Heath Streak Death Fake News: ઝિમ્બાબ્વેના ખેલાડી હીથ સ્ટ્રીક જીવિત છે, કોણે ફેલાવી તેમના મોતની ફેક ન્યૂઝ
Heath Streak Death Fake News: હીથ સ્ટ્રીક જીવિત છે. તેમના મોતની ફેક ન્યૂઝ તેમના જ સાથી ક્રિકેટર હેનરી ઓલંગાએ ફેલાવી. બાદમાં હેનરી ઓલંગાએ જ ટ્વીટ કરીને લખ્યું કે હીથ સ્ટ્રીક જીવિત છે. સોશિયલ મીડિયા પર ઓલંગાની ટ્વીટ પર ફેન્સ પણ ભડકી ઉઠ્યા છે.
Trending Photos
Heath Streak Death Fake News, Heath streak is alive: ઝિમ્બાબ્વેના સ્ટાર ક્રિકેટર હીથ સ્ટ્રીક જીવિત છે. તેમના મોતની ફેક ન્યૂઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. વાત જાણે એમ છે કે 49 વર્ષના પૂર્વ ઝિમ્બાબ્વે ક્રિકેટર હીથ સ્ટ્રીક વિશે સોશિયલ મીડિયામાં એવી સૂચના આવી હતી કે કેન્સરના કારણે તેમનું મોત થયું.
હીથ સ્ટ્રીકની જ ઝિમ્બાબ્વે ટીમમાં સાથી રહેલા હેનરી ઓલંગાએ પહેલા તેમના મોત અંગે પુષ્ટિ કરી હતી. પરંતુ ત્યારબાદ તેમણે તે ટ્વીટ ડિલીટ કરી નાખી.
હકીકતમાં સોશિયલ મીડિયા પર હેનરી ઓલંગાની ટ્વીટ બાદ અનેક ક્રિકેટર્સે હીથ સ્ટ્રીકને શ્રદ્ધાંજલી આપવાનું શરૂ કરી દીધુ હતું. જો કે ત્યારબાદ સ્ટ્રીક સાથે ઓલંગાની ચેટ થઈ અને પછી ખુલાસો થયો કે સ્ટ્રીક સંપૂર્ણ પણે ઠીક છે. ઓલંગાએ સ્ટ્રીક સાથે વાતચીતનો સ્ક્રીનશોટ પણ X (અગાઉ ટ્વિટર) પર શેર કર્યો. ઓલંગાએ લખ્યું કે હું પુષ્ટિ કરી શકું છું કે હીથ સ્ટ્રીકના નિધનની અફવાઓને ખુબ જોરશોરથી રજૂ કરાઈ છે. મે હમણા જ તેમની સાથે વાત કરી છે. થર્ડ એમ્પાયરે તેમને પાછા બોલાવી લીધા છે. તેઓ ખુબ જિંદાદીલ છે દોસ્તો.
I can confirm that rumours of the demise of Heath Streak have been greatly exaggerated. I just heard from him. The third umpire has called him back. He is very much alive folks. pic.twitter.com/LQs6bcjWSB
— Henry Olonga (@henryolonga) August 23, 2023
આ અગાઉ હીથ સ્ટ્રીકના નિધનના સમાચાર જેવા વાયરલ થયા કે ઓલંગા સહિત અનેક ક્રિકેટર્સે શોક જતાવ્યો. ઓલંગાએ જ હીથ સ્ટ્રીકના નિધન અંગે ટ્વીટ કરી હતી. ન્યૂઝીલેન્ડના સ્કોટ સ્ટાઈરિશ, સીન ઈરવિન અને બાંગ્વા જેવા અનેક ક્રિકેટર્સે પણ રિએક્શન આપ્યું હતું. બાંગ્વાએ તો તૂટેલા દિલની ઈમોજી પણ શેર કરી.
આ બધા વચ્ચે હીથ સ્ટ્રીકે સ્પોર્ટ્સ સ્ટારને કહ્યું કે હું હવે સારો છું અને ઠીક થઈ રહ્યો છું, હું ઘરે છું અને સારવારના કારણે હજુ પણ થોડો તણાવ છે, પરંતુ હું ઠીક છું. હકીકતમાં ઝિમ્બાબ્વેના સ્ટાર બોલર સ્ટ્રીક હાલ બીમાર છે. સ્ટ્રીકનો દક્ષિણ આફ્રીકાના ટોપ ઓન્કોલોજિસ્ટ પાસે સારવાર ચાલી રહી છે. તેમના પરિવારે મે મહિનામાં ખુલાસો કર્યો હતો.
હીથ સ્ટ્રીકે ઝિમ્બાબ્વે તરફથી રમવા દરમિયાન અનેક એવા રેકોર્ડ બનાવ્યા જે આજે પણ કાયમ છે. સ્ટ્રીક આજે પણ ઝિમ્બાબ્વેના એકમાત્ર બોલર છે જેમના નામે 100થી વધુ ટેસ્ટ વિકેટ અને 200થી વધુ વનડે વિકેટ છે. તેમણે 2000ના દાયકામાં ઝિમ્બાબ્વેની કેપ્ટનશીપ કરી હતી. તે કપરા સમયમાં બોર્ડ અને ટીમ વચ્ચે સંબંધ ખરાબ હોવાના કારણે અનેક ખેલાડીઓ રાષ્ટ્રીય ટીમમાંથી હટી ગયા હતા.
સ્ટ્રીકે 1993થી 2005 વચ્ચે 65 ટેસ્ટ અને 189 વનડેમાં ઝિમ્બાબ્વેનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ટેસ્ટમાં 1990 રન અને 216 વિકેટ તથા વનડે માં 2943 રન અને 239 વિકેટ મેળવી હતી. બોર્ડ સાથે 2004માં ટકરાવ થયા બાદ તેમણે ઝિમ્બાબ્વેના કેપ્ટન પદેથી રાજીનામું આપી દીધુ હતું. 2005માં 31 વર્ષની ઉંમરમાં તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કરી હતી.
2021માં લાગ્યો પ્રતિબંધ
હીથ સ્ટ્રીક પર વર્ષ 2021માં આઈસીસીએ એન્ટી કરપ્શન કોડ હેઠળ આઠ વર્ષનો પ્રતિબંધ લગાવ્યો હતો. જો કે બાદમાં સ્ટ્રીકે કહ્યું કે તેઓ મેચ ફિક્સ કરવાના કોઈ પણ પ્રયત્નમાં સામેલ હતા નહીં. પરંતુ તેમણે ઈન્ટરનેશનલ મેચોમાં આંતરિક જાણકારી ખુલાસો કરવાની વાત સ્વીકારી હતી. ક્રિકેટમાંથી સન્યાસ લીધા બાદ તેમણે બાંગ્લાદેશ, ઝિમ્બાબ્વે, અને કોલકાતા નાઈટ રાઈડર્સ સહિત ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય સ્તર પર અનેક ટીમોને કોચિંગ આપ્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે