અત્યાર સુધી માત્ર 6 દેશ જીતી શક્યા છે વિશ્વકપ, આ રહ્યું વિજેતાઓનું લિસ્ટ

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમે રવિવારે ક્રિકેટના મક્કા લોર્ડ્સમાં કરિશમા કરતા પ્રથમ વખત વિશ્વ કપનું ચેમ્પિયન બન્યું છે. ક્રિકેટની દુનિયામાં ઈંગ્લેન્ડ છઠ્ઠુ નવુ વર્લ્ડ ચેમ્પિયન છે.   

Updated By: Jul 15, 2019, 12:50 AM IST
અત્યાર સુધી માત્ર 6 દેશ જીતી શક્યા છે વિશ્વકપ, આ રહ્યું વિજેતાઓનું લિસ્ટ
ફોટો સાભાર (@cricketworldcup)

લંડનઃ ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમે રવિવારે ક્રિકેટના મક્કા લોર્ડ્સમાં કરિશમા કરતા પ્રથમ વખત વિશ્વ કપનું ચેમ્પિયન બન્યું છે. ક્રિકેટની દુનિયામાં ઈંગ્લેન્ડ છઠ્ઠું નવું વર્લ્ડ ચેમ્પિયન છે. 

આ પહેલા માત્ર પાંચ જ ટીમ વિશ્વ કપ જીતી શકી હતી. ક્રિકેટ વિશ્વ કપની શરૂઆત 1975મા થઈ હતી. આ પહેલા માત્ર વેસ્ટ ઈન્ડિઝ, ભારત, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને શ્રીલંકાની ટીમ જ વિશ્વ કપ ચેમ્પિયન બનવાનું ગૌરવ હાસિલ કરી શકી હતી. 

આ પહેલા 11 સિઝનમાં ઓસ્ટ્રેલિયાની ટીમ સૌથી વધુ વખત 5 વખત વિશ્વ વિજેતા બની હતી. આ સિવાય ભારત અને વેસ્ટ ઈન્ડિઝ 2-2 અને શ્રીલંકા તથા પાકિસ્તાને એક-એક વાર ટાઇટલ પોતાનું નામ કર્યું છે. 

આવો એક નજર કરીએ 1975થી લઈને અત્યાર સુધી ક્રિકેટના વિશ્વ કપ પરિણામ પર 

1975 વેસ્ટ ઈન્ડિઝ (ચેમ્પિયન), ઑસ્ટ્રેલિયા (રનર્સ-અપ)

1979 વેસ્ટ ઈન્ડિઝ (ચેમ્પિયન), ઈંગ્લેન્ડ (રનર્સ-અપ)

1983 ભારત (ચેમ્પિયન), વેસ્ટ ઈન્ડિઝ (રનર્સ અપ)

1987 ઑસ્ટ્રેલિયા (ચેમ્પિયન), ઈંગ્લેન્ડ (રનર્સ-અપ)

1992 પાકિસ્તાન (ચેમ્પિયન), ઈંગ્લેન્ડ (રનર્સ-અપ)

1996 શ્રીલંકા (ચેમ્પિયન), ઑસ્ટ્રેલિયા (રનર્સ-અપ)

1999 ઑસ્ટ્રેલિયા (ચેમ્પિયન), પાકિસ્તાન (રનર્સ અપ)

2003 ઑસ્ટ્રેલિયા (ચેમ્પિયન), ભારત (રનર્સ અપ)

2007 ઑસ્ટ્રેલિયા (ચેમ્પિયન), શ્રીલંકા (રનર્સ-અપ)

2011 ભારત (ચેમ્પિયન), શ્રીલંકા (રનર્સ અપ)

2015 ઑસ્ટ્રેલિયા (ચેમ્પિયન), ન્યૂઝીલેન્ડ (રનર્સ અપ)

2019 ઈંગ્લેન્ડ (ચેમ્પિયન), ન્યૂઝીલેન્ડ (રનર્સ-અપ)

વિશ્વ ક્રિકેટને 23 વર્ષ બાદ એક નવો ચેમ્પિયન મળી ગયો છે. ઈંગ્લેન્ડે વિશ્વ કપ 2019ની રોમાંચક ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને સુપર ઓવરમાં હરાવી દીધું હતું. આ જીતની સાથે ઈંગ્લેન્ડ ક્રિકેટનું બાદશાહ બની ગયું છે. 1996મા શ્રીલંકા ચેમ્પિયન બન્યા બાદ વિશ્વ ક્રિકેટને પ્રથમવાર ઈંગ્લેન્ડના રૂપમાં નવું ચેમ્પિયન મળ્યું છે. આ પહેલા 1999, 2003 અને 2007નો વિશ્વ કપ ઓસ્ટ્રેલિયાએ જીત્યો હતો. તો 2011મા ભારત અને 2015મા ફરી ઓસ્ટ્રેલિયાની ટીમ જીતી હતી.