કંપનીઓને જાહેરાત દેખાડવા માટે થાય છે યુઝર્સના મોબાઇલ નંબરનો ઉપયોગ: FBનો ઘટસ્ફોટ

ફેસબુકે કબુલ કર્યું કે, યુઝર્સ દ્વારા સુરક્ષા કારણોથી અપાયેલા ફોન નંબરોનો ઉપયોગ કંપની તેમને જાહેરાત માટે ટાર્ગેટ કરી રહી છે

કંપનીઓને જાહેરાત દેખાડવા માટે થાય છે યુઝર્સના મોબાઇલ નંબરનો ઉપયોગ: FBનો ઘટસ્ફોટ

નવી દિલ્હી : ફેસબુકે કબુલ કર્યું છે કે, યુઝર્સ દ્વારા સુરક્ષાના કારણો અપાયેલા ફોન નંબરોના ઉપયોગ કંપની તેમને જાહેરાત માટે ટાર્ગેટ કરવા માટે કરી રહી છે. ટેકક્રંચના રિપોર્ટ અનુસાર ફેસબુક પ્રવક્તાના હવાલાથી જણાવવામાં આવ્યું કે, અમે લોકો દ્વારા અપાયેલી માહિતીનો ઉપયોગ ફેસબુક પર સારા અને વધારે વ્યક્તિગત્ત અનુભવ મળી રહે તે માટે આપીએ છીએ, જેમાં જાહેરાતોનો પણ સમાવેશ થાય છે. 

રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, ફેસબુકે તે નંબરોનો ઉપયોગ કર્યો, જે યુઝર્સ તેને ટૂ ફેક્ટર ઓથેન્ટિફિકેશન (2FA) માટે ઉપલબ્ધ કરાવે છે. આ એક સિક્યોરિટી સિસ્ટમ છે જે એકાઉન્ટને સુરક્ષીત રાખવા માટે ઓથેન્ટિફિકેશનનાં અન્ય લેયર તરીકે કામ કરે છે. 

ફેસબુકના પ્રવક્તાએ કહ્યું કે, અમે સ્પષ્ટ છીએ કે અમે કયા પ્રકારે માહિતી એકત્ર કરીએ છીએ, જેમાં લોકો દ્વારા પોતાનાં એકાઉન્ટમાં અપાયેલા ફોન નંબરનો સમાવેશ થાય છે. તમે પોતાનાં એકાઉન્ટમાં આપેલ ફોન નંબર અને ખાનગી માહિતીને કોઇ પણ સમયે ડિલીટ કરી શકીએ છીએ. 

5 કરોડ એકાઉન્ટની ડેટા ચોરી
અત્રે ઉલ્લેખનીય છે કે, શુક્રવારે કબુલ કરવામાં આવ્યું કે, તેની સુરક્ષામાં ગોટાળાના કારણે 50 મિલિયન એટલે કે 5 કરોડ લોકોના એકાઉન્ટ પર અસર પડી. આ સોશિયલ નેટવર્કિંગ સાઇટનું કહેવું છે કે તેના કોમ્પ્યુટર નેટવર્ક પર હૂમલો કરીને યુઝર્સની માહિતી હેક કરવામાં આવી. 

આ અઠવાડીયાની શરૂઆતમાં હેકની ઘટનાઓ સામે આવી. હૈકર્સ ફેસબુક કોડના એક ફીચર પર હૂમલો કરીને યુઝર્સના એકાઉન્ટ સુધી પહોંચી ગયા. જો કે કંપનીએ આ ગોટાળાને હવે સુધારી લીધો છે અને સુરક્ષા એઝન્સીઓને પણ આ અંગેની તમામ માહિતી આપી દેવામાં આવી છે. 

શુક્રવારે સવારે 9 કરોડ કરતા વધારે ફેસબક યુઝર્સને પરાણે લોગઆઉ કરાવાયું જેથી તેમના એકાઉન્ટ સુરક્ષીત રાખી શકાય. સુરક્ષામાં ગોટાળાઓ માટે આ પ્રકારની તરકીબનો ઉપયોગ થાય છે. ફેસબુકનું કહેવું છે કે હૂમલાખોરો અંગે હાલ કોઇ  માહિતી નથી મળી, પરંતુ આગળની તપાસ ચાલી રહી છે. 

ફેસબુકના ઇતિહાસમાં શુક્રવારે હેકિંગની સૌથી મોટી ઘટના માનવામાં આવી રહી છે. અગાઉ 216ના રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રશિયાના પ્રોપગૈંડા અભિયાન મુદ્દે ફેસબુકની આકરી ટીકા કરવામાં આવી હતી. કંપનીએ સતત દિવસે દિવસે વધતા કદને જોતા તેને રેગુલેટ કરવાનું દબાણ વધી રહ્યું છે. હાલમાં જ કેમ્બ્રિજ એનાલિટિકા સ્કેન્ડલ પણ સામે આવ્યું હતું. જેમાં કંપનીની ચોતરફી નિંદા થઇ હતી. બ્રિટનની કંપની કેમ્બ્રિજ એનાલિટિકાએ આશરે પોણા નવ કરોડ ફેસબુક યુઝર્સના ડેટાની ચોરી કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news