ભ્રષ્ટ સાગઠિયાનું વધુ એક કૌભાંડ! સૌરાષ્ટ્ર યુનિ.ની 16 કરોડની જમીન બિલ્ડરને પધરાવી
સાગઠિયાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જમીન પણ વેચી મારી હતી. યુનિવર્સિટીની 16 કરોડની જમીન બિલ્ડરને પધરાવી દીધાનું સામે આવ્યું છે. ટીપી કપાત વગર જ 1547 ચોરસ મીટર જમીન બિલ્ડરને પધરાવી દીધી. બિલ્ડરે યુનિવર્સિટીની કમ્પાઉન્ડ વોલ તોડીને પેશકદમી કરી હતી.
Trending Photos
ઝી બ્યુરો/રાજકોટ: રાજકોટના અગ્નિકાંડના બનાવ બાદ ટીપીઓ સાગઠિયાના કૌભાંડ એક પછી એક બહાર આવી રહ્યા છે.જેમાં અગ્નિકાંડ બાદ હવે સાગઠિયાનું જમીન કૌભાંડ પણ બહાર આવ્યું છે. રાજકોટ કાંડને લઈને ભ્રષ્ટ સાગઠિયાનું વધુ એક કૌભાંડ આવ્યું બહાર છે.
સાગઠિયાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જમીન પણ વેચી મારી હતી. યુનિવર્સિટીની 16 કરોડની જમીન બિલ્ડરને પધરાવી દીધાનું સામે આવ્યું છે. ટીપી કપાત વગર જ 1547 ચોરસ મીટર જમીન બિલ્ડરને પધરાવી દીધી. બિલ્ડરે યુનિવર્સિટીની કમ્પાઉન્ડ વોલ તોડીને પેશકદમી કરી હતી. યુનિવર્સિટીએ અનેક ફરિયાદ કરી છતા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. રાજકોટ બિલ્ડર એસો.ના ઉપપ્રમુખને જમીન વેચી દીધી હોવાનું સામે આવ્યું છે.
55 વર્ષ પહેલા કલેકટરે જમીન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ફાળવી હતી. પરંતુ ટીપીઓ સાગઠિયાએ આ જમીન બિલ્ડરને પધરાવી દીધી હતી. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કલંકિત ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠીયા દ્વારા અપ્રમાણસર મિલકતો ACB દ્વારા શરૂ કરવામાં આવેલી તપાસમાં ખૂલી રહી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડોક્ટર કમલ ડોડીયાનું નિવેદન સામે આવ્યું છે તેમને કહ્યું કે વર્ષ 1968માં કલેકટર દ્વારા યુનિવર્સિટીને જમીન ફાળવવામાં આવી હતી. માર્ચ 2021માં યુનિવર્સિટીની જમીન ટીપી સ્કીમ અંતર્ગત કોર્પોરેશન દ્વારા લઈ લેવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે