ક્રિકેટર હાર્દિક પંડ્યાનું થશે ગુજરાતમાં થશે શાનદાર સ્વાગત, મુંબઈ કરતા પણ ભવ્ય હશે

Hardik Pandaya : વર્લ્ડ કપની જીત બાદ વડોદરાના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાનું રોડ શો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે, પંડ્યા બ્રધર્સ વડોદરાના રસ્તાઓ પર નીકળશે 
 

ક્રિકેટર હાર્દિક પંડ્યાનું થશે ગુજરાતમાં થશે શાનદાર સ્વાગત, મુંબઈ કરતા પણ ભવ્ય હશે

Vadodara News : ટી 20 ક્રિકેટ વિશ્વ કપ (ICC Men’s T20 World Cup) જીત્યા બાદ ભારતીય ટીમનું મુંબઈ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે હવે ગુજરાતી ક્રિકેટર હાર્દિક પંડ્યાનું વડોદરામાં શાનદાર સ્વાગત થવા જઈ રહ્યું છે. વડોદરામાં 15 જુલાઈએ ટી 20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરનાર હાર્દિક પંડ્યાનું સ્વાગત કરાશે. વર્લ્ડ કપ વિજય યાત્રા વડોદરાના રસ્તાઓ પર નીકળશે. માંડવીથી દાંડિયા બજાર બ્રિજ સુધીની આ વિજય યાત્રા રહેશે. જેમાં ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા ઉપસ્થિત રહેશે. 

15, જુલાઇ સોમવારે શહેરમાં સ્વેજલ વ્યાસ અને તેમની ટીમ દ્વારા ક્રિકેટર હાર્દિક પંડ્યાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ત્યારે વડોદરામાં આ ગુજરાતી ક્રિકેટર્સના ભવ્ય સ્વાગતની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ કાર્યક્રમના આયોજન વિશે સ્વેજલ વ્યાસે માહિતી આપતા જણાવ્યું કે, વડોદરાના ક્રિકેટ પ્રેમીઓને બોલાવવાના છે. તેમના કોચ, સ્કુલ ટીચર, પાડોશી અને રીલેટીવ તમામને બોલાવવાનો પ્રયત્નો અમે કરી રહ્યા છીએ. વડોદરાના તમામ કોર્પોરેટર, ધારાસભ્યો સન્માન કરે તેવું પણ આયોજન છે. વડોદરા શહેર માટે જે લોકો રમ્યા છે, તે તમામને ભેગા કરવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. મુંબઇમાં જેમ ભારતની ટીમનું સ્વાગત-આયોજન થયું. અમે તેનાથી વધારે સારૂ કરી શકીએ તે માટે પ્રયત્નશીલ છીએ. 50 થી વધુ બાઉન્સરો, 1500 થી વધુ વોલંટીયર્સ હશે, પોલીસને અમે રીકવેસ્ટ કરી છે કે, 700 જેટલો સ્ટાફ તૈનાત કરવામાં આવે. શહેરના અલગ અલગ સંગઠિત લોકોની મીટિંગ પણ યોજવામાં આવનાર છે.

ક્યાંથી ક્યાં સુધીની હશે વિજય યાત્રા
આ વિજય યાત્રા માંડવીથી શરૂ થઇ લહેરીપુરા, સુરસાગર, દાંડીયા બજાર થઇને નવલખી કમ્પાઉન્ડમાં સમાપન થશે.

પંડ્યા બ્રધર્સ મૂળ વડોદરાના 
હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા મૂળ વડોદરાના ક્રિકેટર્સ છે. બંને ભાઈઓનો વડોદરા પ્રત્યેનો પ્રેમ અનેરો છે. તેઓ સમયાંતરે વડોદરા આવતા રહે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news