IPL 2022: ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ ભલે હારી ગઈ, કેપ્ટન ધોનીએ બનાવ્યો મોટો રેકોર્ડ

CSK vs RCB: મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સમાં બુધવારે રોયલ ચેલેન્ઝર્સ બેંગલુરુ સામે ટકરાઈ. જેમાં ટીમનો 13 રનથી પરાજય થયો. પરંતુ કેપ્ટન ધોનીએ આ મેચમાં પોતાના નામે અનેક રેકોર્ડ બનાવી લીધા છે.

IPL 2022: ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ ભલે હારી ગઈ, કેપ્ટન ધોનીએ બનાવ્યો મોટો રેકોર્ડ

મુંબઈ: ઈન્ડિન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલમાં ફરી એકવાર રોયલ ચેલેન્ઝર્સ બેંગલુરુ અને ચેન્નઈ સુપર કિંગ્સનો મુકાબલો જોવા મળ્યો. જેમાં ફરી એકવાર રોયલ ચેલેન્ઝર્સ બેંગલુરુએ બાજી મારતાં ચેન્નઈને 13 રનથી પરાજય આપ્યો. રવિન્દ્ર જાડેજાએ કેપ્ટનશીપ છોડી દેતાં મહેન્દ્ર સિંહ ધોનીએ ફરી કેપ્ટનશીપ સંભાળી. પરંતુ ટીમના પ્રદર્શનમાં કોઈ ફેર પડ્યો નહીં.

ચેન્નઈ માટે સૌથી વધારે મેચ:
મહેન્દ્ર સિંહ ધોનીએ આરસીબી સામે મેદાનમાં ઉતરતાની સાથે જ એક મોટો રેકોર્ડ પોતાના નામે નોંધાવી લીધો છે. તે ચેન્નઈ સુપર કિંગ્સ માટે સૌથી વધારે મેચ રમનાર ખેલાડી છે. મહેન્દ્ર સિંહ ધોની આઈપીએલમાં કુલ 229 મેચ રમી ચૂક્યો છે. જેમાં 30 મેચ રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ્સ માટે રમ્યો છે. જ્યારે બે વર્ષ માટે ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ આઈપીએલમાંથી બહાર હતી.

ચેન્નઈ સુપર કિંગ્સ માટે કોણ સૌથી વધારે મેચ રમ્યું:
1. મહેન્દ્ર સિંહ ધોની - 200 મેચ

2. સુરેશ રૈના- 176 મેચ

3. રવિન્દ્ર જાડેજા - 141 મેચ

4. ડ્વેન બ્રાવો - 114 મેચ

કેપ્ટન તરીકે પૂરા કરશે 6000 રન:
મહેન્દ્ર સિંહ ધોની બીજો એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. ટી-20 ક્રિેકેટમાં કેપ્ટન તરીકે મહેન્દ્ર સિંહ ધોની 6000 રન પૂરા કરવાના આરે છે. તે અત્યાર સુધી 5996 રન બનાવી ચૂક્યો છે. હવે તે માત્ર 4 રન બનાવશે એટલે આ ઈતિહાસ તેના નામે નોંધાઈ જશે. ટી-20 ક્રિકેટમાં સૌથી સફળ કેપ્ટન તરીકે સૌથી વધારે રનનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. જેણે 6451 રન બનાવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news