છૂટાછેડા બાદ નતાશા સ્ટેનકોવિકે કરી પ્રથમ પોસ્ટ, હાર્દિક પંડ્યાએ કરી દીધી બે કોમેન્ટ

હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિકના પાછલા સપ્તાહે છૂટાછેડા થઈ ગયા હતા. હવે નતાશાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે. આ પોસ્ટ પર હાર્દિક પંડ્યાએ બે કોમેન્ટ કરી છે. છૂટાછેડાની જાહેરાત પહેલા જ નતાશા પોતાના દેશ સર્બિયા માટે નિકળી ગઈ હતી.

છૂટાછેડા બાદ નતાશા સ્ટેનકોવિકે કરી પ્રથમ પોસ્ટ, હાર્દિક પંડ્યાએ કરી દીધી બે કોમેન્ટ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિકના છૂટાછેડા થઈ ગયા છે. પાછલા સપ્તાહે બંનેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ફેન્સને છૂટાછેડાના સમાચાર આપ્યા હતા. રિપોર્ટ પ્રમાણે ઘણા સમયથી બંને વચ્ચે સમસ્યા ચાલી રહી હતી. આઈપીએલની સાથે ટી20 વિશ્વકપ દરમિયાન નતાશા ક્યારેય સ્ટેડિયમમાં જોવા મળી નહીં. છૂટાછેડાની જાહેરાતના એક દિવસ પહેલા નતાશા પુત્ર અગસ્ત્યની સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. કહેવામાં આવી રહ્યું છે કે તે પોતાના દેશ સર્બિયા જતી રહી છે.

નતાશાની પોસ્ટ પર હાર્દિકે કરી કોમેન્ટ
છૂટાછેડા બાદ નતાશાએ સોશિયલ મીડિયા પર પ્રથમવાર કોઈ પોસ્ટ કરી છે. તેણે એક સાથે ઘણા ફોટો અપલોડ કર્યાં છે. તેમાં તે ખુદ અને પુત્ર અગસ્ત્ય પણ છે. ફોટો જોવા પર લાગી રહ્યું છે કે બંને કોઈ મ્યુઝિયમમાં ફરવા ગયા હતા. નતાશાએ ફોટોની સાથે કેપ્શનમાં દિલવાળી ઇમોજી લગાવી છે.

हार्दिक पंड्या का कमेंट

હાર્દિક પંડ્યાએ પણ આ પોસ્ટ પર કોમેન્ટ કરી છે. તેણે બે કોમેન્ટ કરી છે. એકમાં તેણે દિલવાળી ઇમોજી પોસ્ટ કરી છે. તો બીજામાં હાર્દિકે નજર ન લાગનારી ઇમોજીની સાથે બે અન્ય ઈમોજી પોસ્ટ કરી છે. 

શ્રીલંકામાં છે હાર્દિક પંડ્યા
હાર્દિક પંડ્યા અત્યારે શ્રીલંકામાં છે. ભારત અને શ્રીલંકા વચ્ચે 27 જુલાઈથી ત્રણ મેચની ટી20 સિરીઝ રમાવાની છે. રોહિત શર્માના સંન્યાસ બાદ હાર્દિક પંડ્યા આ ફોર્મેટમાં કેપ્ટનશિપની રેસમાં સૌથી આગળ હતો. પરંતુ તેના સ્થાને સૂર્યકુમાર યાદવને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news