમ દ્વારા એક ઓવર ઓછી કરવા માટે એક પોઈન્ટ કાપવામાં આવે છે. મેચ રેફરી ડેવિડ બૂને નક્કી સમયમાં 5 ઓવર ઓછી ફેંકવા માટે ઈંગ્લેન્ડ પર મેચ ફીના 100 ટકાનો દંડ ફટકાર્યો છે. આઈસીસી આચાર સંહિતાની આર્ટિકલ 2.22 પ્રમાણે નક્કી સમયમાં એક ઓવર ઓછી કરવા માટે મેચ ફીના 20 ટકા કાપવામાં આવે છે.'
England docked World Test Championship points after first #Ashes Test.#WTC23 | More details 👇https://t.co/I2tWyt1MeD
— ICC (@ICC) December 11, 2021
પ્રથમ ટેસ્ટમાં મેન ઓફ ધ મેચ ઓસ્ટ્રેલિયાના બેટર ટ્રેવિસ હેડ પર અયોગ્ય ભાષાનો પ્રયોગ કરવા માટે 15 ટકા મેચ ફી કાપવામાં આવી છે. ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઈનિંગની 77મી ઓવરમાં આ ઘટના ઘટી, જ્યારે તેણે સ્ટોક્સ માટે અયોગ્ય ભાષાનો પ્રયોગ કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ એશિઝ સિરીઝમાં શાનદાર શરૂઆત કરતા બ્રિસ્બેનમાં 9 વિકેટથી જીત મેળવી છે. પ્રથમ ઈનિંગમાં ઈંગ્લેન્ડની ટીમ 147 રનમાં આઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ યજમાન ટીમે પ્રથમ ઈનિંગમાં 425 રન બનાવ્યા હતા.
આ પણ વાંચોઃ રોહિત શર્માનું લાંબો સમય કેપ્ટન તરીકે રહેવું ખુબ જ મુશ્કેલ, આ ખેલાડી છીનવી લેશે ટીમની કમાન!
ઈંગ્લેન્ડની બીજી ઈનિંગ ચોથા દિવસે 297 રનમાં સમેટાઈ ગઈ હતી, ત્યારબાદ ઓસ્ટ્રેલિયાને જીત માટે માત્ર 20 રનની જરૂર હતી, જે લક્ષ્ય તેણે 1 વિકેટ ગુમાવી હાસિલ કરી લીધો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે